________________
૧૮૪
સધ્યેાધ યાને ધર્માનું સ્વરૂપ
ચન્દ્રલેખાને પૂછ્યુ કે અત્યારે તેને કેવી રીતિએ રાખ્યા છે ? ચન્દ્રલેખાએ કહ્યુ કે દુષ્ટ એવા ગજવરને જેવા પ્રકારે રખાય તેવા પ્રકારે મે તેને રાખ્યો છે. અર્થાત્ દૃઢ બન્ધનોથી ખાંધી રાખ્યા છે. ગાભદ્રને તે ખબર છે કે વિદ્યાસિદ્ધ અત્યારે તા એ દૃઢ બન્ધનાથી પણ સર્વથા મુક્ત બની ગયા છે. પરંતુ એ હજી ચન્દ્રલેખાના ઇરાદાને જાણવાને ઈચ્છે છે આથી તે પૂછે છે કે તેને તે શા માટે આ પ્રકારે અન્ધનોમાં બાંધીને રાખી મૂકયા છે ? ચન્દ્રલેખા કહે છે કે કાળીચૌદશના દિવસે ચિકાનું ખિલવિધાન કરવાને માટે અર્થાત દેવીને ભાગ આ વિદ્યાસિદ્ધથી દેવાનો છે. મિથ્યુાત્વ અને અજ્ઞાનના જોરે જીવા કર પિરણામવાળા બની જાય છે. વિદ્યાસિદ્ધનો જીવ લેવા છે. અને દેવીને પ્રસન્ન કરવી છે. દુષ્ટ સ્વભાવના દેવદેવીએ કદાચ આવા ભોગથી તુષ્ટ પણ થાય તો પણ આવી રીતિએ પ્રાણિવધ કરનારની કયી ગતિ થાય ? એ દેવ-દેવીને ય ઘણા કાળ પર્યન્ત દુર્ગતિમાં રઝળવું પડે. બીજી વાત એ પણ છે કે દુષ્ટ સ્વભાવના દેવ-દેવીએ એવી રીતે એ કદાચ રીઝી પણ જાય પરન્તુ કોઈ સામાન્ય અવગણનાદિ કારણે એમને ખીજતાં પણ વાર લાગે નહિ અને જ્યારે ખીજે ત્યારે એમણે રીઝીને જેટલુ સારૂ કર્યું હોય તેના કરતાં કઇ ગણું વધારે ખરાબ ખીજને કરે એવા દેવ-દેવીઓથી આઘા રહેવું. એવાં દેવદેવીએ દ્વારા કદાચ કોઈ કાર્યસિદ્ધિ પ્રાપ્ત પણ થાય તાય તે આપણા પુણ્યોદયના યાગ વિના તે પ્રાપ્ત થાય નહિ. એટલે આપણું પુણ્ય ખપી જાય તે મહા પાપનુ ફળ ઘણા