________________
૨૭૦
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
પ્રશ્ન : આ સર્વ પણ આશ્રયોને એકી સાથે કેવી રીતે અટકાવી શકાય ? તેથી તેના અટકાવ માટે સંક્ષિપ્ત સાધારણ ઉપાયને જાણવો. ઉત્તર: નીચેની ગાથાથી આનો જવાબ આપે છે.
निग्गहिएहिं कसाएहिं आसवा मूलओ निरुब्भंति ।
अहियाहारे मुक्के रोगा इव आउरजणस्स ।।४४५।। निगृहीतैः कषायैः आश्रवा मूलतो निरुध्यन्ते
अहिताहारे मुक्ते रोगा इवातुरजनस्य ।।४४५।। ગાથાર્થ : રોગી જનના રોગો જેમ અપથ્ય આહારના ત્યાગથી મુકાય છે તેમ નિગ્રહ કરાયેલ . કષાયોથી આશ્રવધારો મૂળથી બંધ થાય છે. (૪૪૫)
कषायैः क्रोधादिभिर्निरुद्धरन्ये सर्वेऽप्याश्रवा एकहेलयैव निरुध्यन्ते, कषायाणामेव सर्वानर्थमूलत्वात्, 'नं हि लोभादीनन्तरेण कोऽपि हिंसामृषास्तेयादिषु प्रवर्त्तते, इत्यतोऽपथ्याहारनिरोधे रोगा इवातुरजनस्स कषायनिरोधे सर्वेऽप्याश्रवा मूलत एव निरुध्यन्त इति ।। भवत्वेवं, किन्तु त एव कषायाः कथं निरुध्यन्त इति कथ्यताम् ?, ગટર –
ટીકાર્થ : ક્રોધાદિ કષાયોને અટકાવવાથી બાકીના સર્વે પણ આશ્રવદ્વારા એક હેલાથી અટકાવાય છે. કષાયો જ સર્વ અનર્થનું મૂળ છે. લોભાદિ કષાયોના ઉદય વિના કોઈપણ જીવ હિંસા-મૃષા-ચોરી આદિ પાપોમાં પ્રવર્તતો નથી. જેવી રીતે અપથ્ય આહારના ત્યાગથી રોગીના રોગો દૂર થાય છે તેવી રીતે કષાયના ઉપશમથી સર્વે પણ આશ્રવો મૂળથી અટકે છે. પ્રશ્ન : ભલે તેમ થાઓ પરંતુ તે જ કષાયો કેવી રીતે અટકાવાય તે કહો. ઉત્તરઃ નીચેની ગાથાથી તેનો જવાબ આપે છે.
संभंति तेऽवि तवपसमझाणसन्नाणचरणकरणेहिं । . अइबलिणोऽवि कसाया कसिणभुयंग ब्व मंतेहिं ।।४४६।। रुध्यन्ते तेऽपि तपः प्रशमध्यानसज्ज्ञानचरणकरणः
अतिबलिनोऽपि कषायाः कृष्णभुजंगा इव मन्त्रैः ।।४४६।। ગાથાર્થ જેવી રીતે કાળો સાપ મંત્રોથી વશ થાય છે તેમ તપ-પ્રશમ-ધ્યાન-સમ્યજ્ઞાન-ચરણ કરણોથી અતિબલવાન પણ તે કષાયો શાંત કરાય છે. (૪૪૬)
प्रतीतार्था ।। इंद्रिययोगानां विशेषतोऽतिबलिष्ठाश्रवद्वारत्वात्तनिरोधेऽनुशास्तिप्रदानेन गुणविशेषं प्रदर्शयद्भिर्विशेषतः सर्वदैवाऽऽत्मीयो जीवः प्रवर्तनीय इति दर्शयति -
ચરણ સિત્તરી સંયમ : ૫ મહાવ્રત, ૧૦ સાધુધર્મ, ૧૭ સંયમ, ૧૦ વૈયાવચ્ચ, ૯ શિયલનીવાડ, ૩ રત્નત્રયી ૧૨-તપ, ૪ કષાય નિગ્રહ આ ચરણ સિત્તરીના સિત્તેર ભેદો નિરંતર આચરવા લાયક મૂળ ગુણો છે. કરણ સિત્તરી : ૪ વસ્ત્ર-પાત્ર-પિંડ અને વસ્તિની શુદ્ધિ, ૫ સમિતિ, ૧૨-ભાવના, ૧૨ પડિમાં ૫-ઇન્દ્રિય નિરોધ, ૨૫ પડિલેહણ, ૩ ગુપ્તિ, ૪ દ્રવ્યક્ષેત્ર, કાળ અને ભાવથી અભિગ્રહ. કારણે આચરવા લાયક કરણ સિત્તરીના ઉત્તર ગુણો છે.