________________
સ્થાકુટમંજરી यदपि धर्मोत्तरेण "अर्थसारूप्यमस्य प्रमाणम् । तद्वशादर्थप्रतीतिसिद्धेः" इति न्यायबिन्दुसूत्रं विवृण्वता भणितम्“नीलनिर्भासं हि विज्ञानं, यतस्तस्माद् नीलस्य प्रतीतिरवसीयते । येभ्यो हि चक्षुरादिभ्यो ज्ञानमुत्पद्यते, न तद्वशात् तज्ज्ञानं नीलस्य संवेदनं शक्यतेऽवस्थापयितुं नीलसदृशं त्वनुभूयमानं नीलस्य संवेदनमवस्थाप्यते । न चात्र | जन्यजनकभावनिबन्धनः साध्यसाधनभावः, येनैकस्मिन् वस्तुनि विरोधः स्यात् । अपि तु व्यवस्थाप्यव्यवस्थापकभावेन। सतत एकस्य वस्तुनः किञ्चिद्रूपं प्रमाणं, किञ्चित् प्रमाणफलं न विरुध्यते । व्यवस्थापनहेतुर्हि सारूप्यं तस्य ज्ञानस्य व्यवस्थाप्यं च नीलसंवेदनस्यम्' इत्यादि ॥
શંકા:- પ્રમાણ એ પ્રમાણફળ પ્રમિતિનો જનક જોઈ સાધન છે. અને પ્રમિતિ એ પ્રમાણથી જન્ય હોઈ સાધ્ય છે. આમ પ્રમાણ-પ્રમિતિ વચ્ચે જન્ય-જનકભાવ છે. અને જન્યજનકભાવ બે ભિન્ન વચ્ચે જ ઘટે. તેથી જે પ્રમાણ-પ્રમિતિ પરસ્પર અભિન્ન હોય, તો બન્ને વચ્ચે સાધ્ય સાધનભાવ શી રીતે સૂપપન્ન બને?
સમાધાન :- અમે જન્યજનકભાવથી સાધ્યસાધનભાવ માનતા નથી. પરંતુ વ્યવસ્થાપ્ય-વ્યવસ્થાપકભાવથી સાધ્ય સાધનભાવ માનીએ છીએ. ચક્ષુવગેરે તેવી પ્રતીતિના જનક હોવા છતાં આ પ્રતીતિ નીલની છે, પીતની નથી' એવી વ્યવસ્થા કરવામાં અસમર્થ છે. તેથી પ્રમાણ બની ન શકે. જ્ઞાનમાં અર્થની સરૂપતાસદેશતા આવતી હોવાથી જ તે “આ નીલની પ્રતીતિ છે, પીતની નથી એવી વ્યવસ્થા કરી શકે છે. તેથી અહીં સાધ્યસાધનભાવમાં જન્ય-જનકભાવ હેત નથી, પરંતુ વ્યવસ્થાપ્ય-વ્યવસ્થાપકભાવ જ હેતુ છે, અને એક જ વસ્તુનાં આ બે અંશ હવામાં વિરોધ નથી. તેથી જ્ઞાનનું સારૂપ્ય એ વ્યવસ્થાપક પ્રમાણ છે અને નીલરંવેદનાદિરૂપ અર્થપ્રતીતિ એ વ્યવસ્થાપ્ય સાધ્ય-પ્રમિતિ પ્રમાણફળ છે એમ સિદ્ધ થાય છે.
વ્યવસ્થાપ્ય-વ્યવસ્થાપકભાવ અસિદ્ધ-જૈન આ બધું પણ સારહીન છે. બૌદ્ધમતે સર્વપદાર્થો ક્ષણિક હેવાથી તેઓનો “ક્ષણ' તરીકે જ વ્યપદેશ થાય છે. આ દરેક ક્ષણો નિરંશ છે. અર્થાત બે કે વધુ અંશો વિનાના છે, કારણ કે દરેક ક્ષણો એક જ સ્વભાવી તરીકે માન્ય છે. તેથી જ્ઞાનક્ષણ પણ નિરંશ છે. આવા જ્ઞાનક્ષણમાં વ્યવસ્થાપ્ય–વ્યવસ્થાપકાત્મક બે સ્વભાવ ઘટી ન શકે. (એક જ અંશે સ્વરૂપે બે સ્વભાવ હોઈ શકે નહિ. જેટલા સ્વભાવ એટલા સ્વરૂપ (અંશ) ન માનવામાં તો સંકર-અતિપ્રસંગાદિ દોષો આવે. ઘટમાં ઘટવધર્મ જે અંશથી છે તે જ અંશથી પૃથ્વીત્વધર્મ નથી, પણ જૂદા અંશે છે તે પ્રસિદ્ધ છે. એમ અહીં પણ જે જ્ઞાનમાં ઉપરોક્ત બે સ્વભાવ = ધર્મ માનવા ય, તો બે જૂઘ અંશ ૫વા પડે. નિરંશજ્ઞાનક્ષણમાં તે સંભવી શકે નહિ, અન્યથા નિરંશક્ષણકલ્પના નષ્ટ થઇ જાય.) વળી વ્યવસ્થાપ્ય-વ્યવસ્થાપકભાવ સંબંધરૂપ છે તેમ તમને પણ ઈષ્ટ છે. સંબંધ હંમેશા દ્વિષ્ઠ (-બે ધર્મમાં રહેનારો)હેવાથી એક જ જ્ઞાનક્ષણરૂપ નિરંશધર્મીમાં રહે શકે નહિ.
અર્થકારતાથી પણ અભેદની અસિદ્ધિ શું તથા અર્થસારૂપ્ય અર્થકારતારૂપ છે.આ અર્થકારતા (અર્થના જેવા આકારપણું) નિશ્ચયરૂપ છે કે
અનિશ્ચયરૂપ? જો નિશ્ચયરૂપ છે, તો તે જ વ્યવસ્થાપક છે. અર્થાત અર્થસારુણ્વરૂપ વ્યવસ્થાપક (પ્રમાણ) પોતે જ નિશ્ચયરૂપ (Gફળ વ્યવસ્થાપ્ય) પણ હોવાથી તેનાથી જ ઉભયકાર્ય (પ્રમાણ-ફળ)સરી જતું હોવાથી એક વ્યવસ્થાપક અને અન્ય વ્યવસ્થાપ્ય એમ ઉભય કલ્પનાની કોઈ આવશ્યકતા રહેતી નથી. હવે જો “અર્થકારતા નિશ્ચયરૂપ નથી' એમ કહેશો તો વ્યવસ્થાપક પોતે અનિશ્ચિત લેવાથી નીલાદિ સંવેદનનો શી રીતે નિશ્ચય કરી શકશે? અનિશ્ચિતપ્રમાણ નિશ્ચિતપ્રમિતિ સાધન બને એ વાત સંભવતી નથી. વળી આ અર્થકારતા
શબ્દથી તમારું તાત્પર્ય શું છે? (૧)શું અર્થગ્રહણપરિણામ? કે પછી (૨)અર્થકારધારકપણે? જો પ્રથમ પક્ષ . ફરી દર્શાવ્યો, તો સિદ્ધસાધનદોષ છે; કારણ કે અર્થકારતા “જ્ઞાનનો અર્થને ગ્રહણ કરવાનો પરિણામ એવું :28. સાવિત્રી - ૨૦, ૨૧. ૨. સાવિત્રી - ૨૨ ઘ ઉdવૃત્તી |
અર્થકારતાથી પણ અભેદની અસિદ્ધિ