________________
ચાાઠમંજરી
'શાલારે: ય:' (સિ. દે. શ. ૭-૬-૧૧૪) કૃતિ તુલ્યે ‘ય' પ્રત્યયઃ । અમર્ત્યપૂન્યતા ૨ तथाविधगुरूपदेशपरिचर्यापर्याप्तविद्याचरणसम्पन्नानां सामान्यमुनीनामपि न दुर्घटा, अतः तन्निराकरणाय ‘स्वयंभुवम्' इति | विशेषणम् । स्वयम् = आत्मनैव परोपदेशनिरपेक्षतयाऽवगततत्त्वो भवतीति स्वयंभूः = स्वयंसंबुद्धस्तम् ॥
एवंविधं चरमजिनेन्द्रं स्तोतुं→ स्तुतिविषयीकर्तुमहं यतिष्ये= यत्नं करिष्यामि । अत्र चाचार्यो भविष्यत्कालप्रयोगेण योगिनामप्यशक्यानुष्ठानं भगवद्गुणस्तवनं मन्यमानः श्रद्धामेव स्तुतिकरणेऽसाधारणं कारणं ज्ञापयन् यत्नकरणमेव मदधीनं न पुनर्यथावस्थितभगवद्गुणस्तवनसिद्धिरिति सूचितवान् । अहमिति च गतार्थत्वेऽपि परोपदेशान्यानुवृत्त्यादिनिरपेक्षतया શંકા :– શ્રી વર્ધમાન’પદ વિશેષ્યપદ હોવાથી તેની સાર્થકતાનો વિચાર કરવાનો અવકાશ જ કયાં છે ? સમાધાન :– ‘શ્રી વર્ધમાન' પદવિશેષ્યપદ હોવા છતાં ઉપરોક્ત હેતુથી તે પદનું સાર્થક વિશેષણપદ તરીકે વ્યાખ્યાન કરવામાં દ્વેષ નથી. શ્રી વર્ધમાન-ચોત્રીસ અતિશયોરૂપ ઐશ્વર્યને અનુભવવારૂપ ભાવઆર્હત્ય લક્ષ્મીથી વધવાના સ્વભાવવાળા.(૪ સહજ-૧૧ કર્મક્ષયથી+૧૯ દેવકૃત-૩૪ અતિશય)
અતિશયોની અનંતતા
શંકા :– સિદ્ધાંતમાં ભગવાનના અતિશયો અત્યંત પરિમિત બતાવ્યા છે. તેથી આ પરિમિત અતિશયોરૂપ સમૃદ્ધિથી વધવાવાળા કહેવું એ શું સંગત છે ?
સમાધાન : નિશીથચૂર્ણિમાં (૧૭માં ઉદ્દેશામાં) ભગવાનના બાહ્યલક્ષણો એક હજાર આઠ(૧૦૦૮) બતાવ્યા બાદ ઉપલક્ષણથી સત્ત્વ-ધીરતા વગેરે અંતરંગ લક્ષણો અનંતા બતાવ્યા છે. તે જ પ્રમાણે ભગવાનના બાહ્ય અતિશયો ચોત્રીસ હોવા છતાં એના ઉપલક્ષણથી અંતરંગ અતિશયો અનંતા સમજવાના છે. તેથી ભગવાનને અંતરંગ અનંતા અતિશયોથી વધતા કહેવામાં જરાય દોષ નથી. (અતિશય=અન્ય વ્યક્તિમાં ન સંભવે તેવું ઐશ્વર્ય. ભગવાનના સત્ત્વ વગેરે ગુણો પણ અનન્ય સાધારણ હોવાથી (અંતરંગ)અતિશયરૂપ છે તેમ માનવામાં દ્વેષ નથી.) ‘જિન' વગેરે વિશેષણોની સાઈના
જો કે ‘અજ્ઞાન’વગેરે પણ દોષો છે. છતાં મુખ્યત્વે મોહનીયકર્મના ઉદયથી પ્રગટતા રાગ વગેરે દોષો જ આત્માની પ્રગતિના બાધક છે. મિથ્યાત્વ મોહનીયકર્મના ઉદયના પ્રભાવે જ નવપૂર્વનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ બને છે. આમ સર્વ દોષોની જનની અને ધાત્રી મોહનીયકર્મની પ્રકૃતિઓ છે. તેથી મોહનીયકર્મની પ્રકૃતિઓનો ઉદય એ જ મુખ્ય દોષરૂપ છે. અગ્યારમાં “ઉપશાન્તમોહ છદ્મસ્થ વીતરાગ" નામના ગુણસ્થાનકે મોહનીયકર્મની આ તમામ પ્રકૃતિઓનો ઉદય અંતર્મુહૂર્ત સુધી અટકી જાય છે. તેથી તેટલા કાળ માટે તે ગુણસ્થાનકે રહેલા જીવોને પણ દોષ વિનાના (=અતીતોષ)કહી શકાય. ‘જિન' પદ લેવાથી આ જીવોનો વ્યવચ્છેદ થાય છે.
શંકા :- ઉપશાન્તમોહ ગુણસ્થાને રહેલા જીવો જો દોષ વિનાના હોય તો, શા માટે તેઓને બાકાત કરો
છો ?
સમાધાન :- આ ગુણસ્થાને રહેલાઓ અલ્પકાળ માટે જ દોષ વિનાના છે. અર્થાત્ તેઓનો અતીતદોષત્વ ગુણ પ્રતિપાતી છે. અને ફરીથી દોષગ્રસ્ત બનનારાઓને આપ્ત તરીકે સ્વીકારી શકાય નહિ. તેથી બારમા વગેરે ગુણસ્થાને રહેલા ‘અપ્રતિપાતી અતીતદોષત્વ' ગુણવાળાઓ જ આપ્ત થવાને લાયક છે. તેથી તે સિવાયના ઉપશાન્તમોહવાળા વગેરે જીવોનો વ્યવચ્છેદ કરવા દ્વારા ‘જિન’ વિશેષણ સાર્થક છે.
૧ પોતાના અર્થનો ત્યાગ કર્યા વિના લક્ષણાસંબંધથી અન્ય અર્થનો બોધ કરાવનાર પદ ઉપલક્ષણ કહેવાય. 'જિન' વગેરે વિશેષણોની સાર્થકતા
9