________________
૧/૫. પરામર્શ... ઉપસ્થિત થતો નથી. અર્થાત આ ન્યાયથી વ્યપદેશિવભાવનો જે નિષેધ સૂચિત છે, તે સ્વમતે પ્રત્યય વિધિ - વિષયક જ છે. અહીં જે કહ્યું કે, શિવદ્ધાવોડનાના - એ ન્યાય (સ્વ - મતે) પ્રત્યયવિધિ વિષયક જ છે, તે પણ સંજ્ઞા - પ્રકરણ (વિધિ) અને ઉત્તરપદાધિકારવિધિ પુરતું જ સ્વીકારવું જોઈએ. કારણકે એ સિવાય તો પ્રત્યયના ગ્રહણમાં પણ પ્રત્યયાંતનું ગ્રહણ સંભવે જ છે. અન્યથા આગળ કહેવાતી (વફ્ટમાણી રીતે પ્રત્યયઃ પ્રત્યારે (૭-૪-૧૧૫) પરિભાષાથી (તથા વિશેષામન્ત: પરિભાષાથી) પ્રત્યયના ગ્રહણમાં પ્રત્યયાત એવા પ્રકૃતિ - પ્રત્યય સમુદાયના ગ્રહણનું જે વ્યવસ્થાપન કરાયું છે, તેની સાથે વિરોધ આવે. અર્થાત્ તે પરિભાષા નિરર્થક બની જવાની આપત્તિ આવે. માટે સંજ્ઞોત્તરપધારે (૨/૧૭) ન્યાયસૂચિત પૂર્વોક્ત બે વિધિઓમાં પ્રત્યાયના ગ્રહણમાં પ્રત્યયનું જ ગ્રહણ કરવું, તદન્તનું નહીં. અન્યત્ર સર્વત્ર તદન્તનું ગ્રહણ કરવું એમ વિવેક જાણવો. આ પ્રમાણે પાણિનીય પરંપરામાં કહેલ પૂર્વોક્ત ન્યાયનો સ્વમતે નામસંબંધી વિધિ કરવામાં સ્વીકાર કરેલો નથી. આ રીતે પણ વિશેષાન્તિઃ (૭-૪-૧૧૩) પરિભાષા એ વર્ણસંબંધી હોવા સાથે, શબ્દ – સંબંધી પણ છે, એ વાત નક્કી થાય છે.
અહીં પ્રશ્ન એ થાય કે જો ઉક્ત - પરિભાષા સર્વત્ર પ્રવર્તતી હોય તો સર્વ ઐસ્માતો (૧-૪-૭) વગેરે સૂત્રોમાં પ્રથમથી જ તે પરિભાષા - સૂત્રનું પ્રવર્તન કરીને પરમસર્વÁ | વગેરે તદન્તવિધિવાળા ઉદાહરણો કેમ ન આપ્યા? સર્વસ્ત્ર . વગેરે વ્યપદેશિવભાવથી (ખાદ્યન્તવ (૧૫) ન્યાયથી) સિદ્ધ થતાં ઉદાહરણો શા માટે પહેલાં આપ્યા? એનો જવાબ અમને એવો પ્રતીત થાય છે કે, વિશેષાન્તિઃ (૭-૪-૧૧૩) પરિભાષાસૂત્રનું પ્રવર્તન થવા છતાંય ઉપસ્થિતિ તો પ્રથમતઃ સર્વસ્ત્ર | રૂપની જ થાય છે. અને વ્યવહારમાં પણ તેનો જ પ્રથમ પ્રયોગ થતો હોય, તેની (સર્વ ની) સિદ્ધિપૂર્વક જ સમાસ દ્વારા પરમસર્વસ્ત્ર ની સિદ્ધિ થાય છે – વ્યવહાર પણ આવો જ છે અને બાળબુદ્ધિ અભ્યાસુઓને આ ક્રમથી જ બોધ થવો સરલ બને. માટે જ વિશેષ બોધના અભિલાષકોના બોધ માટે વિશેષમત: પરિભાષાની પ્રવૃત્તિ પ્રાયઃ બૃહન્યાસમાં પ્રદર્શિત કરી હોય. આમ પ્રથમ - ઉપસ્થિતિ કે
વ્યવહારના અનુસરણાદિ કોઈપણ હેતુથી સૂરિજીએ પહેલાં સર્વસ્ત્ર | ઉદાહરણ આપ્યા અને પછી વિશેષમન્તઃ પરિભાષાથી નિષ્પન્ન (સિદ્ધ) થતાં પરમસર્વસ્ત્ર વગેરે ઉદા. આપેલાં સંભવે છે. આમાં તો સિય તિચિન્તનીયા | ઉક્તિ લગાડવી. વિશેષ સમાધાન અન્ય વિદ્વાન્ વૈયાકરણ - લોકથી જાણવું. પણ આવા ક્રમે ઉદાહરણ આપવાથી વિશેષમન્ત: (૭-૪-૧૧૩) પરિભાષા નામસંબંધી નથી, એમ ન કહી શકાય એ જ કહેવાનો આશય છે.
તદન્ત પટું (૧-૧-૨૦) સૂત્રના શ. મ. બૃહન્યાસમાં એવી શંકા ઉઠાવી છે કે, સૂત્રમાં અન્ત નું ગ્રહણ શા માટે કર્યું છે ? “સા પદ્ધ' , એટલું કહેવાથી પણ તદન્તની જ = વિભક્ત્યન્તની જ પદ - સંજ્ઞા થશે, કારણ કે પ્રત્ય: પ્રત્યારે. (૭-૪-૧૧૫) પરિભાષાથી પ્રત્યયના ગ્રહણથી તદન્ત પ્રકૃત્તિ - પ્રત્યય સમુદાયનું જ ગ્રહણ થશે ? અર્થાત્ ઉક્ત પરિભાષાથી તદન્તવિધિનો લાભ થઈ જશે, એમ કહેલું છે. અને પછી સમાધાન કરેલું છે કે, ““વિભત્યંતની - પદસંજ્ઞા કરવા માટે સૂત્રમાં “મા” નું ગ્રહણ - “સંજ્ઞાવિધિમાં પ્રત્યયનું ગ્રહણ થયે તદન્તનાં ગ્રહણનો પ્રતિષેધ કરવા માટે છે. અર્થાત્ અહીં તદન્તવિધિ થતી નથી, એમ જણાવવા માટે " મત " નું ગ્રહણ કરેલું છે અને આ રીતે પણ પ્રત્યયના ગ્રહણમાં પ્રત્યયાંતનું ગ્રહણ થવાની પ્રાપ્તિ હોવાથી જ ઉક્ત શંકા યથાર્થ ગણાય. એટલે પ્રત્યયની બાબતમાં તો વિશેષમન્ત: (અથવા તેના જ વિસ્તારભૂત પ્રત્યય: પ્રત્યારે) પરિભાષાની પ્રવૃત્તિ છે – એમ સ્પષ્ટ જણાય છે.
૧૫૫