________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરીનુવાદ. કોઈ પ્રયત્ન ન કરવો, તે જ છે. અર્થાત આ ન્યાયથી જ ક્વચિત્ ઉત્સર્ગવિધિ પણ અપવાદવિધિનો બાધ કરીને પ્રવર્તશે. તેથી આવા પ્રયોગોની સિદ્ધિ થઈ જશે, એવી આશાથી જ બીજો પ્રયત્ન કરેલો ન હોય તે આ ન્યાયને જણાવે છે.
આ ન્યાયની અનિત્યતાનો સંભવ A. નથી. (૧/૫૬)
| પરામર્શ
A. કહેવાનો આશય એ છે કે, આ ન્યાયમાં વિત્ પદ મુકેલું હોવાથી સ્વભાવથી જ આ ન્યાય અનિત્યતાને જણાવનારો - સાધનારો છે. અર્થાત્ "ક્યારેક જ અપવાદનો બાધ કરીને ઉત્સર્ગવિધિ થાય" એમ અનિત્યપણાને સૂચવે છે. સર્વદા- હંમેશા અપવાદનો બાધ કરીને ઉત્સર્ગવિધિ થાય તો આ ન્યાયની અનિત્યતા કહેવી શક્ય બને. પણ એ પ્રમાણે કહેવામાં તો આ ન્યાયનો જે અર્થ “અપવાદવિધિનો બાધ કરીને ક્વચિત્ ઉત્સર્ગવિધિ પ્રવર્તે છે,” તેની સાથે વિરોધ આવે. વળી ઉત્સર્ગવિધિ નિરર્થક બની જાય. આથી તે પ્રમાણે કહેવું અસંભવિત જ છે. ટૂંકમાં અનિત્યતાની અનિત્યતાનો અસંભવ હોવાથી આ ન્યાયની અનિત્યતા સંભવતી નથી. (૧/૫૬)
‘નાનિષ્ઠાથ શાસ્ત્રપ્રવૃતિ: / ૧ / ૧૭ છે
ન્યાયાઈ મંજૂષા
ન્યાયાર્થ :- શાસ્ત્રની એટલે કે વ્યાકરણ સૂત્રની અથવા ન્યાયસૂત્રની પ્રવૃત્તિ અનિષ્ટરૂપની સિદ્ધિ માટે ન કરવી, કારણકે, શિષ્ટ પ્રયોગોની જ સિદ્ધિ માટે શાસ્ત્ર હોય છે.
પ્રયોજન - અનિષ્ટરૂપોની સિદ્ધિનો પ્રતિબંધ | નિષેધ કરવા માટે આ ન્યાય છે.
ઉદાહરણ :- બે પ્રકારે છે. તેમાં (૧) વ્યાકરણસૂત્ર સંબંધી ઉદાહરણ પહેલાં જોઈએ - ની ધાતુનો ધાતુપાઠમાં નું પ્રપળે | એ પ્રમાણે ઉત્ રૂપે પાઠ કરેલો હોવાથી ત: શતરિ (૩-૩-૯૫) સૂત્રથી ફળવાનું કર્તાની વિવક્ષા કરવાથી આત્મપદ સિદ્ધ હોવા છતાં પણ
Dાડમૂર્તાથાત્ (૩-૩-૪૦) સૂત્ર જે કરેલું છે, તે સિદ્ધ સત્યારો, નિયમાર્થ: (૧/૨૫) ન્યાયથી નિયમ કરવા માટે હોવાનું ફલિત થાય છે. નિયમ આ પ્રમાણે છે - જેનું આખ્ય = કર્મ અમૂર્ત હોય અને તે કર્તામાં રહેલું હોય, તેવા જ ની ધાતુથી આત્મપદ થાય. જેમકે, (ચૈત્ર:) શ્રમં વિનયતે | ચૈત્ર શ્રમ = થાકને શમાવે છે - ઉતારે છે, એમ અર્થ છે. (અહિ ની ધાતુનું શ્રમરૂપ કર્મ એ ચૈત્રાદિ કર્યુ0 = કર્તામાં રહેલું છે. તે કર્મ ભાવાત્મક હોયને અમૂર્ત પણ છે. વળી, થાક ઉતારવારૂપ ક્રિયાનું ફળ કર્તાને જ મળે છે. માટે ફળવાનું કર્તાની વિવક્ષામાં ઉત્ એવા ની ધાતુથી આત્મપદની પ્રાપ્તિ છે. તેમ છતાં આત્મપદ માટે ફૂંથ૦ (૩-૩-૪૦) સૂત્રનો પુનઃ આરંભ કરેલો છે, તે પૂર્વોક્ત નિયમ માટે ફલિત થાય છે.)
૨૮૬