________________
વક્ષ. ૧ | સૂ. ૨૩. ન્યા. મં. સમાસ વડે (સમસ્ત) નિર્દેશ કરાય તો અહીં આત્માનપદ થઈ જાય, જે ઈષ્ટ નથી. ઉક્ત ઉદા.માં અકૃત્રિમ - લૌકિક સ્વાંગ નથી. આથી ઉક્ત ઉદા.માં આત્મપદનો નિષેધ કરવા માટે, “અહીં પારિભાષિક “સ્વાંગ” ન લેવું, કિન્તુ લોકપ્રસિદ્ધ - અકૃત્રિમ સ્વ - અંગ લેવું,” એમ સૂચવવા માટે “વેડ' એવો વ્યસ્ત - નિર્દેશ કરેલો છે. તે આ રીતે - પૂર્વોક્ત સૂત્રથી જયાં અકૃત્રિમ - સ્વાંગરૂપ કર્મ હોય ત્યાં જ થી આત્મપદ કરેલું. આથી માચ્છતિ પાવૈ મૈત્ર) (ચૈત્ર:) | એમાં જે બે પગ લાંબા કરવાની વાત છે, તે ચૈત્રાદિ કર્તાના સ્વકીય - પોતાના પગ - સંબંધી નથી, કિન્તુ અન્ય એવા મૈત્રના પગ - સંબંધી છે. આમ અહીં અકૃત્રિમ = સ્વાભાવિક = લોકપ્રસિદ્ધ સ્વાંગ - અર્થ ન હોવાથી (કૃત્રિમ સ્વાંગ - લક્ષણ ઘટતું હોવા છતાં ય) આત્મપદ થશે નહીં. કેમકે અકૃત્રિમ (લોકપ્રસિદ્ધ) સ્વાંગ તો જ્યારે મૈત્રાદિ - કર્તાના પોતાના પગને લંબાવવાની વિવેક્ષા હોય ત્યારે જ ઘટે છે. આમ “વેડછે' એવા વ્યસ્ત (સમાસ રહિત) નિર્દેશથી અકૃત્રિમ સ્વાંગનું જ ગ્રહણ થવા દ્વારા ગાયત પાવો (ચૈત્રો) મૈત્રી | ઈત્યાદિમાં આત્મપદનો નિષેધ સિદ્ધ થાય છે.
અહિ જો “વા એમ સમસ્તાભિધાન (સમાસ પૂર્વક નિર્દેશ) કરવામાં આવે તો પારિભાષિકસ્વાંગના લક્ષણનો સદ્ભાવ હોવાથી, આ ન્યાયથી કૃત્રિમ = પારિભાષિક જ સ્વાંગનું ગ્રહણ થતાં અહીં પણ આત્મપદે થયું જ હોત, જે ઇષ્ટ નથી. આથી આ ન્યાયની શંકાથી જ વેડફે એમ વ્યસ્તાભિધાન કરેલું છે. અને વ્યસ્ત નિર્દેશ કરવાથી હવે કૃત્રિમ સ્વાંગનું ગ્રહણ નહિ થતાં ઉક્ત સ્થળે આત્મને પદ નહિ થાય. આ પ્રમાણે આ ન્યાયની શંકાથી જ પૂર્વોક્ત સૂત્રમાં વા ને બદલે વેડફે એમ વ્યસ્ત નિર્દેશ કરેલો સાર્થક હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે.
અનિત્યતા :- આ ન્યાય અસાર્વત્રિક છે. અર્થાત્ સર્વત્ર નહિ પ્રવર્તનારો = અનિત્ય છે. આ ન્યાયની અનિત્યતા ઉત્તર - ન્યાયમાં બતાવાશે. (૧/૨૩)
સ્વોપા ન્યાસ
૧. પરિભાષાનિધ્યનંતિ - શાસ્ત્રકારની પોતાની ઈચ્છા પ્રમાણે વ્યવસ્થા જેના વડે કરાય તે પરિભાષા કહેવાય. જેમ કે, વાડદ્રવંતુ ઈત્યાદિથી ગ્રંથકાર આ. ભ. શ્રી હેમચંદ્ર-સૂરિજીએ સ્વેસ્ટ " - પોતાને ઈષ્ટ સ્વાંગની વ્યવસ્થા કરી છે. માટે તે પરિભાષા નિષ્પન્ન / પારિભાષિક સ્વાંગ કહેવાય. [(૧/૨૩)
सप्तर्षयोऽपि सततं गगने चरन्तो, रहूं क्षमा न मृगी मृगयोः सकाशात् । जीयाच्चिरं कलियुगे प्रभुहेमसूरि - रेकेन येन भुवि जीववधो निषिद्धः ॥
• વિવિધગચ્છીય પટ્ટાવલી સંગ્રહ આકાશમાં સતત ભ્રમણ કરતાં સપ્તર્ષિ પણ શિકારીની પાસેથી હરિણીનું રક્ષણ કરવામાં સમર્થ ન થઈ શક્યા, જ્યારે કલિયુગમાં જેમણે એકલ પંડે પૃથ્વી ઉપર જીવવધ (મારિ) અટકાવી, તે પ્રભુ શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજી જય પામો...
= ૨૧૩