________________
૧૬૪
ભવ ભાવના પ્રકરણ ભાગ-૨
જેવા લાલ નખ અને સર્વ લક્ષણોથી લક્ષિત, કાચબા જેવા ઉન્નત ચરણોથી યુક્ત, સુશ્લિષ્ટ પગના મણિબંધથી યુક્ત, હરણ જેવી જંઘાથી યુક્ત, હાથીની સૂંઢ જેવી સાથળથી યુક્ત, સિંહના કટિ જેવા કટિતળથી યુક્ત, ગંગા નદીના આવર્ત જેવા દક્ષિણાવર્ત જેવી નાભિથી યુક્ત, શ્રેષ્ઠ વજના વળાંક જેવા મધ્યભાગથી યુક્ત, ઉન્નત કુક્ષિથી યુક્ત, સુશ્લિષ્ટ મત્સ્યના ઉદર જેવા ઉદરથી યુક્ત, સુવર્ણની શિલાતળ જેવી છાતીથી યુક્ત, નગરની શેરીના દરવાજા પર લટકતા અર્ગલા જેવા લટકતા હાથથી યુક્ત, શ્રેષ્ઠ બળદના ઉન્નત બંધ જેવા ખંધથી યુક્ત, ચાર આંગળ કંબુ જેવી ડોકથી યુક્ત, વાઘની દાઢી જેવી દાઢીથી યુક્ત, બિંબીફળ જેવા હોઠથી યુક્ત, ચંદ્ર સમાન ગાલથી યુક્ત, મચકુંદના પાંદડાં જેવા સફેદ દાંતથી યુક્ત, ગરૂડની ચાંચની સરળતા સમાન સરળ નાકથી યુક્ત, પદ્મદળ જેવી દીર્ઘ આંખોથી યુક્ત, કામદેવના ધનુષ્ય જેવી કુટિલ (વક્ર) ભૂકુટિથી યુક્ત, કામદેવના હિંચકા સમાન કાનથી યુક્ત, આઠમના ચંદ્ર જેવા ભાલતળથી યુક્ત, ચક્રવર્તીના છત્ર જેવા ગોળ મસ્તકથી યુક્ત, કાજળ અને વાદળ જેવા શ્યામ મૃદુવાળથી યુક્ત, પુનમના ચંદ્ર જેવા મુખથી યુક્ત, વર્ષાકાળના ગર્જના કરતા મેઘ સમાન ગંભીર અવાજથી યુક્ત, ચંદ્ર જેવી સૌમ્યતાથી યુક્ત, સૂર્ય જેવી કાંતિથી યુક્ત, સુવર્ણ જેવી કાંતિથી યુક્ત, હાથના તળીયા ચંદ્ર-સૂર્ય-શંખાદિ લક્ષણોથી યુક્ત, વજઋષભ સંઘયણવાળા, સમચતુરસ સંસ્થાનવાળા, લાવણ્ય અને રૂપના નિધિ, દર્શન માત્રથી લોકને આનંદ ઉત્પન્ન કરનારા, યૌવનના પ્રારંભમાં આવા પ્રકારના ગુણોના સમૂહવાળા હોય તો પણ તેઓ કોઢ , અને ક્ષય પ્રમુખ ભયંકર રોગોથી, ક્ષણથી એવા પીડાય છે કે, નૃપવિક્રમ રાજપુત્રની જેમ શોચનીય થાય છે. (૨૮૭ થી ૨૯૬) ___ अन्ये तु प्रथम एव यौवनारम्भे शोणा-आरक्ता नखा येषु तानि सकललक्षणलक्षितानि कूर्मवदुन्नतानि च पदानि पादा इत्यर्थः तैः संयुक्त भूत्या क्षणमात्रेणैव कुष्ठक्षयादिरोगैस्तथा विधुरीक्रियन्ते यथा राजतनयनृपविक्रमवत् सकलजनशोचनीया भवन्तीति नवमदशमगाथयोः सम्बन्धः । कथंभूतैः पदैरित्याह-रक्तोत्पलपत्रवत् कोमलानि तलानि येषु तानि तथा तैः । पुनरपि कथंभूता भूत्वा ते रोगैविधुरिक्रियन्ते ? इत्याह-सुश्लिष्टौ गूढौ-चरणमणिबन्धो येषां ते तथा, एणी हरिणी तस्या एव जंघे येषां ते तथा, गजेन्द्रस्य हस्तः-करस्तद्ववृत्तौ चानुपूर्वीहीनावुरू येषां ते तथा, हरिः-सिंहस्तस्येव विस्तीर्णं कटीतटं येषां ते तथा, 'सुरसलिला' सुरसरिद् गंगेत्यर्थः तस्या आवर्ता जलभ्रमणरूपः दक्षिणावर्त्तः, प्रदक्षिणा सुरसलिलावर्त्तवन्नाभिर्येषां ते तथा, वरं-रूपलक्षणसंपन्नतया प्रधानं वज्रवद्इन्द्रायुधवत् संक्षिप्तं मध्यं येषां ते तथा, उन्नतकुक्षयः, तथा श्लिष्टं-सुसङ्गतं मीनस्य-मत्स्यस्येव उदरं येषां ते तथा, कनकशिलावद विस्तीर्णं वक्षो येषां ते तथा, वरो वृषभस्येवौत्रतत्वात् स्कन्धो येषां ते तथा, चतुरंगुलप्रमाणा या कम्बु:-शंखो वृत्ततया त्रिरेखांकितत्वेन तदुपमया ग्रीवया कलितास्ते तथा, शार्दूलस्य-व्याघ्रस्येव हनुः-चिबुकं येषां ते तथा, बिम्बी-गोल्हा तत्फलवदारक्तोऽधरो येषां ते तथा, शशी-चन्द्रः सम्पूर्णतया कान्तियुक्तत्वेन च तत्समौ कपोलौ येषां ते तथा, कुन्दवद् धवला दशना येषां ते तथा, विहंगाधिपो-गरुडस्तचंचूवत् सरला ऋज्वी समासर्वत्रा-विषमस्वरूपा नासा येषां ते तथा, पद्मदलवदीर्घनयनाः, आरोपितानङ्गधनुरिव कुटिले भूरेखे येषां ते तथा रतिरमणः कामदेवः तस्यान्दोलकसदृशौ श्रवणौ येषां ते तथा, अर्द्धन्दुप्रतिम भालतलं येषां ते तथा, पश्चात् पदद्वयस्य कर्माधारयः भरताधिपः चक्रवर्ती तच्छत्राकारं शिरो येषां ते तथा, कजलं च-घनोश्च-मेघा-तद्वत् कृष्णा; मृदवश्च केशा येषां ते तथा, शेषं सुबोधं ।