________________
ચાયાર્થમંજૂષા અને સ્વોપશન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. (૭-૪-૯૯) સૂત્રથી આ કારનો પ્લત આદેશ થયો છે. પછી ડૂતોડનિતૌ (૧-૨-૩૨) સૂત્રથી સંધિનો અભાવ થયો છે.
શાપક :- હૃસ્વ - દીર્ધાશમાં આ ન્યાયનું જ્ઞાપક છે – ઘણા બધાં સ્થાનોમાં (સૂત્રોમાં) હૃસ્વ - દીઘદિવિધિના સ્થાનનું અનુપાદન - અનિર્દેશ જ. તે આ પ્રમાણે - હ્રસ્વ - દીર્ઘ આદેશરૂપી વિધિ સર્વત્ર સ્વરનો જ કરાય છે. આમ સ્વર એ સ્થાની છે. તે સ્થાનીનું ઘણાં બધાં સ્થળે સૂત્રમાં ઉપાદાન કરેલું નથી. હવે જો આ પ્રસ્તુત ન્યાય ન હોય તો વ્યંજનનું પણ સ્થાની તરીકે ગ્રહણ થઈ જાય, જે ઈષ્ટ નથી. પણ આ ન્યાય હોવાથી સ્થાની તરીકે સ્વરનું જ ગ્રહણ થશે, એવા આશયથી જ તે તે સૂત્રમાં સ્થાની તરીકે સ્વરનું ગ્રહણ કરેલું નથી. આમ આ ન્યાયના સામર્થ્યથી (અસ્તિત્વથી) જ તે તે સૂત્રમાં હૃસ્વાદિ આદેશવિધિના સ્થાનીનું અગ્રહણ સંગત થતું હોયને તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે.
(૩) પ્લતાંશમાં જ્ઞાપક મળતું નથી, કારણ કે પ્લતવિધિમાં સમ્પત્યસૂયાપત્યનેશ્વાધામન્ચમાવી સ્વરેષ્ઠ7% નુતઃ (૭-૪-૮૯) સૂત્રમાં સ્થાનીનું સાક્ષાત્ કથન છે.
પ્રશ્ન :- જો હુતાશમાં આ ન્યાયનું જ્ઞાપક મળતું ન હોય તો આ ન્યાયમાં સ્તુત શબ્દનો નિવેશ (ઉપન્યાસ) શા માટે કર્યો છે. ?
ઉત્તર :- હ્રસ્વ વગેરેના સહચારના લીધે જ અહીં સૂત્રમાં પ્લતનું ગ્રહણ કરેલું છે.
(પ્રશ્ન :- જો સૂત્રમાં સ્થાનીનું સાક્ષાત્ કથન કરવાથી કોઈપણ સૂત્ર આ ન્યાયાંશનું જ્ઞાપક બનતું નથી, માટે તમે આપ્યું નથી. તેમ પૂર્વે તમે જે ટીકામાં હુતાશનું ઉદાહરણ આપેલું છે – તેમાં પણ સૂત્રમાં સાક્ષાત્ સ્થાનીનું ગ્રહણ કરેલું હોયને ઉદાહરણ પણ વાસ્તવિક નથી. તો ઉદાહરણ પણ શા માટે આપ્યું છે ? એવા પ્રશ્નના સમાધાનમાં કહે છે કે –) અમે જે હુતાશનું ઉદાહરણ આપેલું છે, તે પણ હુતના ઉદાહરણનું સ્થાન શૂન્ય (ખાલી) ન રહી જાય એટલાં પૂરતું જ છે. (બાકી વાસ્તવિક ઉદાહરણ નથી.) અથવા તો જે બીજા વૈયાકરણોએ આ ન્યાયને સાપેક્ષ રહીને પ્લતવિધિ કરવામાં સૂત્રમાં સ્થાની તરીકે સ્વરનું સાક્ષાત્ ઉપાદાન કરેલું નથી, તેઓના મતે તો તે સ્થાનીનું અનુપાદાન જ પ્લતાંશમાં પણ જ્ઞાપક બની જશે. (વળી તે વ્યાકરણમાં સ્થાનીના ઉપાદાન વિનાનો તે સૂત્રોક્તવિધિ, ઉદાહરણ રૂપે પણ સાર્થક, વાસ્તવિક જ ગણાશે.)
(પ્રશ્ન :- બીજા વૈયાકરણોને આ ન્યાયો ઉપયોગમાં શી રીતે આવી શકે ?)
ઉત્તર :- આ ન્યાય સૂત્રો ચિરંતન - અતિ પ્રાચીન છે. માટે જુદા જુદા વ્યાકરણોને સાધારણ રૂપે જ છે. એટલે આ ન્યાયમાં કહેલ પ્લતાંશ પણ અન્ય વૈયાકરણોની અપેક્ષાએ સાર્થક બની શકે છે. (૧/૪)
રવોપજ્ઞ ન્યાસ
૧. શંકા- હૃસ્વાદિ આદેશ સ્વરના જ થાય પણ વ્યંજનના ન થાય, એમ આ ન્યાયનો અર્થ
= ૧૪૪