________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ.
'सविशेषणानां वृत्तिर्न, वृत्तस्य वा विशेषणं न प्रयुज्यते ।'
વિશેષણ સહિત જેનો પ્રયોગ કરેલો હોય તેવા (ગૌણ) પદોનો સમાસ થતો નથી. અને જે પદોનો સમાસ થઇ ચૂક્યો હોય તેવા (ગૌણ) પદોના વિશેષણનો પ્રયોગ થઈ શકતો નથી. (આટલાં કથન દ્વારા આ ન્યાયનો જ અર્થ જણાવાયો છે કે, ‘વિશેષણસહિત વિશેષ્યવાચક પદો - એ અન્ય પદને સાપેક્ષ હોયને સમાસ પામવા સમર્થ બનતાં નથી.')
આ જ વાતને સ્પષ્ટ કરતાં આગળ કહે છે કે - વિશેષળયોને હિ સાપેક્ષત્વેનાડામ~ાત્ સમી 7 મતિ । વાક્યાવસ્થામાં વિશેષણનો યોગ હોય ત્યારે વિશેષ્યવાચક (રાનન્ વગેરે) પદ, એ પોતાના વિશેષણને સાપેક્ષ હોયને, ગમકત્વનો અભાવ હોવાથી - અર્થાત્ યથેષ્ટ અર્થને જણાવી શકતું ન હોયને અસમર્થ હોવાથી સમાસ ન થાય. અને માટે અપ્રધાન સમાસિત પદોના વિશેષણનો પાછળથી (સમાસ પછી) પણ પ્રયોગ ન થાય. આમ પ્રસ્તુત ન્યાયનો જ અર્થ આમાં આવી જાય છે. કદાચ સમર્થ: પિિધ: (૭-૪-૧૨૨) પરિભાષા સૂત્ર બૃહદ્વૃત્તિમાં જ કહેલ વિસ્તૃત અર્થને જણાવતો હોવાથી ન્યાયસૂત્રના ટીકાકાર શ્રી હેમહંસગણિજીએ આ ન્યાયને સમર્થ: પવિધિ: (૭-૪-૧૨૨) એ પરિભાષાના પ્રપંચ (વિસ્તાર) રૂપે કહેલો હોય, એમ સંભવ છે.
વિશેષળયો)..... એ પૂર્વોક્ત વિધાનથી નક્કી થાય છે કે, સાપેક્ષ સ્થળે સમાસ ન થવાનું કારણ અસામર્થ્ય જ છે. અને તે અસમર્થપણું પણ ગમકત્વ ન હોવાથી અર્થાત્ ઈષ્ટ અર્થની પ્રતીતિ ન થવાથી જ કહેલું છે. આમ પદોમાં સમાસ થવાના સામર્થ્યનું હોવું – ન હોવું એ ગમકત્વ (ઈષ્ટાર્થ - પ્રતીતિજનકત્વ) ના હોવા – ન હોવાને આધીન છે. જો પૂર્વોક્ત સ્વરૂપ ગમકત્વ હોય, તો પદોનું સામર્થ્ય આવી જાય અને
-
સમાસ પણ થાય.
અને આથી જ આગળ વધીને પૂર્વોક્ત સૂત્રની જ તત્ત્વપ્રકાશિકા બૃહવૃત્તિમાં કહેલું છે કે - યત્ર ૬ ચિદ્ધિશેષળયોનેપિ મત્વ, તત્ર મવત્યેવ સમાસ: । વળી જે કોઈ ઠેકાણે વિશેષણનો યોગ (સાપેક્ષત્વ) હોવામાં પણ, પદોમાં ગમકત્વ = - ઈષ્ટાર્થ - બોધકત્વ હોય, તો તે ઠેકાણે (તે પદોનું સામર્થ્ય પણ હોવાથી) સમાસ થાય જ છે. જેમકે, રેવત્તસ્ય ગુરુત્તમ્। દેવદત્તના જે ગુરુ, તેમનું કુળ. યજ્ઞવત્તસ્થ વાસમાર્યા । યજ્ઞદત્તનો જે દાસ, તેની ભાર્યા.
આ પ્રમાણે સાપેક્ષમસમર્થક્ । ન્યાયની જ અનિત્યતા પણ ત. પ્ર. બૃહદ્વ્રુત્તિમાં જુદા શબ્દોમાં કંઈક જુદી રીતે કહેવાયેલી જ છે. અને અનિત્યતા પણ ચોક્કસ વિષયક છે, અર્થાત્ નિયંત્રિત છે. તે આ પ્રમાણે - વિશેષણના યોગમાં (સાપેક્ષ હોવામાં) પણ તે જ પદોનો સમાસ થાય છે કે જે પદો, નિત્ય સાપેક્ષ (= સસંબંધિક, સાકાંક્ષ) હોય. દા. ત. ગુરુ શબ્દ નિત્ય સાપેક્ષ છે. કારણ કે ગુરુ એમ બોલતાં જ, કોના ગુરુ ? એમ પ્રશ્ન (આકાંક્ષા) થાય છે. કેમકે ગુરુપદને શિષ્ય પદની નિત્ય અપેક્ષા છે. આથી ટેવવત્ત વગેરે શિષ્યને ગુરુ એવું પદ નિત્ય સાપેક્ષ છે. આ રીતે વાસ વગેરે માટે (સ્વામીવાચક પદની સાપેક્ષતા વગેરે) પણ સમજી લેવું. અને આ પ્રમાણે નિત્ય સાપેક્ષ હોવાથી જ ગુરુ વગેરે પદોનો સમાસ થવામાં પણ સાપેક્ષતા સાકાંક્ષતા જણાઈ જતી હોવાથી ગમકત્વ = ઈષ્ટાર્થ પ્રતીતિ જનકત્વ છે. અને આથી જ – ઈષ્ટાર્થના બોધનું જનકત્વ હોવાથી જ - સામર્થ્ય પણ છે. એટલે વિશેષણનો યોગ હોતે છતે - સાપેક્ષતા હોવા છતાં પણ નિત્ય - સાપેક્ષ શબ્દોનો સમાસ થાય છે. આ જ વાતની પુષ્ટિ ત. પ્ર. બૃહવૃત્તિમાં શ્લોક
ટાંકીને કહી છે
-
-
૩૮૦