________________
૨૭૨
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
તેમ દોષની નિવૃત્તિ આદિવાળાને મોક્ષ નજીક થાય છે એમ જાણવું જેને મુક્તિપદની પ્રાપ્તિ નથી એવા અભવ્યને તથા જેને મુક્તિપદની પ્રાપ્તિ નજીક નથી એવા દુર્ભવ્યોને આવી પ્રવૃત્તિનો અયોગ હોય છે અર્થાત્ તેઓને દોષની વિરતિ રૂપ પ્રવૃત્તિ હોતી નથી. હવે આશ્રવહારની સંવરણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપનારા બે દષ્ટાંતને કહે છે.
एत्थ य विजयनरिंदो चिलायपुत्तो य तक्खणं चेव । संवरियासवदारत्तणम्मि जाणेज दिटुंता ।।४५०।। अत्र च विजयनरेन्द्रः चिलातिपुत्रश्च तत्क्षणं चैव
संवृताश्रवद्वारत्वे जानीहि दृष्टान्तौ ।।४५०।। ગાથાર્થ : અને અહીં તત્ક્ષણે જ સંવૃત્ત કરાયું છે આશ્રયદ્વાર જેવડે એવા વિજયરાજા અને ચિલાતિપુત્ર એ બે ઉદાહરણો જાણવા.
સુના II : પુનરી વિનયનરેન્દ્રઃ ૨, ૩ - પ્રશ્નઃ આ વિજય રાજા કોણ છે ? ઉત્તર : આ વિજયરાજા કોણ છે તે કથાથી કહેવાય છે.
વિજય રાજાની કથા રાજહંસોથી વિભૂષિત કરાયેલ, શ્રેષ્ઠ સુવર્ણકમળથી યુક્ત, સ્વચ્છપાણીવાળા માનસ સરોવર જેવું, નિર્મળતાનું સ્થાન એવું વિજયવર્ધન નામનું નગર હતું અને વિજયરાજા તેનું પાલન કરે છે. જેના રાજ્યમાં હંમેશા પુષ્પોને જ બાંધવામાં આવતા (અન્યને નહીં) અને ઇન્દ્રિયગણનો જ નિગ્રહ થતો (અન્યનો નહીં). ચંદ્રલેખાની જેમ અકલંક, નિરુપમ લાવણ્ય અને રૂપથી જગતમાં સારભૂત એવી તેની ચંદ્રલેખા નામની પ્રિયા હતી. દેવો પણ રૂપને જોઈને તેના દાસપણાને વાંછે છે અને દેવીઓ પણ તેનું દર્શન થયે છતે પોતાને નિંદે છે. સકળ લોક તેના ગુણસમૂહની પ્રશંસા કરે છે. અજિતેન્દ્રિય એવા ઉજ્જૈનના રાજાએ કોઈપણ રીતે તેના ગુણો સાંભળ્યા. અને જિનશાસનમાં રત એવી તે મહાસતીએ પોતાના પતિને પ્રતિબોધ કરીને શ્રાવકધર્મમાં દઢ પ્રવૃત્ત કર્યો. (૯) પછી ઉર્જની રાજાએ ક્યારેક વિજયરાજાની પાસે દૂત મોકલીને તેની સ્ત્રી ચંદ્રલેખાની માગણી કરી. પછી વિજય રાજાએ કહ્યું કે હે દૂત ! જો કે તારો સ્વામી ઘણાં સૈન્યના વિસ્તારવાળો છે અને અમે અલ્પ સૈન્યના વિસ્તારવાળા છીએ તો પણ તેને એ પ્રમાણે પરસ્ત્રીની પ્રાર્થના પ્રગટપણે કરવી યોગ્ય નથી કેમકે સામાન્ય પુરુષ પણ જીવતા પોતાની સ્ત્રીને અર્પણ કરતો નથી. ઇત્યાદિ કહીને અપમાન કરીને દૂતને કાઢી મુક્યો. તે પોતાના સ્વામીની પાસે જઈને અનેકગણું વધારીને કહે છે. (૧૦) - હવે ગુસ્સે થયેલો, લશ્કરના સમૂહથી યુક્ત એવો તે વિજય રાજાની ઉપર ચડાઈ કરે છે. વિજય રાજા પણ
સ્વદેશના સીમાડા પર તેની સન્મુખ આવીને મળ્યો અને અતિ મોટું યુદ્ધ લાગ્યું. સમુદ્ર જેવા ઉજ્જૈની રાજાના સૈન્ય આગળ વિજયનું સૈન્ય સકતુની મુઢિ જેટલું છે તો પણ ક્ષત્રિયવૃત્તિને આચરતા યુદ્ધમાં પીછે હઠ ન કરી. યુદ્ધ કરતો વિજય રાજા ક્ષણથી અલ્પ સૈન્યવાળો થયો અને શસ્ત્રોના ઘાતોથી ભેદાયો. અવશ્ય કરવાનું છે એમ જાણી સંગ્રામ ભૂમિથી હાથીને બહાર કાઢે છે અને હાથી પરથી નીચે ઊતરી પંચમુષ્ટિ લોચ કરીને તથા સર્વ આશ્રદ્વારનો સંવર કરીને, સિદ્ધાદિની સાક્ષીમાં સર્વ સાવઘનું પચ્ચખાણ કરીને સ્થાણુંની જેમ ઊદ્ધ દેહવાળો ત્યાં કાઉસ્સગ્નમાં રહે છે.