________________
અંડ : ૧ લા
Se
બીજાના ભય નથી રહેતા, આનેજ કહેવાય કે આપણે બધા સરખા છીએ: વર્તમાન કાળે તા વડીલોને મૂકીને પણ પાતે જમવા ચાલ્યા જાય તેમ છે. આ પણ કાળના પ્રભાવ છે. પછી તો ઝાંઝણશાએ આખા ગુજરાતને જમાડયું.
ગુરૂના વચન પરની શ્રદ્ધાનું એક દષ્ટાંત ;—
જ્ઞાની–ધ્યાની અને તપસ્વી મહારાજ આનંદઘનજી મહારાજ યોગી હતા, વસતીથી એ હમેશાં દૂર રહેતા, ને સદાય નિન્તનદ મસ્તીમાં રહેતા. તપ અને ધ્યાનથી તેમને આપો આપ અનેક સિદ્ધિઓ વરી હતી, પરંતુ તેઓ તેના ઉપયેગ કદી ન કરતા. પરંતુ માનવ સ્વભાવ છે. એવા કઇ ચમત્કારની જાણ ચાય એટલે લોકો તેને દેવ માની પૂજે, તેમની બાધા— આખડી રાખે. પેાતાની ઉપાધિ દૂર કરાવવા તેમની પાસે જાય.
આનંદઘનજી મહારાજની ખ્યાતિ પણ ચેત્તરક ફેલાઇ ગઇ, લોકો દૂરદૂરથી તેમને વંદન કરવા આવતા. પૂ. મહારાજશ્રી એથી દૂર એકાંતમાં રહેવા લાગ્યા.
પણ તેમની કીતિ કઈ થોડી તેથી છાની રહે ? તેમની યોગસિદ્ધિ અને સુવર્ણસિદ્ધિ વગેરેની વાર્તા એક રાજાએ સાંભળી. આ રાજા નિ:સંતાન હતા. લગ્ન થયાને ઘણા સમય થઇ ગયા હતા. પરંતુ મહેલમાં પારણું બંધાયું ન હતું. રાજાના દરબારીઓએ આનંદઘનજીની પાસે જવા કહ્યું તે તેમને રીઝવવા જણાવ્યું.
પુત્રઘેલા રાજા રાણી આનંદઘનજીની શેાધમાં નીકળ્યા