________________
ભવ ભાવના પ્રકરણ ભાગ-૨
૨૧
કલ્પસૂત્ર પધરાવવું. તેની પાસે હંમેશા બંને કાળનું પ્રતિક્રમણ, દેવપૂજા, પુસ્તક ઉપર ચંદરવો બાંધવો, તથા દેવવંદન વગેરે સર્વ વિધિ કરવી.
સર્વસુખ સંપત્તિ તપ:
શુક્લ કે કૃષ્ણ પખવાડીયામાં એકમે એક ઉપવાસ કરવો પછી બીજા પખવાડીએ બીજથી બે ઉપવાસ કરવા, ત્રીજે પખવાડીએ ત્રીજથી ત્રણ ઉપવાસ ક૨વા એમ યાવતુ પંદરમે પખવાડીયે પુનમ / અમાસથી પંદર ઉપવાસ ક૨વા એમ એક્સો વીશ દિવસે આ તપ પૂર્ણ થાય છે.
દર્શન-જ્ઞાન-ચારિત્ર તપઃ
દર્શન-જ્ઞાન-ચારિત્રની શુદ્ધિ માટે દર્શન-જ્ઞાન-ચરિત્ર તપ કરવો. દર્શનના ત્રણ ઉપવાસ, જ્ઞાનના ત્રણ ઉપવાસ, તથા ચારિત્રના ત્રણ ઉપવાસ લાગટ કે એકાંતરે કરવા અને યથાશક્તિ દર્શન, જ્ઞાન અને ચારિત્રની પૂજા કરવી.
ઊણોદરતા તપઃ
(૧) અલ્પાહાર (૨) અપાર્ધા (૩) દ્વિભાગા (૪) પ્રાપ્તા અને (૫) દેશોન એમ પાંચ પ્રકારે ઊણોદરિકા તપ કહેવાય છે (૧) એકથી આઠ કોળીયા સુધી અલ્પાહાર (૨) નવથી બાર કોળીયા સુધી અપાÚ. (૩) તેરથી સોળ કોળીયા સુધી દ્વિભાગા (૪) સત્તરથી ચોવીશ કોળીયા સુધી પ્રાપ્તા અને (૫) પચ્ચીશથી એકત્રીશ કોળીયા સુધી કિંચિદ્ ન્યૂન નામની ઊણોદરતા થાય છે. આ પાંચેય પ્રકારની ઊણોદરતા ત્રણ રીતે વિચારવી. (૧+ક) તેમાં અલ્પાહારમાં આઠ કોળીયામાંથી એક કોળીયો ન્યૂન હોય તો જઘન્ય.
(૧+ખ) બે-ત્રણ-ચાર-પાંચકોળીયા ન્યૂન હોય તો મધ્યમ અને (૧+ગ) છ-સાત-આઠ કવલ ન્યૂન હોય તો ઉત્કૃષ્ટ.
(૨) અપાર્ધામાં ૧૨માંથી એક કવલ ન્યૂન હોય તો જઘન્ય અપાર્ધા, બે કે ત્રણ કવલથી ન્યૂન હોય તે મધ્યમ અપાર્ધા અને ચાર કવલથી ન્યૂન હોય તો ઉત્કૃષ્ટ અપાર્ધા કહેવાય છે.
(૩) દ્વિભાગા: તેર કવલ હોય તો ઉત્કૃષ્ટ, ચૌદ કે પંદર કવલ હોય તો મધ્યમ અને ૧૬ કવલ હોય તો ધન્ય દ્વિભાગા જાણવી.
(૪) પ્રાપ્તા ઊનોદરિકા : સત્તર કે અઢાર કવલનો આહાર હોય તો ઉત્કૃષ્ટ પ્રાપ્ત ઊણોદરિકા, ઓગણીસથી બાવીસ કવલનો આહાર હોય તો મધ્યમ પ્રાપ્ત ઊણોદરિકા, ત્રેવીશ કે ચોવીશ કવલ આહાર હોય તો જઘન્ય પ્રાપ્ત ઊણોદરિકા.
(૫) કિંચિદૂના ઊણોદરિકા : સાત કે છ કવલ ન્યૂન હોય તો ઉત્કૃષ્ટ કિંચિદ્ધના, પાંચ, ચાર કે ત્રણ કવલ ન્યૂન હોય તો મધ્યમ પ્રાપ્ત ઊણોદરિકા થાય છે અને એક કે બે કવલ ન્યૂન હોય તો જઘન્ય ઊણોદરિકા થાય છે.
પુરુષનો આહાર બત્રીશ કવલ હોય છે. સ્ત્રીનો આહાર અઠ્ઠાવીશ કવલ હોય છે અને નપુંસકનો આહાર ચોવીશ કવલ હોય છે. આ પ્રમાણે પાંચેય પ્રકારની ઊણોદરિકાનો તપ પંદર દિવસે પૂર્ણ થાય છે.
દમયંતી તપ :
એકેક ભગવાનને આશ્રયીને ૨૪-૨૪ આયંબિલ કરાય છે તે દમયંતી તપ આ તપમાં ૫૭૬ આયંબિલ અને ૨૪ પારણા થાય છે. અથવા સળંગ ૫૭૬ આયંબિલ ક૨ીને કરી શકાય છે.