________________
૧૩૮
સધ યાને ધર્મનું સ્વરૂપ કરાય કારણ કે ધર્મને માટે કરાતી યોગકિયા બકરાઓ દ્વારા કરવી એ ઉચિત નથી. શ્રી નારદજીના આ પ્રકારના કથનને સાંભળતાની સાથે જ પર્વતક ગુસ્સામાં આવી ગયા. શ્રી નારદજીને સાચા કથનથી ઉકળી ઉઠેલે પર્વતક કહે છે કે જે આ પ્રમાણે વ્યાખ્યા ન કરાય તે તું કહે કે- કેવી રીતિએ વ્યાખ્યા કરાય? આ પ્રકારે તે છડી રીતિએ વાત કરતાં એવા પણ પર્વતકને ઉદ્દેશીને શ્રી નારદજીએ પિતાને સુંદર સ્વભાવ પ્રમાણે શાંતિથી તેને ઉત્તર શ્રી ઉપાધ્યાયના નામે જ આપતાં કહ્યું કે આપણા પૂજ્ય ઉપાધ્યાયે “”ની વ્યાખ્યા કરતાં સાત વર્ષની જુની ડાંગર એ અર્થ અહીં ફરમાવ્યો હતો. કારણ કે તે વાવવા છતાં ઉગતી નથી. આપણા પૂજ્ય ઉપાધ્યાયે આ પ્રમાણે વ્યાખ્યા કરેલી હોવાથી તે જ આપણને પ્રમાણરૂપ ગણાય, આ પ્રકારે શ્રી નારદજીએ ગુરૂના નામે કહેલી વાતને પણ ઉત્તાનમતિપણાથી પર્વતક સાંભળ નથી. એના હૈયામાં તે એજ વિચાર ઘળાયા કરે છે કેવિદ્યાર્થીઓની મધ્યમાં હું લઘુ થઈશ એવા વિચારથી મહા અભિમાન પૂર્વક એ પર્વતકે શ્રી નારદજી પ્રતિ કહ્યું કે અરે ! મારાથી પણ તું પંડિત છે! ઉપાધ્યાયે શું તને જ તત્વ કહ્યું છે ! આ વાતમાં જે તું હા કહેવાની ધૃષ્ટતા કરે હો તે હું પણ કરવાને તૈયાર છું કે આપણા બેમાં આ વિષયની અંદર જે અસત્યવાદી ઠરે તેને દંડ જીભ છેદવાને છે અને આ વિષયમાં પ્રમાણ તરીકે આપણે સત્યવાદી. એવા વસુરાજાને નમીએ. પર્વતકની સ્પષ્ટ દેખાતી ભૂલને શ્રી નારદજીએ મધુર શબ્દોમાં પણ કહી એ જ તેમને ગુને!