________________
ખંડ : જે
૨પપ વિશાળ કુંડ છે. અને તેને તળીયે એક અમૂલ્ય રત્ન પડયું છે, અને પાણું ઘણું વહેલું છે. અને પવનની લહરીઓ, મોજાઓ વારંવાર તે પાણીને હલાવી રહ્યા છે. આવી પાણીની મલીન અને હલનચલનવાળી સ્થિતિમાં તે પાણીને તળીયે પડેલ રત્નને તમે જોઈ શકશે? નહિ. બીલકુલ નહિ દેખાય, આ જ દwતે શુદ્ધ આત્મરત્ન મનરૂપ પાણીની નીચે મનથી પણ પર રહેલું છે તે મનરૂપ પાણી વિષયકષાયની ડોળાશથી મલીન થયેલું છે અને અનેક પ્રકારના વિચાર તરંગથી હાલી ચાલી રહ્યું છે. માટે વિષય-કષાયને અભાવ અને અનેક વિતર્કોની શાન્તિ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી શુદ્ધ આત્મરત્ન જોવાની કે પ્રાપ્ત કરવાની આશા રાખવી તે વ્યર્થ છે. આ જ કારણથી આત્મવિશુદ્ધિ માટે બાહ્ય અને અંતરંગ ઉપાધિઓને ત્યાગ કરવો જોઈએ. તે જ નિત્ય, અવિનાશી આત્મિકસુખ પ્રગટ થાય છે અને નિરંતર સુખી થવાય છે.
- દેહને નાશ અવશ્ય છે જ. માનવજન્મ ફરી ફરી મલે મુશ્કેલ છે. આ ક્ષણભંગુર દેહથી પણ ઉત્તમ આત્મધર્મ પ્રગટ થતું હોય તે કયે સમજુ માણસ પ્રમાદ કરે ? સંસારમાં ઉદય અને અસ્તનું ભયંકર ચક વેગથી ફરી રહ્યું છે. જરા સુમદષ્ટિ કરતાં જણાશે કે પ્રેમાળ સ્ત્રી હોવા છતાં પુરૂષ વિધુર થઈ જાય છે. અખૂટ ધન હોવા છતાં નિર્ધન બની જાય છે. મહાપરાક્રમી હોવા છતાં તેજહીન બની જાય છે. વિશાળ કુટુંબ પરિવારથી વિંટળા