________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
सुगमा ।। ततः किमित्याह - ટીકાર્ય ધન ધાન્યાદિ જરાથી રક્ષણ કરી શકે તેમ નથી તેથી શું થાય તેને જણાવતા કહે છે
वलिपलियदुरवलोयं गलंतनयणं घुलंतमुहलालं । रमणीयणहसणिजं एई असरणस्स वुड्डत्तं ।।३६।। वलिपलितदुरवलोकं गलनयनं क्षरन्मुखलालं ।
रमणीजनहसनीयं एति अशरणस्य वृद्धत्वम् ।।३६।। ગાથાર્થ : કરચલી અને સફેદવાળવાળું, ગળતી આંખોવાળું, લાળપડતી મુખવાળું અને સ્ત્રીવર્ગને હસવા યોગ્ય એવું વૃદ્ધપણું અશરણ જીવની પાસે જલદીથી દોડી આવે છે. (૩૬) सुबोधा ।। अन्यथा स्थितस्य वस्तुनोऽन्यथा करणे इन्द्रजालिनीव समर्था जरेति दर्शयति -
અવતરણીકાઃ અન્ય સ્વરૂપમાં રહેલી વસ્તુને અન્ય સ્વરૂપમાં પલાટવવા જરા ઇન્દ્રજાળની જેમ સમર્થ છે તેને દર્શાવતા કહે છે કે
ज़रइंदयालिणीए का वि हयासाए असरिसा सत्ती । कसिणा वि कुणइ केसा मालइकुसुमेहिं अविसेसा ।।३७।। जरेन्द्रजालिन्याः काऽपि हताशाया: असदृशा शक्तिः ।
कृष्णानपि करोति केशान् मालतीकुसुमैरविशेषान् ।।३७।। ગાથાર્થ: આશાઓને ચૂરનારી જરારૂપી ઇન્દ્રજાલિનીની કોઈપણ અચિંત્ય શક્તિ છે કે કાળા પણ કેશોને માલતીના ફુલોની સમાન સફેદ કરે છે. (૩૭) .. भ्रमरकुलाञ्जनपुञ्जकृष्णानपि केशाँस्तथा कथमपि जरेन्द्रजालिनी शुक्लान् करोति यथा ते मालतीकुसुमैनिर्विशेषा
भवन्ति, मस्तकनिबद्धमालतीकुसुमानां तेषां च शुक्लत्वेन विशेषो नावगम्यत इत्यर्थः ।। राक्षसीव जरा अन्यामपि यां विडम्बनां करोति तां दर्शयति - - ટીકાર્થ : ભ્રમરના સમૂહ તથા કાજળના પુંજ જેવા કાળા પણ કેશોને જરા રૂપી ઇન્દ્રજાલિની કોઈપણ રીતે એવા સફેદ બનાવી દે છે જેથી માલતીના ફુલો સમાન સફેદ થાય છે. મસ્તકમાં બંધાયેલા માલતીના
ફુલોની અને કેશોની સફેદાઈમાં કોઈ ભેદ જણાતો નથી એ પ્રમાણે ભાવાર્થ છે. - રાક્ષસીની જેમ જરા બીજી પણ જે વિડંબના કરે છે તેને જણાવે છે
. दलइ बलं गलइ सुइं पाडइ दसणे निरंभए दिढेि ।
जररक्खसी बलीण वि भंजइ पिढेि पि सुसिलिटुं ।।३८।। दलयति बलं गलयति श्रुतिं पातयति दशनान् निरुणद्धि दृष्टिम् । जराराक्षसी बलिनामपि भनक्ति पृष्टिमपि सुश्लिष्ठाम् ।।३८।।