________________
અભિપ્રાયને મુખ્ય કારવાથી સમાધિ પ્રાપ્ત થાય છે.
આ રીતે સ્યાદ્વાદના સ્વીકારથી જ સિદ્ધહેમ - વ્યાકરણ પણ સર્વ દર્શનકારોને સાધારણ રૂપે બને છે, આ વાતને પ્રગટ કરતાં સ્વયં કલિકાલ સર્વજ્ઞ ભગવંત જણાવે છે કે, “આ વ્યાકરણ શાસ્ત્ર એ સર્વ પર્ષદાઓ એટલે કે દર્શનકારોને વિષે સાધારણ રૂપે હોવાથી આ વ્યાકરણ શાસ્ત્રમાં સર્વ દર્શનોના
નયોના (અભિપ્રાય વિશેષના) સમુદાય રૂપ સ્યાદ્વાદ | અપેક્ષાવાદનો આશ્રય અત્યંત રમણીય - આલ્હાદક - નિર્દોષ છે.”
અહીં પૂર્વોક્ત હકીકતને દઢ કરવા સ્વરચિત અન્યયોગવ્યવચ્છેદ - ધાર્નિંશિકાના અનેકાંતવાદની સ્તુતિ કરતાં શ્લો. ૩૦ને રજૂ કરતાં કલિકાલ સર્વજ્ઞ ભગવંત કહે છે,
अन्योऽन्यपक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः ।
नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते ॥ પરસ્પર પક્ષ એટલે કે, “આત્મા નિત્ય છે” અને પ્રતિપક્ષ એટલે કે “આત્મા અનિત્ય છે” આવાં એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી ધર્મોને કહેવા જતાં હે પ્રભો ! તારા શાસનને નહીં જાણવાથી બીજા દર્શનવાળા અતિશય અસહિષ્ણુ બનીને જે રીતે ધૂંધવાયેલાં થાય છે, તે રીતે તારા કહેલાં શાસનમાં | શાસ્ત્રમાં જોવા મળતું નથી. કેમકે, નૈગમ આદિ સર્વ નિયોને સામાન્યથી સ્વીકારતું હોવાથી ક્યાંય પણ પક્ષપાતી નથી. રાગ તો શોધ્યો જડતો ન હોવાથી રાગથી વસ્તુનો સ્વીકાર કરવા રૂપ પક્ષપાત પણ અહીં હોતો નથી. (અર્થાત્ સ્યાદ્વાદનો | અપેક્ષાવાદનો સ્વીકાર કરવા દ્વારા એક અપેક્ષાએ “આત્મા નિત્ય છે'' તો બીજી અપેક્ષાએ “આત્મા અનિત્ય છે” એવું માનવાથી વિરોધ કે પક્ષપાતનો છાંટો ય હોતો નથી.) અને આમ દરેક નવો સંબંધી સમભાવે જોવાથી રાગમય પક્ષનો અભાવ હોવાથી તારા મતે વિરોધી માન્યતા પ્રત્યે ધૂંવાંપૂવાં થવાનો સવાલ જ આવતો નથી. અન્ય આચાર્યના પણ વચનો ટાંકીને પોતાની વાતને મજબૂત કરતાં કહે છે,
नयास्तव स्यात्पदलाञ्छना इमे रसोपविद्धा इव लोहधातवः ।
भवन्त्यभिप्रेतफला यतस्ततो भवन्तमार्याः प्रणता हितैषिणः ॥ (શ્રી સમસ્તે ભદ્રાચાર્ય કૃત - બૃહસ્વયંભૂ સ્તોત્રાવલીમાં શ્રી વિમલનાથ - સ્તોત્ર. શ્લો. ૬૫)
જેનાથી જીવ - અજીવ આદિ પદાર્થો એક અંશથી (અપેક્ષાથી) જણાય તે નયો એટલે “જ' કાર રહિત અભિપ્રાય વિશેષ. (અમુક વસ્તુ કોઈ પણ રીતે “આમ જ છે' એમ ‘જ' કાર પૂર્વક કહેવાય તો તે દુર્નય કહેવાય.) શ્લોકાર્થઃ- “ચાત્' પદ રૂપ લાંછન (ચિહ્ન) વાળા હોવાથી (એટલે કે અમુક અપેક્ષાએ - કોઈક રીતે એવા અર્થથી યુક્ત હોવાથી) હે પરમાત્મન્ ! આપે કહેલાં નયો એ સુવર્ણોષધિ રસથી મિશ્રિત કરેલ લોહ ધાતુની જેમ ઈષ્ટ ફળને આપનારા થાય છે. એટલે કે તે નયો પોતાને ઈષ્ટ અર્થનો બોધ કરાવે છે. આ કારણથી હિતની ઝંખનાવાળા હોયને આર્ય જનો (મોક્ષમાર્ગની સમીપ અને પાપોથી દૂર જાય તે આર્ય પુરષો) આપને જ નમવાને ઉત્સુક બનેલાં છે.
(સિદ્ધહેમ - વ્યાકરણ... સિદ્ધિઃ સાદાત્ (૧-૧-૨) સૂત્ર... તત્ત્વપ્રકાશિકા બૃહદ્ધત્તિ...)
આમ પ્રસ્તુત ન્યાયસંગ્રહ - ન્યાયાર્થમંજૂષા ગ્રન્થમાં પણ સ્યાદ્વાદનું શરણ લઈને ગ્રન્થકાર શ્રી હેમહંસગણિવરે (ઈષ્ટ રૂપની સિદ્ધિમાં અનુકૂળ એવા) ન્યાયોનું ક્યારેક નિત્યપણું તો ક્યારેક અન્ય રીતે અનિત્યપણું કહેલું છે, તેને યથાર્થ રૂપે જાણીને વાચકો | અભ્યાસકો આ ગ્રન્થનું અધ્યયન સહર્ષ અને સાહજિકતાથી શરૂ કરે..
= ૪૮
-