________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ.
છે. A. (કેટલીક વખત રૂઢિના કારણે મુખ્યા કરતાં તત્સંબંધી અન્ય અર્થ જણાય છે. જેમકે ઘઉંમાંથી કાંકરા વીણાતાં હોવા છતાં ય લોકમાં બોલાય છે કે, ઘઉં વીણાય છે. આનો અર્થ કાંકરા વીણાય છે, એ પ્રમાણે જ રૂઢિથી થાય છે.) B.
-
પ્રસ્તુતમાં ગુળ શબ્દનો લક્ષણાથી ‘અવયવ' અર્થ છે. તે કેવી રીતે ? તો જુઓ - ગુણ શબ્દનો મુખ્ય અર્થ રૂપ, રસ વગેરે ‘ગુણો’ છે. અને તે રૂપાદિ - ગુણો સ્વાશ્રય એવા ઘટ પટ વગેરે દ્રવ્યોમાં વ્યાપીને રહે છે. અહિ માળમાં યદુ ભૂતા.......એમ કહેવામાં આગમો કાંઇ આવા રૂપાદિ - ગુણસ્વરૂપ બનતા નથી. એટલે ગુણ શબ્દનો મુખ્યાર્થ જે રૂપાદિ, તે અહિ બાધિત (અસંગત) છે. માટે અહિ રૂઢિથી જુદો અર્થ લેવો જોઇએ.
પણ તે મુખ્યાર્થથી જુદો અર્થ કયો લેવો ? તેના સંદર્ભમાં કહે છે કે, મુખ્ય અને આસન્ન અ લેવો, જે તે નહિ. આસન્ન એટલે નજીકનો સંબંધી. અહિ ગુણ શબ્દનો મુખ્યા રૂપાદિ ગુણો એ પહેલાં કહ્યું તેમ દ્રવ્યમાં રહેનાર હોવાથી સ્વાશ્રય દ્રવ્યના યોગવાળા (સંબંધી) છે. અને કપાલ, તંતુ વગેરે અવયવો પણ પોતાના અવયવી ઘટ, પટ, વગેરે દ્રવ્યોમાં રહેનાર હોયને સ્વાશ્રય દ્રવ્યના યોગવાળા (સંબંધી) છે. આમ ગુણો અને અવયવો બન્નેય સ્વાશ્રય (દ્રવ્ય) ના યોગવાળા છે. એટલે કે ગુણોમાં અને અવયવોમાં બન્નેયમાં સ્વાશ્રય (દ્રવ્ય) યોગિત્વ (સંબંધિત્વ) રૂપ સમાન ધર્મ (વાળાપણું) છે. એટલે ગુણના સમાનધર્મ (વાળાપણા) રૂપ સંબંધથી અવયવો એ રૂપાદિગુણોના આસત્ર = નજીકના સંબંધી છે.
વળી, પ્રસ્તુતમાં પણ આગમ રૂપ અવયવોના સ્વાશ્રય ધાતુ વગેરે શબ્દો, તેની આત્યંતિકી યોગિતા = સંબંધિતા છે. એટલે કે પોતાના અવયવી ધાતુ વગેરે સાથે આગમોની અત્યંત (અભેદ રૂપે) સંબંધિતા છે. આ પ્રમાણે જણાવવાનું પ્રયોજન હોવાથી ગુણ શબ્દનો અર્થ અહિ ‘ઉપચારથી' સ્વાશ્રયના અત્યંત સંબંધવાળો અવયવ' એમ કરાય છે. એટલે કે ગુણ શબ્દના મુખ્યાર્થનો (રૂપાદિ ગુણનો) બાધ હોવાથી લક્ષણાથી (ઉપચારથી) તેનો અર્થ ‘અવયવ' કરાય છે. (આવી લક્ષણાથી કરાયેલ અને લાક્ષણિક અથવા લક્ષ્યા કહેવાય છે. )
અહિ એવી શંકા કરવી ન ઘટે કે આગમો રૂપી અવયવોની આત્યંતિકી (વ્યાપક = અભેદરૂપે) સ્વાશ્રયયોગિતા નથી. કારણકે, જેમ ઘટનું ગ્રહણ કરવામાં તદ્ગત રૂપાદિગુણોનું પણ ગ્રહણ થાય છે. તેમ આગમના આશ્રયભૂત એવા ધાતુ વગેરે શબ્દનું ગ્રહણ થવામાં તે ધાતુ વગેરેમાં નિશ્રિત થયેલાં આગમ રૂપ અવયવોના પણ ગ્રહણની સિદ્ધિ આ ન્યાયથી થવાથી આગમની આત્યંતિકી સ્વાશ્રયયોગિતા સિદ્ધ જ છે.
૨. આગમો અવયવીભૂત છે, એમ કહ્યું. જે આગમોનો ઞાતિ શબ્દથી નિર્દેશ કરાય છે, તે આગમો આગળ (સામે) રહેલાં ધાતુ વગેરેનો "આદિ" એવા અવયવો કહેવાય છે, અને જે આગમો અન્ત શબ્દથી સૂત્રમાં નિર્દિષ્ટ છે, તે પૂર્વમાં રહેલ ધાતુ વગેરેના ‘અંત્ય’ અવયવ તરીકે વ્યવહાર કરાય છે.
૩. વ્યારાવે: ૦ (૪-૩-૭૮) સૂત્રથી ત્િ નો લુફ્ - થયું, પ્રગ્ન્યપત્નીપત્ । રૂપ થયું, એમ કહ્યું. આમાં ત્ આગમ ‘બહુલતાએ' થવાથી જ્યારે ત્ ન થાય, ત્યારે કેવળ ર્ નો લુમ્ થાય, અને જ્યારે ત્ આગમ થાય ત્યારે - ‘પરાદિ’ = પર પ્રત્યયનો આદિ અવયવ થવાથી - ત્ સહિત એવા પણ મૈં નો લુફ્ થાય.
૩૨૦