________________
સબધ યાને ધર્મનું સ્વરૂપ યુગપ્રમાણ સ્થાપિત કરીને ચાલતા હતા છતાં પણ દૈવગે તેમના ચરણોની નીચે એક દેડકી આવી ગઈ અને ચગદાવાથી મરી પણ ગઈ. તેમની સાથેના ક્ષુલ્લક સાધુ જે તેની પાછળ પાછળ ચાલ્યા જતા હતા તેમણે એ દેડકીને એ તપસ્વી મુનિરાજના પગ નીચે છુંદાતી અને એથી મરણ પામેલી જોઈ. આથી એ ક્ષુલ્લક સાધુએ એ તપસ્વી મુનિરાજને કહ્યું કે તપસ્વિન ! આપે આ દેડકાની વિરાધના કરી માટે આપ બરાબર જુઓ ! વાત તદ્દન સાચી પણ હતી અને હિતકારી પણ હતી પણ આવી વાત એક ક્ષુલ્લક સાધુ મને કહી જાય? આ કેઈ ભાવ એ. તપસ્વી મુનિના મનમાં પેદા થઈ જવા પામ્યું. આથી તેમના મનમાં છેડેક રેષાવેશ પણ ઉત્પન્ન થઈ ગયે. ઈર્ષાથી બીજા માણસના પગ નીચે આવી જઈને ચગદાઈને મરણ પામેલી બીજી જે દેડકીઓ ત્યાં પડી હતી તે દેડકીઓને બતાવતે થકે એ ક્ષુલ્લક મુનિને કહ્યું અરે દુષ્ટ શિષ્ય ! શું આ દેડકીને પણ મેં મારી ? જેમ આ બધી દેડકીઓને મેં મારી નથી તેમ જે દેડકીને મેં માર્યાનું તું કહે છે તેને પણ મેં મારી નથી, જેથી હું વિરાધક નથી પણ તું જુઠાબોલે છે. આ શું સૂચવે છે? માનનું જોર અને માનથી ઉત્પન્ન થયેલા કોપનું જોર ! પિતાના કહેવાથી તપસ્વી મુનિને ગુસ્સામાં આવી ગયેલા જોઈને એ ક્ષુલ્લક સાધુએ ધાર્યું કે હાલ આ વાતથી સર્યું. આ મુનિરાજ પિતે જ સાંજે ગુરૂની સમક્ષ આ વિરાધનાની આલોચના કરી લેશે ! સંધ્યા સમય આવી લાગ્યો. સૌએ અવશ્યક આદર્યું. એ વખતે અન્ય મુનિરા