________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
૨૪૧.
अक्षरार्थः सुगम एव । भावार्थस्तु कथानकादवसेयः, तश्छेदम् - અક્ષરાર્થ સુગમ છે ભાવાર્થ કથાનકથી જાણવું.
સુકોશલ મુનિવરનું કથાનક જગત પ્રસિદ્ધ ઇક્વાકુવંશમાં શ્રી ઋષભ જિનેશ્વર પછી અસંખ્યાતા રાજાઓ થયાં પછી સાકેતપુર નગરમાં વિજયનામનો રાજા થયો. તેને હિમચૂલા નામની સ્ત્રી હતી અને બે પુત્રો હતા. મોટો પુત્ર વજબાહુ નાનો પુત્ર પુરંદર હતો:
અને આ બાજુ, નાગપુર નગરમાં ઇન્દ્રવાહન રાજા હતો. તેની મનોરમા પુત્રીને પરણીને વજબાહુ મોટી સામગ્રીથી પોતાના નગર તરફ પાછો ફર્યો અને તેની સાથે વળતા સાળો ઉદયસુંદરકુમાર આવે છે. પછી ક્રમથી વસંતગિરિ પર્વતની નજીકમાં આવ્યો અને તે પર્વતની વિશાલ શિલાતલ ઉપર સૂર્યની સન્મુખ ઊર્ધ્વબાહુ કરીને આતાપના લેતા એક સાધુને જોયા. પછી વજબાહુ કહે છે કે આ જ મુનિવર જગતમાં ધન્ય છે જેણે સર્વ સંગને તજી દીધો છે તપથી શરીરને કૃશ કર્યું છે. કામદેવને જીતી લીધો છે. (૭) વિપુલ તપને આચરે છે આત્મામાં સંલીન રહે છે. સંસારભાવથી મુકાયેલો છે. સ્વાધ્યાયમાં તત્પર છે. હવે ઉદયસુંદરે મશ્કરીથી કહ્યું કે શું તું પણ અહીં દીક્ષા લેવાનો છે કે જેથી આ ઉત્તમ સાધુની આ પ્રમાણે પ્રશંસા કરે છે ? હવે વજબાહુ કહે છે કે હું તેને (દીક્ષાને) ચિત્તમાં વિચારું છું. પછી સાળો કહે છે કે તું જો આ સાધુને બીજો થઈશ તો હું તને બીજો થઈશ. (અર્થાત્ તું જો આ સાધુપાસે દીક્ષા લઈશ તો હું પણ તારી સાથે દીક્ષા લઈશ.) પછી વજબાહુ કહે છે કે તું તારા વચનને યાદ કરજે ફોક ન કરીશ. (અર્થાતુ પોતે બોલેલા વચનનું પાલન કરજે.) વગેરે કહીને બંને પણ સાધુની પાસે ગયા. સાધુએ સંવેગના સારને ઉત્પન્ન કરનારો ધર્મ કહ્યો. વજબાહુ મનોરમાની સાથે દીક્ષા લે છે. ઉદયસુંદર વગેરે બીજા છવ્વીસ રાજકુમારો તે અતિશય જ્ઞાનીની પાસે જ દીક્ષા ગ્રહણ કરે છે. (૧૩) તેને સાંભળીને વિજયરાજા વિચારે છે કે તે બાળે પણ દીક્ષા લીધી જ્યારે હું જરાથી જર્જરિત થયેલ શરીરવાળો પણ સંસારમાં રહું છું, પુરંદરને રાજ્યપર સ્થાપીને તે પણ દીક્ષા ગ્રહણ કરે છે. રાજ્યનું પાલન કરતા પુરંદરને કાળથી કીર્તિધર નામનો પુત્ર થયો. પુરંદર રાજા પણ તેને રાજ્યભાર સોંપીને દીક્ષા લે છે.
પછી કીર્તિધર રાજા પોતાની ભાર્યા સહદેવીની સાથે વિષય સુખોને ભોગવતો ન્યાયથી રાજ્યનું પાલન કરે છે. કોઈ વખત રાહુથી ગ્રસાતા સૂર્યમંડળને જુએ છે. પછી સંવેગને પામેલો મનમાં આ પ્રમાણે વિચારે છે કે
જેણે ભુવનમાં તળને પ્રકાશિત કર્યું છે, સર્વ ગ્રહોના સમૂહના તેજને જેણે ઝાંખુ કર્યું છે એવો દુષ્પક્ષ સૂર્ય પણ જો આવી અવસ્થાને પામે છે તો અમારા જેવા નિમ્નપુરુષોની અહીં શું ગણના છે ? સંપૂર્ણ જગતની વિરુદ્ધ તે શરીર થાય તે પૂર્વે પૂર્વપુરુષોએ સેવેલી જિનદીક્ષાને હું સેવું. (અર્થાત્ આ મારું શરીર મરણને શરણ થાય તે પૂર્વે દીક્ષા આરાધીને કલ્યાણ સાધી લેવું જોઈએ.) આ અભિપ્રાયને મંત્રીઓએ જાણ્યો એટલે તેઓએ તેને કહ્યું કે હે દેવ!જ્યાં સુધી આપને પુત્રની પ્રાપ્તિ થાય ત્યાં સુધી રાહ જુઓ. પછી તેઓના આગ્રહથી તે કષ્ટથી દિવસો પસાર કરે છે. સહદેવીને પુત્ર થયો. મંત્રીઓએ તેને છૂપાવી દીધો. ગુપ્ત રીતે રખાયેલો એવો તે મોટો થાય છે અને તેનું નામ સુકોશલ રાખ્યું. (૨૩) હવે કીર્તિધર રાજાએ કોઈક રીતે આ હકીકત જાણી અને તેને રાજ્ય સોંપીને શ્રી વિજયસેનની પાસે દીક્ષા લીધી. પછી સુકોશલ રાજા રાજ્યનું પાલન કરે છે અને કીર્તિધર મુનિ પણ