________________
શ્યાતાઠમંજરી
' अत्र च श्री वर्धमानमिति विशेषणतया यद् व्याख्यातं तदयोगव्यवच्छेदाभिधानप्रथमद्वात्रिंशिकाप्रथमकाव्य तृतीयपादवर्तमानं ' श्री वर्धमानाभिधमात्मरूपम्' इति विशेष्यबुद्धौ संप्रधार्य विज्ञेयम् । तत्र हि आत्मरूपमिति विशेष्यपदम्, प्रकृष्ट आत्मा आत्मरूपस्तं परमात्मानमिति यावत् । आवृत्या वा विशेषणमपि विशेष्यतया व्याख्येयम् ।'
યોગશાસ્ત્રવૃત્તિ/ પ્રમાણમીમાંસા વૃત્તિ આદિ ગ્રન્થોની પૂર્વે આ બંને સ્તોત્રોની રચના થઇ છે તેમ તેમાં આવતા તેના ઉદ્ધરણો પરથી જણાય છે.
સ્તોત્ર સાહિત્ય-તર્ક સાહિત્ય
કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ મહારાજનું અયોગવ્યવચ્છેદદ્વાત્રિંશિકા સ્તોત્ર સ્તુતિ અને તર્ક ઉભયને લગતુ હોવાથી અત્રે આચાર્યશ્રી વિરચિત સ્તુતિ અને તર્ક વિષયક સાહિત્યની માહિતી આપવામાં આવે છે.
સ્તોત્ર-તર્ક સાહિત્ય
(૧) અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિંશિકા
૩૨ પદ્યાત્મક આ સ્તોત્ર શ્રી વર્ધમાન સ્વામીની સ્તુતિરૂપ છે. આમાં અન્યદર્શનો દૂષણોથી ભરપૂર છે તેમજ અન્યદર્શનોના દેવોમાં આપ્તત્વ ઘટતું નથી' તે જણાવેલ છે.
(૨) અયોગચવચ્છેદ ત્રિંશિકા
૩૨ પદ્યાત્મક આ સ્તોત્રમાં શ્રી વર્ધમાન સ્વામીની સ્તુતિ છે તેમજ તીર્થંકરોમાં જ આપ્તત્વ ઘટે છે. અન્યદર્શનના દેવોમાં આપ્તત્વ ઘટતું નથી તે બતાવાયેલ છે.
(૩) વીતરાગસ્તોત્ર
ભકિતભાવથી ભરપૂર અને દાર્શનિક ઝળકથી શોભતું આ સ્તોત્ર ૨૦ પ્રકાશમાં વિભક્ત છે. તેમાં કુલ ૧૮૮ પો છે.
સ્તોત્ર સાહિત્ય
(૪) સક્લાર્હત્ સ્તોત્ર
આ સ્તોત્ર કુલ ૩૩ પધોનું છે. તેમાંથી પ્રથમના ૨૫ પધો અને ૨૭મું પદ્યે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના પ્રથમ પર્વમાં મંગલાચરણરૂપે છે અને ૨૬ મું તથા ૩૧ મું પદ્ય પરિશિષ્ટ પર્વના પ્રારંભમાં મંગળશ્લોકો રૂપે છે. ૨૮ થી ૩૦ તથા ૩૨ અને ૩૩ મું પદ્ય અન્યકર્તૃક કહેવાય છે. આમાં પ્રથમના બે પદ્યો દ્વારા આર્હત્ત્વ અને અરિહંતોને વંદન કરાયેલ છે. પછીના પોમાં ૨૪ ભગવાનની સ્તુતિ કરાયેલ છે.
(૫) મહાદેવ સ્તોત્ર
૪૪ પધાત્મક આ સ્તોત્રમાં મહાદેવ કોને કહેવાય તે વાત સમજાવી છે. ૪૩ શ્લોક ‘અનુષ્ટુ’ છંદમાં છે. અંતિમ શ્લોક આર્યાછંદમાં છે.
૧. આ સ્તોત્ર ઉપર આચાર્યશ્રી મલ્લિષણસૂરિ વિરચિત સ્યાદ્વાદમંજરી નામની ટીકા લોકપ્રસિદ્ધ છે. આ સિવાય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે આ સ્તોત્ર ઉપર સ્યાદ્વાદમંજુષા નામની ટીકા રચી હતી જે હજી સુધી અપ્રગટ છે. આની ૧ નકલ મુંબઇના અનંતનાથ જૈન દેરાસરના હસ્તલિખિત જ્ઞાનભંડારમાં હતી પરંતુ ગમે તે કારણે અત્યારે ત્યાંના જ્ઞાનભંડારમાંથી તે ગાયબ થઇ ગઇ છે. તેમજ આ ગ્રન્થની બીજી એક નકલ કોડાય (કચ્છ)ના જૈન જ્ઞાનભંડારમાં છે તેવું સંભળાય છે. જો હોય તો આ ગ્રન્થનું વ્યવસ્થિત સંપાદન કરીને તે બાર પાડવો જોઇએ.
અવલોકન
5