________________
રાણામંજરી
સબહુમાન સમર્પણ
2NNNNNNNNNNNNN
જેઓશ્રીનું જીવન આંગણ ....
* મમત અને મમતા વગેરે કચરાઓના અભાવથી સ્વચ્છ છે.
* ઉપશમ જળના સિંચનથી સુઘડ છે. * વિશુદ્ધ સમ્યકત્વલિંપણથી સુરમ્ય છે. * ન્યાય, આગમ આદિના તલસ્પર્શી જ્ઞાનપ્રકાશથી ઝાકઝમાળ છે. * વિવિધ અભિગ્રરૂપ આકર્ષક બોર્ડરોથી અને વર્ધમાન આંબેલ ઓળી આદિ પરૂપ વિવિધ રંગોની
મેળવણીથી સરાહનીય બનેલી સુવિશુદ્ધ સંયમ રંગોળીથી સુશોભિત છે. * કારુણ્ય, વૈરાગ્ય, માધ્યચ્ય અને ઔદાસીન્ય સ્વસ્તિકોની સુચનાથી મોહક છે. * ક્ષમા, નમ્રતા, તિતીક્ષા આદિ મનોહર વિકસિત પુષ્પોની ગોઠવણીથી કમનીય છે. * સુવિશુદ્ધબ્રહ્મચર્યાદિ ધૂપસળીના મહેકથી મઘમઘાયમાન છે. કે પરમાત્મા અને પરમાત્મશાસન પ્રત્યેના સમર્પણ-ન્યોચ્છાવરભાવના વાજિંત્રોમાંથી લહેરાતા તથા વિવિધ નયોના તાલબદ્ધ આલાપોથી લયબદ્ધ બનેલા અનેકાંત દેશના સંગીત સરગમના સુઘોષથી
સદા સેવ્ય છે. * પ્રભુભકિત-શ્રદ્ધા-બહુમાનના સુસંવેદનોથી સર્જાયેલા શ્રતિ મનોહર ગીતગૂંજનોથી સુસમાધિકારક
તથા કે જેઓશ્રીની અનરાધાર કૃપાવૃષ્ટિના અકથ્ય ચમત્કારો અનેકવાર અનુભવસિદ્ધ છે. * તેવા, ભવોદધિત્રાતા, પરમોપાસ્ય, અનોપકારી, પરમગુરુદેવશ્રી આચાર્યદેવ શ્રીમદ્વિજય
ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પુનિત કરકમળમાં હૃદયસમર્પણના પ્રતીકરૂપે આ ીિ વન્યરત્નનું સમર્પણ કરતાં અનુભવાતો આનંદ અવર્ણનીય બન્યો છે.
'અજિતશેખરવિજય
- સમર્પણ
છે