________________
કરવાથી જ શુદ્ધ પ્રતિપાદન થઈ શકે છે. આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રસૂરિજીએ પણ સિદ્ધિ: સ્વાદાવાત્ (૧-૧-૨)- એવા સૂત્રની રચના કરી શબ્દની સિદ્ધિમાં સ્યાદ્વાદની અત્યંત આવશ્યકતા જાહેર કરી છે. સાદાદ - અપેક્ષાવાદ એટલે નિત્યત્વ વિશેષ, અનિત્યત્વ, સણું - અસત્પણું, સામાન્ય અભિલાપ્યત્વ - અનભિલાપ્યત્વ આદિ અનેક (વિરોધી જણાતાં પણ) ધર્મોના એક જ વસ્તુમાં મિશ્રણનો સ્વીકાર કરવો. આનાથી જ શબ્દોની સિદ્ધિ અને જ્ઞાન થાય છે. જો અપેક્ષાવાદનો સ્વીકાર ન કરીએ તો એક જ વસ્તુના (વર્ણ / અક્ષર આદિના) (૧) હ્રસ્વ - દીર્ઘ રૂપ કાર્યો (૨) અનેક કારકનું એક જ ઠેકાણે મળવું - હોવું, (૩) સમાનાધિકરણપણું અને (૪) વિશેષણ - વિશેષ્યભાવ વગેરે ઘટી શકતાં નથી.
દા. ત. (૧) જે (દીર્ઘ) વર્ણનું / સ્વરનું હ્રસ્વ - કાર્ય કરાય છે, તે જ વર્ણને ક્યારેક દીર્ઘ પણ કરાય છે. જો તે અક્ષર / વર્ણ એકાંતે નિત્ય જ હોય તો દીર્ઘત્વ આદિ પૂર્વ ધર્મને દૂર કરીને હ્રસ્વત્વાદિનું વિધાન કરવું સંભવિત નથી. તેમ જ જો તે વર્ણાદિ એકાંતે અનિત્ય હોય તો પણ જન્મ (ઉત્પત્તિ) થતાંની સાથે જ બીજી ક્ષણે વિનાશ પામી જવાથી કોના સંબંધી હ્રસ્વવિધિ કરાય ? આથી આવા દોષો આવવાથી સ્યાદ્વાદ / અપેક્ષાવાદ લગાડીને તેને ટાળવા જોઈએ. તે આ રીતે ફ્ કાર વગેરે વર્ણ એ વર્ણત્વ રૂપ સામાન્ય | સાધારણ ધર્મની અપેક્ષાએ નિત્ય છે. કેમ કે પહેલાં દીર્ઘ હતો ત્યારે પણ વર્ણ હતો અને હ્રસ્વ વિધિ થયા પછી પણ વર્ણ તરીકે તો કાયમ / નિત્ય જ રહે છે. આમ વર્ણ રૂપ સામાન્ય ધર્મની અપેક્ષાએ (રૂં વગેરે) અક્ષર નિત્ય છે. પણ હૃસ્વત્વ - દીર્ઘત્વ આદિ વિશેષ ધર્મની અપેક્ષાએ અનિત્ય છે. કેમકે પહેલાં દીર્ઘ એવો વર્ણ પાછળથી વિધાનના બળથી હ્રસ્વ રૂપે બની જાય છે. જેમ કે, નિત્યવિદ્ ખ્રિસ્વરસ્વાર્થસ્ય હ્રસ્વ : (૧-૪-૪૩) સૂત્રથી દીર્ઘ સ્વરવાળા નવી શબ્દનું સંબોધન અર્થમાં નવ ! એવું Çસ્વાદેશવાળું રૂપ બની જાય છે. હા, આમાં દીર્ઘ હોય કે હ્રસ્વ, પણ વર્ણત્વ રૂપ ધર્મ સ્થિર - નિત્ય રૂપે જ હોય છે.
આ રીતે પૂર્વોક્ત અન્ય મુદ્દાઓની બાબતમાં પણ અપેક્ષાવાદનું શરણ લેવાથી જ તે બધાં વિધાનો સુસંગત થશે અને આથી મને કે કમને દરેકે સ્યાદ્વાદનો આશ્ચય કરવો અનિવાર્ય છે એમ સૂક્ષ્મદૃષ્ટિવાળા શાસ્ત્રકારોનો અભિપ્રાય છે.
–
પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને પોતાના Law of Relation ના સિદ્ધાંતમાં સાપેક્ષવાદનું • 'સમર્થન કરેલું છે. તથા પ્રો. એડિંગ્ટને સાપેક્ષવાદને સમજાવવા દિશાનું દૃષ્ટાંત આપેલું છે. [‘‘The more familiar example of a relative quantity is 'direction' of an object" - The Nature of Physical World. P - 26. (‘વિજ્ઞાન અને ધર્મ' ના આધારે)] અમદાવાદની અપેક્ષાએ સૂરત દક્ષિણ દિશામાં છે. એ જ સૂરત મુંબઈની અપેક્ષાએ ઉત્તર દિશામાં છે. તથા એક જ વ્યક્તિ ભત્રીજાની અપેક્ષાએ કાકા છે ભાણાની અપેક્ષાએ મામા છે, પુત્રની અપેક્ષાએ પિતા અને પિતાની અપેક્ષાએ પુત્ર છે. આમ વ્યવહારમાં પણ સ્યાદ્વાદ - અપેક્ષાવાદ અનુભવાય છે. જો કે કેટલાંક આને અધૂરો જાણવાથી - ‘એક જ વ્યક્તિ કાકા પણ અને મામા પણ - પુત્ર અને પિતા પણ - અથવા દક્ષિણમાં અને ઉત્તરમાં પણ” એમ જાણી આને ખીચડાવાદ કહે છે. પણ હકીકત એવી નથી. સ્યાદ્વાદ કોઈ પણ વસ્તુને કોઈ પણ અપેક્ષાએ કંઈ પણ બનાવતો નથી. પણ અમુક અપેક્ષાએ જ એક વ્યક્તિને કાકા કે મામા કહે છે, બધી અપેક્ષાએ નહીં. ભત્રીજાની અપેક્ષાએ જ તે કાકા છે, ભાણાની અપેક્ષાએ કાકા નથી જ. આમ તે તે અપેક્ષાએ તો એકાંતે / નિશ્ચિત રૂપે કહેવાથી ગૂંચવાડાનો સવાલ જ પૈદા થતો નથી અને બીજી વિરોધી જણાતી વાત પણ નયો બીજી અપેક્ષાએ સાચી હોવાથી વિરોધ પણ ટળી જાય છે. આમ સ્યાદ્વાદથી સર્વ અપેક્ષાઓ એંગલોનો સ્વીકાર થવાથી વસ્તુના સાચા યથાર્થ બોધની પ્રાપ્તિ થાય છે અને સમાધાનકારી અપેક્ષા
.
૪૭
-