________________
અને સફળ બને કે જો વ્યાકરણ સૂત્રો ઉપરની ‘તત્ત્વપ્રકાશિકા’ બૃહદ્વૃત્તિનું વ્યવસ્થિત અધ્યયન થાય. કારણકે તેમાં જ સૂત્રોનું રહસ્યોદ્ઘાટન કરેલું છે અને આપવાદિક - વિશિષ્ટ પ્રયોગોની સિદ્ધિની તુલનાત્મક સુંદર છણાવટ કરેલી છે. આ ગ્રંથ કરતાં પહેલાં પ્રસ્તુત ‘ન્યાય સંગ્રહ' ગ્રંથનો અભ્યાસ કરી લેવો જોઈએ. જૈન પરંપરામાં વ્યાકરણશાસ્ત્ર તરીકે આપણે જો કોઈને આગળ કરી શકીએ તો તે આ તત્ત્વપ્રકાશિકા - બૃહવૃત્તિ જ છે, લઘુવૃત્તિ નહીં. લઘુવૃત્તિ તો સૂત્રની પરિચાયિકા માત્ર છે. ગણપાઠ અને પૂર્વોક્ત વિશેષતાઓ માટે ત. પ્ર. બૃહદ્વૃત્તિનો જ આશ્રય કરવો અનિવાર્ય છે. તેના અભ્યાસ વિના વ્યાકરણ કરી લીધાનો અનુભવ કરવો તેનું ફળ તો આત્મસંતોષ માત્ર છે. છેવટે, શબ્દાનુશાસન ભણવાને ઈચ્છુક આત્માઓ કમસે કમ લઘુવૃત્તિની સાથે આ ‘ન્યાયસંગ્રહ' ગ્રંથનો અભ્યાસ કરશે તો પણ તેમને વ્યાકરણ અંગે સારો બોધ થશે. અને પછી બૃહવૃત્તિ ક૨શે તો ‘સોનામાં સુગંધ ભળે’ ન્યાયે કંઈક સફળ – અધ્યયનની અનુભૂતિ જરૂર થશે.
1
કેટલીક વખત સાનુકૂળ વાતાવરણ, પંડિતજી વગેરે દીર્ઘકાલિક નિમિત્ત અને પૂરતાં ભાષાંતર આદિ સાધનોનો અભાવ હોવાથી પણ આ વિષયનું અધ્યયન પડતું મૂકાય છે. આવા સંજોગોમાં પ્રસ્તુત સવિવેચન ગુર્જરાનુવાદ ગ્રંથ વ્યાકરણના અભ્યાસુઓ માટે અતિ ઉપયોગી બની રહેશે, એમ માનું છું. વ્યાકરણમાં સૂત્રની પ્રધાનતા
વ્યાકરણશાસ્ત્ર એ સૂત્રાત્મક છે. સૂત્રમાં જ ઘણા બધાં અર્થો અને રહસ્યો ગૂંથી દીધાં હોય છે, જે નાની - મોટી ટીકાઓ દ્વારા સ્થૂળ કે સૂક્ષ્મ રૂપે પ્રગટ કરાય છે. અર્થાત્ સૂત્રો ઉપરથી પ્રાયઃ સમગ્ર અર્થ લાવી શકાય છે. આથી સૂત્રાભ્યાસ ઉપર વધુ ભાર આપવો જોઈએ.
પ્રત્યેક સૂત્રમાં મુખ્યત્વે ત્રણ બાબતનું વિધાન કરેલું હોય છે. (૧) સ્થાની - એટલે જેમાં કાર્ય થાય, તેને ‘કાર્ટી' પણ કહેવાય. (૨) નિમિત્ત - એટલે જે હોતે છતે કાર્ય થાય અને જે ન હોય તો કાર્ય ન થાય – તે સંયોગો - શરતો – હેતુઓને નિમિત્ત કહેવાય. (૩) કાર્ય - તમામ નિમિત્તોની હાજરી હોય ત્યારે અમુક વર્ણાદિમાં જે ફેરફાર | વિકાર થાય - પછી તે આદેશ, આગમ કે લોપ આદિ રૂપે .હોય, તેને કાર્ય કહેવાય. વળવÒ સ્વરે યવતમ્ (૧-૨-૨૧) સૂત્રમાં ત્રણેયનો નિર્દેશ છે. ‘રૂ વર્ણ આદિ' એ સ્થાની છે. ‘અસ્વ - સ્વર’ એ નિમિત્ત છે. અને ય, વ, ૬ 7 આદેશ એ કાર્ય છે.
જે સૂત્રોમાં આ ત્રણેય વસ્તુ સાક્ષાત્ આપેલ ન હોય ત્યાં પૂર્વસૂત્રથી ખૂટતી વસ્તુ - ક્યારેક સ્થાની, ક્યારેક નિમિત્ત તો ક્વચિત્ કાર્ય - એનું અનુવર્તન કરવાનું હોય છે. વ્યાકરણ - સૂત્રોની રચના ઓછામાં ઓછી માત્રાથી - અક્ષરોથી ક૨વી, એમાં ગ્રંથકારનું ગૌરવ મનાતુ હોવાથી - આ સૂત્રો પ્રાયઃ અનુવૃત્ત (પૂર્વ સૂત્રોક્ત સંબંધી) પદોના સંબંધવાળા = અધ્યાહારવાળા હોય છે. આવા અનુવૃત્ત પદોને સૂત્રો સાથે જોડી દેવાથી સૂત્રો દ્વારા જ અભિપ્રેત અર્થ જણાઈ આવે છે. દા. ત. તૃતીયસ્ય પશ્ચમે (૧-૨-૧) સૂત્રમાં સ્થાની તરીકે તૃતીયસ્ય અને પશ્ચમે એ પ્રમાણે નિમિત્ત આપેલું છે. આટલાં સૂત્રથી સૂત્રાર્થ જાણવો અશક્ય છે. આથી અહીં પવો, વા અને ઝનુનાસિ: આ ત્રણ પદો પૂર્વસૂત્રથી અનુવર્તે છે, તેનો સંબંધ કરવાથી આ સમસ્ત સૂત્ર આ પ્રમાણે થાય - પાને તૃતીયસ્ય પશ્ચમે ઝનુનાસિક્કો વા (સ્વાત્ ) । આ પ્રમાણે સૂત્રની કલ્પના કરવાથી પદાન્તે રહેલ વર્ગના ત્રીજા વ્યંજનનો પાંચમો વ્યંજન પર આવતાં - ‘આસન્ન’ પરિભાષાથી - તેના જ વર્ગનો વિકલ્પે અનુનાસિક થાય છે' એમ સંપૂર્ણ અર્થ જણાઈ જશે. પછી વ્યાવ્યાતો વિશેષાર્થપ્રતિપત્તિ :। ન્યાયથી વિશેષાર્થની પ્રતીતિ માટે ટીકાનો આશ્રય
૨૫