________________
સબધ યાને ધર્મનું સ્વરૂપ કરવી એ જુદી વાત છે. જ્યાં સુધી હિંસા બંધ નહિ થાય ત્યાં સુધી દેશને ત્રણ કાલમાં સુખ-શાંતિ થવાની નથી.'
આ કાલે થતી નિર્દોષ પ્રાણીઓની હિંસાથી દેશને. ત્રણ કાળમાં સુખ-શાંતિ થવાની નથી. પણ આ વિજ્ઞાનના આધુ નિક વિચારવાળાને પાપ લાગતું જ નથી. એને કેણ સમજાવે ?
– દુહે - હિંસા દાખની વેલડી, હિંસા દુઃખની ખાણ અનંતા જીવે દુર્ગતિમાં ગયા. હિંસા તણા પરિણામ બીજી હિંસા ગર્ભપાત –
એ પણ જીવને ઘાત છે કે નહિ ? ગઈ કાલે જે ગર્ભપાત કલંક ગણતું તે આજે કાન રૂપ બની ગયું ! આ રીતે આજના વિજ્ઞાનથી આત્માના સાચા ગુણોને નાશ થઈ રહ્યો છે, પણ આજના બુધ્ધિવાદી જમાનામાં આ ઉપદેશે જૂનવાણીને વિચારો લાગે છે, અને સુધારકોને ગમતા નથી. એટલે તે દેશની સ્થિતિને રંગ બદલાઈ ગયો છે કે નહિ ?
એક વખત એક વિજ્ઞાનીએ તત્વચિંતક મહાત્માને કહ્યું કે હે મહાત્મન્ ! હવે અમારૂં વિજ્ઞાન બહુ જ આગળ વધી રહ્યું છે. ૮૦ માળાની બીલ્ડીંગમાં રહેનાર ૮૦ વર્ષ જવનારને કઈ પણ વસ્તુ માટે નીચે ઉતરવું નહિ પડે. એ રીતે બધી સામગ્રીની સગવડ રહેશે. ત્યારે મહાત્માએ કહ્યું કે હજી એમાં એક ખામી રાખી છે, ત્યારે વિજ્ઞાનીએ કહ્યું કે શું ખામી રહી ગઈ છે? તેના જવાબમાં મહાત્માએ કહ્યું કે એ માણસ મરી જાય ત્યારે નીચે ન બાળ પડે.