________________
સબોધ યાને ધર્મનું સ્વરૂપ છે. એમાંથી જ્ઞાનને દીવડો ક્યારેક પ્રગટી પણ જાય છે, ધર્મ જ્ઞાન છે, જ્ઞાન સાહિત્ય છે. અને સાહિત્ય ધર્મ છે. બસ એમાં પવિત્રતા અને શુધ્ધતાનો વાસ જરૂરી છે.
સ્વાધ્યાયની મંગળદષ્ટિ – - આજના ધાંધલીયા અને ધમાલીયા જીવનમાં બે ઘડી શાંતિથી એકાંતમાં બેસીને પરમતની વિચારણા અંતર્મુખ બનીને કરવાની કેઈને ફુરસદ નથી. કર્મનું ફળ – જૈન દર્શનમાં કર્મવાદની મહત્વની વાતે આવે છે. જૈનદર્શનના કર્મવાદ ને આત્મવાદ આ બન્ને વાદો ખરેખર જગતના સઘળા વિવાદે ને વિસંવાદિ. તાઓને મૂલથી કાઢી જિજ્ઞાસુ આત્માને સંસારની વર્તમાન જગતની જટિલ પરિસ્થિતિ ને વિષમતાઓ અને મૂંઝવણ સાચે ઉકેલ આપે છે. માનવ સમાજને એ સાધે છે કે તારાં સુખ-દુઃખ તારાં શુભાશુભ કરેલાં કર્મનાં જ ફળ છે. માટે દુઃખ ન જોઈતું હોય તો પાપકર્મ કરતાં ખૂબ વિચાર કરજે અને જે શાશ્વત સદાકાળનું સુખ જોઈતું હોય તે ધર્મભાવનામય જીવન ઘડીને ધર્મ કરવા ઉજમાળ રહેજે.
જગતના પ્રાણીમાત્રની પ્રવૃત્તિ સુખને માટે જ હોય છે. એમાં દુઃખથી કંટાળેલા સુખ માટે જ્યાં-ત્યાં દેવ પાસે જાય છે, આ જગતમાં કોઈપણ દેવ-દાનવ-વિદ્યાધર-ચક્રવર્તી કે ધનવાન કોઈને સુખ કે દુઃખ આપી શકતા નથી. સુખ અને દુઃખ એ પ્રાણીમાત્રને પોતાનાં કર્મનાં જ ફળ છે. જ્ઞાનીઓ કહે છે કે