________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ચાયાવાયાધ્યાયવસંહારવહારધારવીરનારમ્ (૫-૩-૧૩૪) સૂત્રથી ઇન્ પ્રત્યય લાગતાં નિપાતન કરવાથી સિદ્ધ થતાં ચાર શબ્દનો અર્થ છે - પોતાને ઈષ્ટકાર્યની (રૂપોની) સિદ્ધિ કરવામાં અનુગુણ = અનુકૂળ એવી યુક્તિઓ. આ સાન્તર્થ (પ્રકૃતિ - પ્રત્યયાર્થને અનુસરતી) એવી વ્યુત્પત્તિ કરવાથી સંદિગ્ધ અર્થનો નિર્ણય કરવા રૂપ જે સર્વ - ન્યાયોનું B. સાધારણ પ્રયોજન છે, તે જણાવેલું છે, એમ સમજવું.
इति न्यायार्थमञ्जूषायां न्यायसंग्रह - भूमिका. ।
| સ્વપજ્ઞ ન્યાસ |
(ગ્રંથકાર શ્રી હેમહંસગણિવર - વિરચિત ન્યાયાર્થમંજૂષા - ટીકા ઉપર બૃહન્યાસ)
૧. રૈનાવા ૦ અહીં આદિમાં સવગુરુ – અક્ષરવાળો “' ગણ એ પૃથ્વીતત્ત્વ છે અને તે લક્ષ્મી માટે અથત અભ્યદય માટે મુકેલો છે. આ શ્લોકમાં “નૈલોક્ય’ શબ્દ હકાર - વાચક છે. અને હેંકાર એ શ્રીસિદ્ધચક્ર યંત્રના પાંચ બીજોમાં મધ્યવર્તી બીજ છે. તેથી હુલામધ્યન્યાયથી' એટલે કે જેમ તુલા (ત્રાજવું) ના મધ્યભાગનું ગ્રહણ કરવામાં આદિભાગનું અને અંત ભાગનું ગ્રહણ આપમેળે (સ્વયં) થઈ જાય છે, તેવી જ રીતે અહિ મધ્યવર્તી કાર બીજનું ગ્રહણ કરવાથી બાકીના પણ આગળ - પાછળના બીજનું ઉપાદાન સ્વયં થઈ ગયેલુ જાણવું. અથવા “નૈલોક્ય” એ હકારવાચી હોવાથી તેની સાથે આગળ રહેલા નમ: પદને જોડતાં નr: / એવો પતિસિદ્ધ મંત્ર થાય છે. તે શ્રી સિદ્ધચક્રના અંગ રૂપે હોયને શાસ્ત્ર સંબંધી શિષ્ય - પ્રશિષ્યની પરંપરાના વિસ્તાર માટે અને પાલન માટે અહિ પતિ છે. આજ અર્થ ‘તાવિને' પદ વડે સૂચવાય છે. કારણ કે તામ્ ધાતુનો અર્થ વિસ્તારવું અને પાલન કરવું છે. ( તાડુ સત્તાનપાનયોઃ / થાતુપાત ૮૦૬ )
૨. શ્રી સોમકુવંર પદનો અર્થ બે રીતે થાય (૧) એક તો શ્રીસિદ્ધચક્રજીને સોમ = ચંદ્રની ઉપમા આપી છે અને તે એટલાં માટે કે શ્રીસિદ્ધચયંત્રની સ્થાપના = આકૃતિ પણ ચન્દ્ર જેવા વૃત્ત (ગોળ) આકારવાળી છે. અને (૨) બીજું કે સોમસુંદર એ સ્વગુરુનું નામ છે. આ રીતે અહીં ટીકાકાર ૧. મંગલ, ૨. અભિધેય, ૩. પ્રયોજન, ૪. સંબંધને સંક્ષેપથી દર્શાવે છે. તે આ રીતે - માદ્યત્તને મધ્યસ્થપિ હામુ / “આદિભાગ અને અંતભાગના ગ્રહણથી મધ્યભાગનું પણ ગ્રહણ થાય,” એ ન્યાયના બળથી સકળ શાસ્ત્રને મંગલરૂપે જણાવવા માટે આદિમાં અને અંતમાં અવશ્ય મંગલ કહેવું જોઈએ. અર્થાત તુલા વગેરેના દંડને પહેલાં અને અંતિમ છેડાથી ગ્રહણ કરતાં મધ્યનું ગ્રહણ થઈ જાય છે. તેમ અહિ પણ આદિમાં અને અંતમાં પૂવોક્ત મંગલ કરવાથી મધ્યમાં મંગલ આવી જ જાય છે. વૃત્તિકાર શ્રી હેમહંસગણિજીએ ન્યાયવૃત્તિની આદિમાં સિદ્ધચક અને સ્વગુરુના નામનો ઉલ્લેખ કરવા પૂર્વક પ્રણિધાન = એકાગ્રબુદ્ધિથી તેઓનું સ્મરણ = તાત્ત્વિક નમસ્કાર કરેલો છે, તે આદિ મંગલ છે. અને અંતમાં જે સિદ્ધ એવો શબ્દ મુકેલો છે, તે જ અંતિમ મંગલ છે.
વળી જુદી જુદી રીતે ન્યાયોની પ્રશંસા કરતાં – જણાવતાં ગ્રંથકારશ્રી - તે ન્યાયો જ અહીં અભિધેય છે, એવું સૂચવે છે.
૩. આ શ્લોકમાં ચારે પાદમાં વપરાયેલો રાય શબ્દ તેના જુદા જુદા અર્થોને સૂચવે છે. (૧) શ્લોકના ૧લાં પદમાં ન્યાયશબ્દ રાજનીતિવાચક છે. (૨) બીજા પાદમાં વ્યાપારાદિમાં રખાતી નીતિ અર્થ
= ૧૧૬ =