________________
ર/૩૨. સ્વ. ન્યા. ન્યાયાંશથી ઘટમાન થતું વા નું ગ્રહણ આ ન્યાયાંશને જણાવે છે.
બીજી વાત એ છે કે, સમાસવૃત્તિ અને તદ્ધિતવૃત્તિની સૂત્રોમાં જે વ્યવસ્થા કરેલી છે, તેનો અનુવાદ માત્ર કરનારો આ ન્યાય છે. પણ નવું કાંઈ પણ કાર્ય આ ન્યાયથી વ્યવસ્થાપિત કરાતું નથી. કારણ કે આ ન્યાયનું જે સાધ્ય કાર્ય છે, તે સાધ્યની તે તે સમાસાદિ સૂત્રોથી જ સિદ્ધિ થઈ જાય છે. તે આ રીતે - નિત્યં પ્રતિનાડજો (૩-૧-૩૭) સૂત્રમાં નિત્ય' શબ્દના ગ્રહણથી
આવા ‘નિત્ય' શબ્દના ગ્રહણવાળા સૂત્ર સિવાયના સૂત્રોથી થતાં સર્વ સમાસોમાં વિકલ્પ વાક્ય પણ થાય” એમ સૂચવેલું છે. પરેÀડન્તઃ ઉઝયા વા (૩-૧-૩૦) સૂત્રમાં કહેલા “વા' શબ્દવડે
આવા “વા' ના ગ્રહણવાળા સૂત્રથી વિહિત સમાસો છોડીને અન્યત્ર ક્યાંય પણ અપવાદ સમાસનાં વિષયમાં ઉત્સર્ગસૂત્રવિહિત સમાસ ન થાય, જ્યારે આવા (વા ગ્રહણવાળા) સ્થાનોમાં તો અપવાદ - સમાસની જેમ ઉત્સર્ગ - સમાસ પણ થાય જ છે,” એમ સૂચન કરેલું છે.
એ જ પ્રમાણે તદ્ધિતવૃત્તિમાં પણ વાડડદ્યાત્ (૬-૧-૧૧) સૂત્રથી પ્રવર્તેલ “વા' અધિકારથી “તદ્ધિતવૃત્તિમાં સર્વ ઠેકાણે વિકલ્પ વાક્ય થાય જ” એમ જ્ઞાપન કરેલું છે. અને વોશ્વિતઃ (૬-૪-૧૪૪) સૂત્રમાં “વા' ગ્રહણવડે “આવા સૂત્રો છોડીને અન્યત્ર ક્યાંય પણ અપવાદ તદ્ધિત પ્રત્યયના વિષયમાં ઔત્સર્ગિક તદ્ધિત પ્રત્યય ન થાય. જયારે આવા “વા' ગ્રહણવાળા સ્થાનોમાં (સૂત્રમાં) તો અપવાદ - તદ્ધિત પ્રત્યયની જેમ ઉત્સર્ગ - તદ્ધિત પ્રત્યય પણ થાય” એ પ્રમાણે જ્ઞાપિત કરેલું છે. . આથી જ - સૂત્રોક્ત વ્યવસ્થાથી જુદી નવી વ્યવસ્થાનું સ્થાપન નહિ કરવાથી જ, આ ન્યાયની અદેઢતા - અનિયતા નથી. કારણ કે વ્યાકરણ સૂત્રથી સાધિત કાર્યો (સાધ્ય) ની અનિત્યતા સંભવી શકતી નથી. (૨/૩૨)
પણ વ્યાસ
૧. વૃત્તિ ૩ પ્રકારે છે, એમ કહ્યું. પણ ચોથી કૃત - વૃત્તિ પણ છે. જેમ કે, કરોતિ કુમાર : / વગેરે. પરંતુ ત્યાં ૩યુક્ત કૃતા (૩-૧-૪૯) સમાસ - સૂત્રથી સમાસ થવાથી સમાસવૃત્તિમાં જે તેનો અંતભાવ થઈ ગયો છે.
- ૨. સ્વાર્થોતિરિક્ત સમુદાયાથનું અભિધાન કરવું, તેને વૃત્તિ કહી. આમાં કહેવાનો આશય એ છે કે, “સનપુરા' એવા સમસ્ત પદથી ‘રાજસંબંધ વિશિષ્ટ (રાજસંબંધી) પુરુષ' રૂપ જે અર્થનું અભિયાન કરાય છે, તે અર્થનું અભિધાન “રા:’ અને ‘પુરુષ:’ એવા પ્રત્યેક પદથી કરાતું નથી. કારણ કે ર: અને “TS:” એવા બે છૂટા છૂટા પદો વડે તો સ્વતંત્ર સ્વાર્થીમાત્રનું જ અભિધાન કરાય છે. જેમ દંડ, ચક્ર વગેરે ઘટ (ઘડો) બનાવવાની સામગ્રીથી સાધ્ય એવો ઘટ - કેવળ દંડાદિથી કરવાને સમર્થ થવાતું નથી. તેવી જ રીતે સમસ્ત = સમાસ પામેલાં પદો દ્વારા કહેવાતો અર્થ – સ્વાર્થનું જ અભિધાન કરનારા વ્યસ્ત / છૂટા પધેથી કહેવાતો નથી. આ પ્રમાણે તદ્ધિતવૃત્તિની બાબતમાં પણ, તે સ્વાર્થથી અતિરિક્ત / જુદાં અર્થનું અભિધાન કરે છે, એમ વિચારવું.
૪૦૭