________________
સ્યાદ્વાદ - શુચિ બોધજી...
સ્યાદ્વાદ - અનેકાંતવાદના સિદ્ધાંતથી પવિત્ર થયેલ બોધવાળા એવા જૈનાગમોના વક્તાઓ અને શ્રોતાઓ આજે પણ વિદ્યમાન હોવાથી તે આસનોપકારી શાસનપતિ પ્રભુ મહાવીરદેવ ! કલિકાળમાં પણ તારું શાસન વિરોધ - વિસંવાદના વંટોળથી અભડાયા વિના વર્તી રહ્યું છે*... આ પૂજય સમાવિજયગણિકૃત સ્તવનની પંક્તિના અર્થમાં સ્યાદ્વાદનું માહાસ્ય જણાયા વિના રહેતું નથી..
કોઈ પણ વિષયનો કોઈ પણ ગ્રન્થ જયાં સુધી સ્યાદ્વાદ એટલે કે અપેક્ષાવાદની મુદ્રાથી અંકિત બનતો નથી અથવા સ્યાદ્વાદ રૂપ સુવર્ણોષધિ રસથી અનુવિદ્ધ - આરપાર રીતે મિશ્રિત કરાતો નથી, ત્યાં સુધી એ ગ્રન્થ પ્રમાણભૂત એટલે કે સર્વથા શુદ્ધ - પરિપૂર્ણ અર્થવાળો બનતો નથી. આથી સાક્ષાત્ કે પરોક્ષ એવા પણ થાત્ પદથી જણાવાયેલ અપેક્ષાવાદથી સંસ્કારિત બનેલો જ કોઈ પણ વિષયનો ગ્રન્થ પ્રમાણભૂત બને છે. સ્યાદ્વાદ સિદ્ધાંતથી જેઓ ઓળઘોળ બનેલાં છે એવા કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ શબ્દાનુશાસન (વ્યાકરણ) ની વાનગીમાં સ્યાદ્વાદના લૂણનો ભેળ કરીને તેને પરિપૂર્ણ અને સર્વજનોને - સર્વદર્શનોને ગ્રાહ્ય બનાવેલ છે.
શ્રી સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસનના પ્રથમ ૩ સૂત્રો સમસ્ત ગ્રન્થમાં અંત સુધી અનુવર્તે છે – સંબંધ પામે છે. તે સૂત્રો છે – (૧) સઈ (૧-૧-૧) આ મંગળ રૂપ સૂત્ર હોવાથી ગ્રન્થના અંત સુધી અનુવર્તન પામે છે. (૨) સિદ્ધિઃ સદાવાત્ (૧-૧-૩) આ સૂત્ર પણ સમસ્ત ગ્રન્થમાં એકમેક બનીને સંબદ્ધ થાય છે. (૩) તો (૧-૨-૩) આ સૂત્રથી - આ ગ્રન્થમાં સાક્ષાત્ નહીં કહેલી સંજ્ઞાઓ તથા ન્યાયો વગેરે લોક પ્રસિદ્ધ હકીકતોને લોકથી એટલે કે તેના જાણકાર એવા વૈયાકરણો તથા નિયાયિકો પાસેથી જાણી લેવી - એવી વ્યવસ્થા થાય છે. શિષ્ટ પુરુષોને ઈષ્ટ એવા જે શબ્દોની સિદ્ધિ કરવા અહીં રહી ગઈ હોય તેની જાણકારી તેના જ્ઞાતા એવા લોક પાસેથી મેળવી લેવી. આમ તે રહી ગયેલાં શબ્દોમાં પણ ગ્રન્થકાર કલિકાલ સર્વજ્ઞ ભગવંતે પોતાની અનુમતિ દર્શાવીને ગ્રન્થને પરિપૂર્ણતા અર્પે છે. જ્યારે શબ્દ - પ્રયોગો અનંત હોય અને તેને જરાય ઓછાશ | ન્યૂનતા વિના સંગ્રહ કરવો અશક્ય છે ત્યારે અસંગૃહીત (અસાધિત) સર્વ શિષ્ટ સંમત શબ્દોનો સંગ્રહ કરનારું આ સૂત્ર પ્રસ્તુત ગ્રન્થને પરિપૂર્ણતા બક્ષવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે.
આમ પૂર્વોક્ત ત્રણેય સૂત્રનું આગવું મહત્ત્વ છે.
મૂળ વાત આપણી એ છે કે સ્યાદ્વાદના મુદ્રાલેખ વિના કોઈ પણ વિષયના કોઈ પણ ગ્રન્થનું નિરૂપણ અપૂર્ણ હોવાથી પ્રમાણભૂત ઠરતું નથી અને આથી સાક્ષાત્ કે આડકતરી રીતે પણ સ્યાદ્વાદનો સ્વીકાર સૌએ કરવો અનિવાર્ય છે. “ઉપદેશ - રહસ્ય” નામના ગ્રન્થમાં ૧૦૧ માં શ્લોકમાં મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે, સૂત્રકૃત અંગ (સૂયગડાંગ) ના અનાચાર - શ્રુત નામના અધ્યયનમાં સ્યાદ્વાદ (
વિજયવાદ) ને સમ્યગદર્શનના પ્રાણ રૂપે જણાવીને તેને યથાર્થ રીતે મહત્ત્વ આપેલું છે. “વસ્તુ નિત્ય છે” અથવા “વસ્તુ અનિત્ય છે” એવા બે સ્થાનોને જો “યાત’ શબ્દ એટલે કે “અમુક અપેક્ષાએ એવા પદથી અંકિત કરવામાં ન આવે તો પોતાનાથી અન્ય ધર્મનો સ્વીકાર ન થવાથી – એકાંતવાદ થવાથી દર્શનાચારમાં અનાચાર - દોષ કહેલો છે. માટે સ્યાદવાદ એ સમ્યગદર્શનનો પ્રાણ હોય તેનો સર્વત્ર ભેળ
* જૈનાગમ વક્તાને શ્રોતા સ્યાદ્વાદ શુચિ બોધજી; કલિકાલે પણ પ્રભુ તુજ શાસન, વર્તે છે અવિરોધજી (૬)