________________
-----
--------
જk
:::::
पितॄणां पुनः प्रोतिरनैकान्तिको श्राद्धादिविधानेनापि भूयसां सन्तानवृद्धेरनुपलब्धेः, तदविधानेऽपि च केषाञ्चिद् गर्दभशूकराजाँदोनामिव सुतरां तद्दर्शनात्। ततश्च श्राद्धादिविधानं मुग्धजनविप्रतारणमात्रफलमेव। ये हि लोकान्तरं प्राप्तास्ते तावत् स्वकृतसुकृतदुष्कृतकर्मानुसारेण सुरनारकादिगतिषु सुखमसुखं वा भुञ्जाना एवासते ते कथमिव तनयादिभिरावर्जितं पिण्डमुपभोक्तुं स्पृहयालवोऽपि स्युः । तथा च युष्मद्यूथिनः पठन्ति – “मृतानामपि जन्तूनां श्राद्धं चेत् तृप्तिकारणम्। तन्निर्वाणप्रदीपस्य स्नेहः संवर्धयेच्छिखाम्" ॥ इति । कथं च श्राद्धविधानाधर्जितं पुण्यं तेषां समोपमुपैतु, तस्य तदन्यकृतत्वात् जडत्वाद् निश्चरणत्वाच्च ॥ આમ શ્રાદ્ધાદિજન્ય પુણ્યને પોતાનાં પુણ્ય તરીકે નીં વિચારતા પુત્રને તે પુણ્ય પ્રાપ્ત થશે જ નહિ. તેમજ પૂર્વજોને તે પુણ્યનો ઉપયોગ ન હોવાથી તેમને પણ એ પુણ્ય પ્રાપ્ત થશે નહિ. તેથી બેમાંથી કોઈનું નહિ થયેલું છું તે પુણ્યત્રિશંકુની જેમ વચ્ચે જ નાશ પામશે. વળી વાસ્તવમાં તો આ પુણ્ય પાપાનુબન્ધિ પુણ્યરૂપવાથી પાપરૂપ જ છે. (જે પુણ્યના ઉદયમાં પાપનો બંધ થાય તે પાપાનુબંધિ પુણ્ય.)
પૂર્વપલ :- બ્રાહ્મણો જેટલું આરોગશે તેટલું પૂર્વજોને પ્રાપ્ત થશે.
ઉત્તરપલ :- તમારી આ વાત વિસ્વાસજનક નથી. બ્રાહ્મણોએ જ ઉપભોગ કરેલી વસ્તુ પૂર્વજોને પોંચે છું એમાં ખાતરી શી? કેમ કે આ ભોજનથી તો માત્ર બ્રાહ્મણોનું જ પેટ મોટું થયેલું દેખાય છે. અને બ્રાહ્મણોનાં શરીરમાં પૂર્વજોનો સંક્રમ થાય છે. એવી કલ્પના તો શ્રદ્ધાનો વિષય પણ બની શકે તેમ નથી. કેમકે ભોજન વખતે તેઓ બ્રાહ્મણોના પેટમાં સંક્રમિત થાય છે તેવું કોઈને દેખાતું નથી. બલ્ક બ્રાહ્મણો જ તૃપ્ત થયેલાં દેખાય, છે. અને શ્રાદ્ધમાં અત્યંત લોલુપ થઈને મોટા કોળિયાથી ભોજન કરતાં બ્રાહ્મણો સાક્ષાત્મા જેવા લાગતા હોય છે. અર્થાત પ્રેતાદિ બનેલા પૂર્વજોનો સંક્રમ તે દૂર રહો, પણ અતિવૃદ્ધિથી આહાર કરતાં બ્રાહ્મણો પોતે જ પ્રેત જેવા બની જાય છે. તેથી આવા વ્યર્થ શ્રાદ્ધાદિથી સર્યું.
શંકા - ગયા વગેરે તીર્થસ્થાનોમાં પૂર્વજો શ્રાદ્ધાદિની યાચના કરે છે તે બતાવે છે કે પૂર્વજોને શ્રાદ્ધ ઈષ્ટ છે અને તે શ્રાદ્ધથી તેમને લાભ થાય છે.
સમાધાન :- ત્યાં કેટલાક ઠગવાવાળાવિર્ભાગજ્ઞાની વ્યંતરાદિદેવો જ યાચના કરતા તેવો નિશ્ચય કરવો. પૂર્વજોને તો આ બાબતમાં કોઈ નિસબત નથી.
વેદની આગમ તરીકે અસિદ્ધિ યજ્ઞાદિથી દેવતાદિને પ્રત્યાદિ બાબતમાં તમે આગમને પ્રમાણ તરીકે અગાઉ જે દર્શાવ્યું તે પણ અયુક્ત છે. આ આગમ પૌરુષેય છે કે અપૌરુષેય છે? જો પૌરુષેય (પુરુષદ્વારા નિર્મિત)ય, તે સર્વજ્ઞપુરુષ વડે રચિત છે કે અસર્વજ્ઞવડે? સર્વજ્ઞપુરુષથી નિર્મિત છે એ વિ૫તો અગ્રાહ્ય છે. કેમકે તમે કોઈ મનુષ્યને સર્વજ્ઞ તરીકે સ્વીકારતા નથી. તમારોસિદ્ધાંત છે કે, “અતીન્દ્રિય અર્થોને સાક્ષાત જોનાર કોઈ નથી. અતીન્દ્રિયઅર્થોની યથાર્થતાનો નિશ્ચય નિત્ય એવા વેદવાકયોથી જ સિદ્ધ છે.” આગમને જો અસર્વજ્ઞરચિત માનવામાં આવે છે તો કોઇને તેના પર વિશ્વાસ ન બેસે. કેમકે તેમાં ભૂલ થવાનો સંભવ છે, તેથી પૌરુષેયવિલ્પથી તો વેદવાક્યો આગમતરીકે સિદ્ધ થતાં નથી.
(અસર્વજ્ઞએ રચેલા આગમમાં અજ્ઞાન, રાગ કે દ્વેષથી ભૂલ થવાનો સંભવ છે. અલબત્ત, આ ભૂલ સર્વત્ર થાય તેવો એકાંત નથી. પણ આગમના કયા સ્થળે ભૂલ છે? તેનો નિર્ણય ન થાય ત્યાં સુધી સર્વત્ર શંકા રહે. વળી એક સ્થળે ભૂલ ઉપલબ્ધ થયા છે પછી અન્યત્ર પણ તેવી શંકા રહ્યા કરે. માટે અસર્વજ્ઞપ્રણીત આગમ અમાન્ય છે.
8 વેદની આગમતરીકે અસિદ્ધિ જઈ કા કા કા કૌ135)