________________
યાતાઠમંજરી
तत्त्वतोऽस्तित्त्वादीनामेकत्र वस्तुन्येवमभेदवृत्तेरसंभवे कालादिभिर्भिन्नात्मनामभेदोपचारः क्रियते । तदेताभ्यामभेदवृत्त्यभेदोपचाराभ्यां कृत्वा प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मकस्य वस्तुनः समसमयं यदभिधायकं वाक्यं स सकलादेशः प्रमाणवाक्यापरपर्यायः, नयविषयीकृतस्य वस्तुधर्मस्य भेदवृत्तिप्राधान्याद् भेदोपचाराद् वा क्रमेण यदभिधायकं वाक्यं स विकलादेशो नयवाक्यापरपर्यायः । इति स्थितम् । ततः साधूक्तम् आदेशभेदोदित्तसप्तभङ्गम् ॥ કૃતિ ાવ્યાર્થઃ ॥ ૨૩ ||
| ગુણીના તે–તે ગુણો પણ જૂદા જૂદા ક્ષેત્રમાં રહેશે. અથવા દરેક ગુણ પોતાના ગુણીમાં સર્વાંગે વ્યાપ્ત હોવાથી જે ગુણીમાં એક ગુણ ઉપલબ્ધ થાય, ત્યાં અન્ય ગુણ ઉપલબ્ધ થઇ ન શકે. કેમકે બીજા ગુણને રહેવાનો અવકાશ નથી. આમ દરેક ગુણોના ગુણિદેશ જૂદા જૂદા હોવાથી તે અપેક્ષાએ પણ ગુણોમાં ભેદ છે.) (૭) સંસર્ગ :- પ્રત્યેક સંસર્ગીના સંસર્ગો જૂદા-જૂદા છે. (દેવદત્ત જયારે છત્રી ગ્રહણ કરે છે. ત્યારે તેને છત્રીનો સંસર્ગ થાય છે, અને પોતે છત્રીવાળો' પર્યાયને પામે છે. જ્યારે તે છત્રી છોડી લાકડી ગ્રહણ કરે છે, ત્યારે છત્રી અને પોતે એમ બન્ને હોવા છતાં, છત્રીનો સંસર્ગ નષ્ટ થાય છે. તેથી છત્રીવાળો' એ પર્યાય પણ નષ્ટ થાય છે. તથા લાકડીનો સંસર્ગ ઉત્પન્ન થાય છે. અને પોતે ‘લાકડીવાળો' એવા પર્યાયને પ્રાપ્ત કરે છે.. આમ અહીં દેખાય છે કે, છત્રી અને છત્રીવાળા દેવદત્ત વચ્ચે જે સંસર્ગ હતો તે લાકડી અને લાકડીવાળા દેવદત્ત વચ્ચે નથી. આ જ પ્રમાણે પ્રત્યેક ગુણનો પોતાના ગુણી સાથેનો સંસર્ગ જૂū-જૂદો છે. એક જ સંસર્ગથી જૂદા-જૂદા ગુણો પોતપોતાના ગુણીમાં રહી શકે નહિ.) આમ સંસર્ગનાં ભેદથી સંસર્ગી એવા ગુણો અને ગુણીમાં ભેદ સિદ્ધ થાય છે. એટલે સંસર્ગની અપેક્ષાએ પણ ગુણોમાં ભેદ સિદ્ધ થાય છે. (૮) શબ્દ : દરેક શબ્દના વિષયો જૂદા-જૂદા છે. અર્થાત્ એકશબ્દથી એક જ વસ્તુ અને તેનો એક જ પર્યાય જ્ઞાત થઇ શકે. ‘ધટ' શબ્દ ઘટવસ્તુ અને તેના ધટત્વપર્યાયને જ દર્શાવવા સમર્થ છે, અન્યને નહિ. જો એક જ શબ્દથી સર્વ પર્યાયોનો બોધ થઇ શકતો હોય તો (૧) તેને દર્શાવવા માટે વપરાતા બીજા શબ્દો વ્યર્થ થવાની આપત્તિ આવશે. (તથા (૨) એક જ શબ્દનાં જ્ઞાનથી ત્રૈલોકયવર્તી સર્વ વસ્તુઓના સર્વપર્યાયોનો બોધ થવાની આપત્તિ આવે. તથા (૩)તે શબ્દજ્જ્વારા વકતાને કઇ વસ્તુ અને કયો પર્યાય અભિમત છે, તે નક્કી થઇ શકે નહિ. તેથી (૪) વકતાના તાત્પર્યનું જ્ઞાન ન થાય અને તેથી (૫) તે મુજબ પ્રવૃત્તિ પણ થઇ શકે નહિ. આમ ધણી આપત્તિઓથી દૂષિત હોવાથી ‘એક શબ્દ સર્વપર્યાયોનો બોધ કરાવી શકે એ સંગત બનતું નથી. તેથી સિદ્ધ થાય છે કે, દરેક પર્યાયના વાચક શબ્દો પણ જૂદા-જૂદા છે.) આમ શબ્દની અપેક્ષાએ પણ ગુણોમાં ભેદ સિદ્ધ થાય છે.
આમ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ કાલાદિઆઠદ્વારા સર્વગુણો વચ્ચે અભેદ સિદ્ધ થાય છે. અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ એજ આઠદ્વારા સર્વગુણો વચ્ચે ભેદ સિદ્ધ થાય છે.
આમ પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ એક વસ્તુમાં રહેલા અનંત ગુણોની કાલાદિ આઠદ્વારા અભેદવૃત્તિ પરમાર્થથી અસંભવિત છે. તેથી ત્યારે કાલાદિઆઠદ્વારા અભેદનો ઉપચાર કરવામાં આવે છે, આમ પ્રમાણથી અનન્તધર્મોથી યુક્તરૂપે જ્ઞાત થયેલી વસ્તુનું અભેદવૃત્તિ કે અભેદઉપચારદ્વારા એકસાથે અભિધાન કરતું વચન સકળાદેશ કહેવાય છે. તે ‘પ્રમાણવાકય' તરીકે પણ ઓળખાય છે. નયના વિષય બનતા ધર્મનું ભેદવૃત્તિ કે ભેદઉપચારથી ક્રમશ: વિધાન કરતું વચન વિકલાદેશ કહેવાય છે. તે જ ‘નયવાકય' પણ કહેવાય છે.
તેથી “આદેશના ભેદથી સપ્તભંગી ઉત્પન્ન થાય છે.” ઇત્યાદિવચન સંગત જ છે. ॥ ૨૩ ॥
કાવ્ય-૨૩
:: 280