________________
ભાવ ભાવના પ્રકરણ ભાગ - ૨
૨૯૯
હવે ક્યારેક બહાર જતા જન સમૂહને જોઈને, પોતાના પરિજનને પૂછીને તેણે જાણ્યું કે સહસામ્રવન ઉદ્યાનમાં શ્રી વીર જિનેશ્વર સમોવસર્યા છે. પછી મોટી શ્રદ્ધાથી રથમાં બેસીને પોતાના પરિજનની સાથે વંદન માટે જાય છે. તેના પ્રતિબોધનો સમય થયો છે એમ જાણીને ભગવાન વડે તેને કહેવાયું કે આ સંસાર દુઃખના હેતુવાળો છે, દુ:ખના સ્વરૂપવાળો છે અને દુ:ખના ફળવાળો છે. આ સંસારમાં જિનધર્મને છોડીને બીજું કંઈ શરણ નથી. સામગ્રી હોતે છતે વિષયરૂપી આમિષના લવમાં આસક્ત એવા જે મૂઢોવડે આ પરિપૂર્ણ ધર્મ આરાધાયો નથી તેઓવડે આ આત્મા હારી જવાયો છે પરંતુ ધીર પુરુષો તેને આરાધીને અજરામર સ્થાનમાં જાય છે એ પ્રમાણે સંવેગના સારવાળા શ્રી વીર જિનેશ્વરના સુભાષિતોને સાંભળીને સંવિગ્ન ધનુકુમાર ઊભો થઈને કહે છે કે હે જિનેશ્વર ! નિગ્રંથ પ્રવચનની હું શ્રદ્ધા કરું છું તથા તમારા સ્વહસ્તથી દીક્ષા લેવા ઇચ્છું છું. જિનેશ્વર પણ કહે છે કે વિલંબ કરીશ નહીં. (૧૪)
પછી ઘણાં પ્રકારવાળી યુક્તિઓથી માતાને સમજાવીને રજા લઈને. જિતશત્રુ રાજાએ સ્વયં જ કરેલો છે દિક્ષાનો મહોત્સવ જેનો એવો ધન પંચમુષ્ટિ લોચ કરીને દીક્ષા લે છે અને દીક્ષાના પ્રથમ દિવસથી માવજીવ સુધી છઠ્ઠને પારણે છઠ્ઠ અને પારણું અંતપ્રાંત ભિક્ષાવાળી આયંબિલથી ઉણોદરી તપપૂર્વક કરવું એવો અભિગ્રહ જિનેશ્વરની પાસે લે છે. જલદીથી અગીયાર અંગને ભણીને ઘોર તપ કરતો વીરાસન વગેરેથી પ્રેતવનમાં રહેતો રાત્રિ દિવસ પર નિ:સંગ પૃથ્વીતલ પર વિચરે છે. બહારથી સૂકાયેલ વૃક્ષના જેવો શરીરવાળો અંદરથી વિસ્ફરિત તપ તેજવાળો, સુર અને અસુરોથી સહિત પર્ષદામાં શ્રેણિક રાજાવડે પુછાયેલા પ્રભુ વીરે ભુવનમાં હર્ષને કરનારો ધનુ દુષ્કરકારક છે એમ કહ્યું. નવમાસ સુધી દુષ્કર તપનું આચરણ કરીને એક માસ પાદપોપગમન અનશનને કરીને તે મહાત્મા સ્વાર્થસિદ્ધ વિમાનમાં અનુત્તર દેવ થયો અને અહીંથી આવીને કર્મમળને નાશ કરીને મહાવિદેહમાં સિદ્ધ થશે. (૨૨) '
સ્કન્દ મુનિનું કથાનક શરદઋતુના સૂર્યના બિંબની જેમ પ્રચુર તેજવાળું કાર્તિકપુર નામનું નગર છે. શત્રુરૂપી પતંગીયાને માટે અગ્નિ સમાન એવો અગ્નિ નામે રાજા છે અને તેને કાર્તિકા નામે અતિશય રૂપવતી પુત્રી છે. કામમાં આસક્ત એવો રાજા સ્વયં જ યૌવનને પામેલી એવી પોતાની પુત્રીને પરણ્યો અને કાળથી તેને પુત્ર થયો તેનું નામ સ્વામી કાર્તિકેય કરાયું. તે મોટો થઈ કુમાર ભાવને પામે છે, વિરશ્રી નામે તેની બહેન થઈ અને રોહતક નગરમાં કુચરાજાની સાથે તેને પરણાવી. (૪).
ક્યારેક વસંત માસના ઉત્સવમાં માતામહના (માતાના પિતા = નાનાના) ઘરેથી બીજા કુમારોને ભેટણાં આવતા જુવે છે. પછી માતાને પૂછે છે કે હે માતા ! શું મારે કોઈ માતામહ નથી ? જેથી મને કોઈપણ ભેટમાં મોકલતું નથી. હવે તેની રડતી માતા કહે છે કે હે વત્સ ! તારો અને મારો પણ એક જ પિતા છે તેથી તારો પિતા જ તારો માતામહ છે બંને એક જ છે. હે માતા, આ કેવી રીતે ? એ પ્રમાણે કુમારે પુછયું ત્યારે માતાએ સર્વ વ્યતિકર પુત્રને કહ્યો. તે સાંભળીને કુમાર એકાએક નિર્વેદ પામ્યો અને સુગુરુની પાસે દીક્ષાને સ્વીકારે છે અને થોડા દિવસોમાં ગીતાર્થ થયેલો એકલવિહાર પ્રતિમાથી વિચરે છે અને એકવાર તે કિન્કંધિ પર્વત પર રાત્રી દિવસની પ્રતિમાને રહ્યા અને વરસાદ પડ્યો. શરીરના મળને ધોઈને પાણી પથ્થરના દ્રહમાં પ્રવેશ્ય અને તે સરોવરનું સર્વ પાણી સર્વોષધિ રૂ૫ થયું અને તેમાં સ્નાન કરેલ લોક સર્વ વ્યાધિઓથી મુકાય છે એ પ્રમાણે દક્ષિણાપથમાં તે પર્વતપર તીર્થ પ્રવર્યું. પછી વિહાર કરતા તે રોહતક નગરમાં જાય છે (૧૨) પછી