________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. પદાર્થજ્ઞાનમાં વક્તાની ઇચ્છાની અનુપપત્તિ થતી હોય ત્યારે તે પદોનો અર્થ, મૂળ અર્થ કરતાં જુદો પણ મૂળ અર્થનો સંબંધી જ અર્થ લેવો પડે છે. આથી જ તાત્પર્યની અનુપપત્તિ - અસંગતિને ન્યાયદર્શનમાં ‘લક્ષણા કરવાનું બીજ (હેતુ) કહેલું છે.
આથી જ “લક્ષણા' નું લક્ષણ છે, સવયાર્થસભ્યો નક્ષL ! દરેક પદમાં અમુક પદાર્થનો બોધ કરાવવાની શક્તિ રહેલી છે. દા. ત. પદમાં પૃથુબુદ્ધોદરાદિ આકારવાળા પદાર્થનો = ઘડાનો બોધ કરાવવાની શક્તિ છે. તે તે પદનો પદશક્તિથી થતાં સીધેસીધા અર્થને શક્યાર્થ કહેવાય. આવા શક્યાર્થ સાથે કોઈ રીતે સંબદ્ધત્વ (સંબંધ) હોવું તે લક્ષણા વૃત્તિ કહેવાય. અર્થાત્ લક્ષણારૂપ વૃત્તિ (સંબંધ) થી શક્યાર્થનો કોઈક રીતે સંબંધી હોય તેવા પદાર્થનો બોધ થાય છે. દા.ત. અગાસી જેવા ખુલ્લા ભાગમાં પ્રયોજનવશાત્ મુકેલું દહીં કાગડા વગેરે ખાઈ ન જાય, બગાડે નહિ, તે માટે કોઈ માલિક પોતાના સેવકને સૂચના આપે છે કે, પો . ધ રસ્થતામ્ ! કાગડાઓથી દહિનું રક્ષણ કરાય. અહિ વક્તા એવા માલિકનું તાત્પર્ય છે - કાગડા, બિલાડાં, કૂતરા વગેરે તમામ - દહિને બગાડનાર - નાશ કરનારાઓથી તેનું રક્ષણ કરાય. પણ સાંભળનારો સેવક જો વેગ: એવા પદનો સીધેસીધો અર્થ કાગડાઓથી' એમ કરશે તો ફક્ત કાગડાઓથી જ દહિનું રક્ષણ કરશે, પણ બિલાડી વગેરેથી રક્ષણ નહિ કરે. આમ થવાથી વક્તાનું તાત્પર્ય હણાઈ જશે. કેમકે વક્તાનું તાત્પર્ય - પ્રાણીમાત્રથી દહિનું રક્ષણ કરવાનું છે.
આમ આવા સ્થળે ગિ: | પદનો જે શક્યાર્થ “કાગડાઓથી” એ ન લેતાં લક્ષણાસંબંધથી (લક્ષણા કરીને) #ાખ્યઃ નો અર્થ _પતંગઃ - દહિનો નાશ કરનારા તમામથી - દહિનું રક્ષણ કરાય, એમ કરાય છે. આથી વક્તાનું તાત્પર્ય ન હોવાથી તેના શબ્દોથી સાચો બોધ - શાબ્દબોધ થાય છે. અહિ કાગડો દહિનો ઉપઘાતક છે. અને બિલાડી વગેરે પણ દધિ - ઉપઘાતક છે. આથી દધિ - ઉપધાતકત્વ ધર્મથી બિલાડી વગેરે કાગડાના નજીકના (આસન્ન) સંબંધી કહેવાય. વળી, ઝાઃ | પદથી દધિના ઉપઘાતક - નાશક તમામ (પ્રાણીઓનો - વસ્તુઓ) નો બોધ કરાવવાનું પ્રયોજન પણ છે.
આ જ પ્રમાણે પાયાં પોષ: I પ્રયોગમાં ફા - પદનો અર્થ (શક્યાર્થ) = ગંગાપ્રવાહ, તેમાં ઘોષ = ગાયનો વાડો અથવા આભીરપલ્લી રૂપ અર્થ ઘટમાન - સંગત થતો ન હોવાથી શક્યાર્થ = ગંગાનદીપ્રવાહનો સંબંધી "ગંગાનદીનું તીર" એ પ્રમાણે ના પદનો અર્થ કરવો, આથી “ગંગાનદીના તીરે આભીરપલ્લી છે” એવો અર્થ સંગત થઈ જશે, એમ સંક્ષેપથી લક્ષણાસ્વરૂપ જાણવું.
લક્ષણાનું લગભગ આવું જ સ્વરૂપ/લક્ષણ મુરાર્થનાધે ઇત્યાદિ સ્વોપજ્ઞન્યાસગત શ્લોકમાં કહેલું છે, તે સ્વયં વિચારી લેવું.
B. પૂર્વે "લક્ષણા"નું લક્ષણ જણાવેલ છે. જો કે સ્વો. ન્યા. કાર શ્રી હેમહંસગણિજીએ આ લક્ષણ પરમતે આપેલું હોય એમ પ્રતીત થાય છે. કારણકે આ લક્ષણથી થોડાં ફેરફારવાળું લક્ષણ આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ સ્વ - વિરચિત કાવ્યાનુશાસનમાં આપેલું છે. લક્ષ્યાર્થ (લક્ષણથી જણાતો અર્થ) કોને કહેવાય ? તેનું લક્ષણ તેઓએ (અનુવૃત્ત પદો સહિત) આ પ્રમાણે કહેલું છે – મુદ્યાર્થવાઘે નિમિત્તે
યોગને મુદ્યાર્થસમ્બદ્ધતત્ત્વ નસ્યમો નફ્ટ: I (કા. શા. અ. ૧ - સૂ. ૧૮) અર્થ :મુખ્યાર્થનો બાધ હોતે છતે, સાદશ્ય - સંબંધાદિ નિમિત્ત હોતે છતે અને તાદેશ - વિશિષ્ટ બોધ કરાવવાનું પ્રયોજન હોતે છતે મુખ્યાથેનો સંબંધી એવો તત્ત્વન = વાસ્તવિકરૂપે = (પણ ઉપચારરૂપે નહીં) જણાતો અર્થ હોય તેને લક્ષ્યાર્થ (= લક્ષણાથી જણાતો અર્થ) કહેવાય. અર્થાત્ પૂર્વોક્ત બધી શરતો હોય ત્યાં લક્ષણા થાય.
= ૩૨૨