________________
૨/૧૦. પરામર્શ....
દા. ત. ચાયાં ઘોષ:। અહીં ના પદાર્થ - ગંગા નદીનો પ્રવાહ, તેમાં ઘોષની = ગાયના વાડાની અથવા આભી૨પલ્લીની અધિકરણતા (આધારતા) નો અસંભવ હોવાથી મુખ્યાર્થનો બાધ છે, તથા સામીપ્ય રૂપ સંબંધ અહીં નિમિત્ત છે. તથા ‘Tઙ્ગાતટે’ એમ કહેવાથી સ્થળની પવિત્રતાનો બોધ કોઈને ન પણ થાય, આથી તેવા વ્યક્તિને "યામ્ " પ્રયોગથી તેવા ‘પવિત્રતાદિ’ અર્થનો બોધ કરાવવાનું પ્રયોજન પણ છે. આથી કયાં દોષ: । પ્રયોગનો અર્થ અહીં ‘(પવિત્ર એવા) ગંગાતટ ઉપર ગાયનો વાડો અથવા આભીરપલ્લી છે' એમ થાય છે.
અહીં કા. શા. ની (અ. ૧. સૂ. ૧૬ ની) વિવેક ટીકામાં ખુલાસો કરતાં આચાર્ય ભગવંત કહે છે કે, રૂઢિને લક્ષણાનો (અથવા લક્ષ્યાર્થનો) હેતુ ન કહેવો. (એટલે કે શ્રી હેમહંસગણિજીએ લક્ષણાની પરમતે આપેલી વ્યાખ્યામાં રૂઢિને લક્ષણાના હેતુરૂપે કહેલ છે, તે આચાર્યભગવંતને સંમત નથી.) તેનું કારણ તેઓ આ પ્રમાણે જણાવે છે કે, ‘મુખ્ય’ શબ્દનું મુખ્યપણું (જેના લીધે તે મુખ્યરૂપે વ્યવહાર કરાય છે તે મુખ્યત્વ ધર્મ) એ જ છે કે, મુખ્ય પદાર્થમાં સાક્ષાત્ સંકેતની વિષયતા હોય છે. અર્થાત્ સાક્ષાત્ સંકેતનો (શક્તિનો) વિષય બનતો હોયને જ અમુક પદાર્થને મુખ્ય કહેવાય છે. (અને સંકેત (શક્તિ) ના વિષયભૂત અર્થનો સંબદ્ધ પદાર્થ હોય તે લક્ષ્યાર્થ ગૌણ કહેવાય.) અને સંકેત (= અમુક પદથી અમુક પદાર્થનો બોધ કરાવવાની પદનિષ્ઠ શક્તિવિશેષ) પ્રત્યે રૂઢિ જ કારણ છે. અર્થાત્ રૂઢિથી જ ખ્યાલ આવે છે કે અમુક (ઘટાદિ) શબ્દનો અમુક (પૃથુબુઘ્નોદર વસ્તુ વગેરે રૂપ) અર્થ છે. આમ સંકેત (શબ્દમાં રહેલ શક્તિ વિશેષ) ના હેતુભૂત એવી રૂઢિની અપેક્ષાએ જો લક્ષણા પ્રવર્તે, (અર્થાત્ રૂઢિને લક્ષણાનું કારણ કહીએ એટલે કે રૂઢિથી લક્ષણા થાય, એમ કહીએ) તો અતિપ્રસંગ આવે. એટલેકે સંકેતને પણ લક્ષણા માનવાનો પ્રસંગ આવે. માટે રૂઢિ, કે જે મુખ્યાર્થના હેતુભૂત સંકેતનું કારણ છે, તેનાથી લક્ષ્યાર્થના હેતુભૂત લક્ષણા થાય એમ કહેવું યોગ્ય ન કહેવાય. ‘વિવેક' ટીકાના શબ્દો આ પ્રમાણે छे - इदमेव हि शब्दानां मुख्यानां मुख्यत्वं यत्साक्षात् संकेतविषयत्वम् । संकेते च रूढिरेव म् । ततो यदि रूढिमपेक्ष्य लक्षणा प्रवर्तेत तदातिप्रसङ्गः स्यादिति ।
પૂર્વોક્ત સૂત્રની અલંકાર ચૂડામણિ' ટીકામાં પણ દ્વિરેફ વગેરે શબ્દો સાક્ષાત્ સંકેત (શક્તિ) નો વિષય હોવાથી મુખ્ય શબ્દો છે, એમ કહીને એનું કારણ આપતાં કહેલું છે કે, ન રૂઢિŕક્ષ્યસ્વાર્થસ્ય હેતુત્વનાસ્વામિવતા । એમ રૂઢિને લક્ષ્યાર્થના (લક્ષણાથી જણાતા અર્થના અર્થાત્ લક્ષણાના) હેતુ તરીકે કહેલ નથી. એટલે કે ભટ્ટ, મુકુલ આદિ અન્ય ગ્રંથકારોએ રૂઢિને પણ લક્ષણાના હેતુ તરીકે કહેલ છે, તેમ અમે કહ્યું નથી. આમ રૂઢિ એ સંકેતનું કારણ હોવાથી અને સંકેતથી (શક્તિથી) જણાતો અર્થ એ મુખ્યાર્થ (ન્યાયદર્શનમતે શક્યાર્થ) જ કહેવાતો હોવાથી, પરંપરાએ મુખ્યાર્થના હેતુભૂત રૂઢિને લક્ષ્યાર્થનું (અથવા તેના હેતુભૂત લક્ષણાનું) કારણ કહેવું અનુચિત જ છે, કારણ કે તેમાં પૂર્વોક્ત રીતે અતિપ્રસંગરૂપ દોષ આવે છે.
આ પ્રમાણે સ્વો. ન્યા. કાર શ્રી હેમહંસગણિજીએ અન્યમતે લક્ષણાનું લક્ષણ આપેલું હોવાથી रूढे: प्रयोजनाद् वार्थो એ પ્રમાણે રૂઢિને પણ લક્ષણાના હેતુ તરીકે કહેલું છે. પણ પૂર્વોક્ત સંદર્ભથી જણાય છે કે, આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીએ રૂઢિને લક્ષણા કરવાનું - લક્ષ્યાર્થનું - કારણ નથી કહ્યું. અર્થાત્ સીધા અર્થ = મુખ્યાર્થ કરતાં કંઈક તેના સંબંધવાળો જુદો અર્થ કરવાના હેતુ તરીકે રૂઢિને કહેલ નથી. કારણકે તે (રૂઢિ) મુખ્યાર્થને જણાવતાં સંકેતનું કારણ હોયને, સંકેતથી ભિન્ન લક્ષણાનું પણ કારણ શી રીતે બને ? અર્થાત્ અતિપ્રસંગ દોષ આવવાથી રૂઢિને લક્ષણાનું કારણ ન કહેવું, એમ સૂરિજીના કહેવાનો ભાવ છે, એમ જાણવું. (૨/૧૦)
૩૨૩
=