________________ ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. (2) વિધિ સંબંધી - વસ્તીવે વા (2-1-93) સૂત્રથી અનંતર પૂર્વસૂત્રવડે કહેલ ન ના લુવિધિના નિષેધનું વિકલ્પ વિધાન કરાય છે. (પણ પરંપરાએ કહેલ તે કારના લુફ વગેરેનું વિકલ્પ વિધાન કરાતું નથી.) જો કે શબ્દ - શક્તિ જ એવી છે કે, વિધિ અને નિષેધ અનંતરનો જ થાય, પણ પરંપર = વ્યવહિત કાર્યનો નહિ. તો પણ તેવી શક્તિનો અનુવાદ કરનારો જ આ ન્યાય છે. જેમકે ‘વિવિત્રા: શબ્દશતઃ' (3/16) વગેરે ન્યાયો શબ્દશક્તિનો અનુવાદ કરનાર છે, તેમ અહિ પણ સમજવું. (3/11) સ્વોપણ વ્યાસ 1. અત્તરનો જ વિધિ’ ત્યારે દર્શાવી શકાય કે જ્યારે પૂર્વે નિષેધ કરેલ વસ્તુનો વિધિ કહેવાય. આથી અહિ અમે પહેલાં નિષેધનું ઉદાહરણ આપ્યું. (3/11) પિરામર્શ * અહિ - ન્યા. મ. ટીકામાં પ્રયોજન કહેલું નથી. કારણકે અન્ય રીતે સિદ્ધ વિધિ જ આ ન્યાય વડે કહેવાય છે. “અનંતરનો જ વિધિ - નિષેધ થાય' એમ કહેવા દ્વારા આસન - પરિભાષાથી વ્યવસ્થાપિત કાર્ય આ ન્યાય વડે કહેવાય છે, એટલે કે અનુવાદ કરાય છે. કહેવાનો આશય એ છે કે, નિષેધ શાસ્ત્રને નિષેધ્યવસ્તુની આકાંક્ષા હોવાથી અને સામીપ્ય હોવાના કારણે પૂર્વમાં ઉપસ્થિત = સ્મરણમાં આવેલ અનંતર વિધિનો નિષેધ થવા વડે ચરિતાર્થતા | સાર્થકતા થયે છતે, વ્યવહિત - પરંપરિત વસ્તુનો નિષેધ કરવામાં સામર્થ્યનો અભાવ જ આ ન્યાયનું બીજ છે. અર્થાત્ તેવા સામર્થ્યના અભાવને કારણે જ પરંપર - વિધિનો નિષેધ થતો નથી, આ પ્રમાણે કેટલાંક વિદ્વાનો કહે છે. આ પ્રમાણે વિધિ અનંતર - વિષયક હોવાની બાબતમાં પણ સમજી લેવું. (3/11) 'રૂ૪. પર્નન્યવક્ષU[પ્રવૃત્તિઃ | રૂ / 12 / ન્યારાર્થ મંજુષા) ન્યાયાર્થ:- લક્ષણની = વ્યાકરણસૂત્રોની પ્રવૃત્તિ પર્જન્ય = વાદળની જેમ (સર્વત્ર) જાણવી. જળ હોય કે સ્થળ હોય, ઉણું હોય કે પૂર્ણ = ભરેલું હોય, એની અપેક્ષા રાખ્યા વિના જ વાદળ હોય સર્વ ઠેકાણે (ખેતર, નદી, મકાન કે સમુદ્રમાં સર્વત્ર) વૃષ્ટિ કરે છે, તેવી જ રીતે લક્ષણનું = વ્યાકરણસૂત્રનું પણ પોતાના વિષયને પામીને સર્વત્ર (વ્યાપીને) - ફળ મળે કે ન મળે તો પણ - પ્રવર્તન કરવા યોગ્ય જ છે. કારણકે અપ્રવૃત્તિ કરવામાં તે સૂત્રના નિરર્થકપણાની આપત્તિ આવે. A. = = = 510 =