________________
આ રીતે સહેલાઈથી ભણી શકાશે. પ્રસ્તુતમાં જે મૂળગ્રંથ છાપેલો છે તેને પૂર્વની આવૃત્તિ કરતાં વધુ વિશદ કરવાનો પ્રયાસ કરેલો છે. પૂર્વની આવૃત્તિમાં સળંગ ટીકા છપાઈ છે. જ્યારે આમાં વિષય પ્રમાણે ફકરા પાડીને મુદ્રણ કરેલું છે. અને જ્ઞાપક આદિ સૂચક શબ્દોને બોલ્ડ ટાઈપમાં લઈને વિષયોનો પણ સ્પષ્ટ નિર્દેશ કરેલો છે, જેથી ભણનારને વધુ સુગમતા રહે.
આ સવિવેચન ગુર્જર - અનુવાદ ગ્રંથ મુખ્યત્વે ત્રણ વિભાગમાં વહેંચાયેલ છે.
(૧) ન્યાયસંગ્રહની “ન્યાયાર્થમંજૂષા” નામની બૃહવૃત્તિનું ન્યાયાર્થ, પ્રયોજન, ઉદાહરણ આદિ વિભાગશ: ભાષાન્તર.
(૨) “સ્વપજ્ઞન્યાસ'નું ગુર્જર - ભાષાંતર, જેમાં પૂર્વોક્ત બૃહવૃત્તિના કઠણ અને સંદિગ્ધ વિધાનોને સ્પષ્ટ | વિશદ કરીને અને પોતાનો આશય પ્રગટ કરીને ગ્રંથકારશ્રીએ શંકા - નિવારણ કરેલું છે. આ ન્યાસ ન્યાયાર્થમંજૂષા ટીકાના કયા વિષય ઉપર છે તે સૂચવવા ટીકાના તે તે શબ્દો ઉપર ૧, ૨, ૩ વગેરે ચિહ્નો | નિશાનીઓ મૂકેલી છે.
(૩) “પરામર્શ' વિવેચન - આ ભાષાંતર નથી પણ વિવેચન રૂપે છે, અથવા ટીપ્પણ રૂપે છે. આમાં ન્યાયાર્થમંજૂષા કે સ્વોપજ્ઞન્યાસના કેટલાંક વિધાનો ઉપર મુખ્યત્વે બૃહવૃત્તિ, બૃહન્યાસ, લધુન્યાસ અને ધાતુપારાયણના આધારે ક્યાંક સંક્ષિપ્ત તો ક્યાંક વિસ્તારથી છણાવટ કરી છે. આ પરામર્શ કયા સંદર્ભમાં છે, તે જણાવવા ન્યા. મે. ટીકા અને સ્વો. ન્યા. ના લખાણના શબ્દો પછી A, B, C તથા *, $, વગેરે નિશાનીઓ કરેલી છે. આમાં ક્યારેક ન્યાયોની મૌલિકતા જણાવવાનો પ્રયાસ કરેલો છે, તો ક્યારેક ન્યાયોના ઉદાહરણ, જ્ઞાપક, અનિત્યતાના ઉદાહરણ વગેરે કઈ અપેક્ષાએ સંગત થાય છે, ઈત્યાદિ બાબતોનું નિરૂપણ કરેલું છે. આ રીતે પરામર્શ'માં પ્રકૃત ગ્રંથકારશ્રી હેમહંસગણિવર્યના વિધાનોની સ્યાદ્વાદના આશ્રયથી સંગતતા જણાવવાનો મુખ્ય સુર રહ્યો છે. આ વિવેચનમાં જે “તત્ત્વપ્રકાશિકા' બ્રહવૃત્તિ આદિ ગ્રંથોનો આધાર લીધો છે, તે ગ્રંથોના સંદર્ભો | મૂળપાઠો પણ ઘણે ઠેકાણે ટાંકેલાં છે. કેટલાંક ઠેકાણે અભ્યાસુ વર્ગને ખૂબ ઉપયોગી નિવડશે એવા આશયથી ન્યાયવૃત્તિના કે સ્વોપજ્ઞન્યાસના એક અંશરૂપ પદાર્થની પણ છણાવટ કરી છે. કેટલાંક વિષયો આ પ્રમાણે છે - જ્ઞાપક કોને કહેવાય ? ‘લક્ષણા' શું છે ? “સામર્થ્ય' શું છે ? કેટલા પ્રકારે છે ? નવમસત્વરે. (૨-૧-૬૦) સૂત્રથી વિધિને અસત્ માનવી કે શાસ્ત્રને ? વિશેષમત: (૭-૪-૧૧૩) પરિભાષા વર્ણસંબંધી જ છે. કે શબ્દ સંબંધી પણ છે ? ઈત્યાદિ. આ “પરામર્શ' વિવેચનના વિષયોની “સૂચિ' અનુક્રમણિકામાં તે તે ન્યાયસૂત્રની સાથે જ આપેલી છે, તે જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવી.
- ટૂંકમાં ‘પરામર્શ' વિવેચનમાં ‘સિદ્ધી તિચિન્તનીયા' ન્યાયને અનુસરીને સ્યાદ્વાદનો ઉચિત આશ્રય કરવા પૂર્વક વધુમાં વધુ ગ્રંથકારના વચનોની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરેલો છે.
આ ઉપરાંત ન્યાયોના ઉદાહરણ, જ્ઞાપક આદિ મુખ્ય વિષયનું સરળતાથી સ્મરણ [ ઉપસ્થિતિ રહે તે માટે પ્રત્યેક ન્યાયના ઉદાહરણ, જ્ઞાપક, આદિ સંક્ષિપ્ત હકીકત જણાવતું કોષ્ટક પાછળ પરિશિષ્ટ - ૧ રૂપે આપેલું છે, તેનો પણ ખાસ ઉપયોગ કરવા યોગ્ય છે.
અધ્યેતાઓને કંઈક માર્ગદર્શન આ ગ્રંથનો સારી રીતે અભ્યાસ કરી શકાય, માણી શકાય એ માટે કેટલીક બાબતો અહીં રજૂ
= ૨૦