________________
ન્યાયસંગ્રહ - ભૂમિકા - ન્યા. મં... સમ્યગ્દષ્ટિ શ્રીહેમચન્દ્રસૂરિજી વડે પરિગૃહીત = સંગૃહીત (સ્વીકૃત) હોવાથી તે શ્રુતજ્ઞાન જ છે. આથી અને વિશેષ કરીને આ પ્રસ્તુત ગ્રંથમાં આજ વ્યાકરણ અધિકૃત અર્થાતુ મુખ્ય વિષયભૂત હોવાથી તેને નમસ્કાર કરેલો છે. સ્વગુરુને નમસ્કાર કરવામાં વિશેષ ભક્તિજન્ય સંભ્રમને પ્રગટ કરવા માટે એટલે કે ઉત્સુકતા = સત્કાર બતાવવા માટે અ ત્યંને (૭-૪-૭૨) સૂત્રથી નમ્ શબ્દનો અસકૃભાવ = એટલે કે બે વાર ઉચ્ચાર કરેલો છે. બાકીનો શ્લોકાર્થ સુખેથી સમજાય તેવો - સ્પષ્ટ છે.
( ન્યા.સં. મથ થે તુ શાત્રે સૂતા નો સિદ્ધાર્થ ચાયતિર્થ યઃ યિતે રૂતિ !
હવે જે શબ્દાનુશાસન આદિ શાસ્ત્રમાં સૂચવેલાં અને વૈયાકરણાદિ લોકમાં પ્રસિદ્ધ ન્યાયો છે, તેને જણાવવા) માટે પ્રયત્ન કરાય છે. (મૂળગ્રંથ)
ન્યા.મં. ટીકા :- આ વાક્યમાં શાસ્ત્રનો જાયોરૂપી જે વિષય (અભિધેય) છે તે તો સાક્ષાતુ જ કહ્યો છે. જ્યારે સંબંધ અને પ્રયોજન આ પ્રમાણે જાણવો. સંબંધ આ પ્રમાણે છે - પૂર્વોક્ત વાક્યમાં મૂકેલાં અથ શબ્દનો અર્થ આનંતર્ય = એટલે કે અંતરરહિતપણું છે. એટલે કે હેમસંસ્કૃત વ્યાકરણની અનંતર – એવો અર્થ થાય છે. આથી શ્રી હેમસંસ્કૃત - વ્યાકરણની બૃહદ્રવૃત્તિ સાથે ન્યાયસૂત્રનો આનંતર્યરૂપ સંબંધ જણાય છે.
તથા તુ પદમાં જે તુ શબ્દ છે, તે જણાવે છે કે “વ્યાકરણના સૂત્રો નવા કરેલાં છે. જયારે (પ્રસ્તુત) ન્યાયસૂત્રોનો તો બીજા પાણિનિ વગેરેએ રચેલાં વ્યાકરણ શાસ્ત્રમાં પણ : તેવો જ પાઠ જોવા મળતો હોવાથી ચિરંતન એટલે કે અતિ પ્રાચીન છે.” આવી વિશેષ હકીકતને જણાવતો એવો તુ શબ્દ આ ન્યાયસૂત્રો, ગુરુપરંપરાથી જ ગ્રંથકાર સુધી આવેલાં છે - એ પ્રમાણે ગુરુપર્વક્રમરૂપ A. સંબંધને પણ જણાવે છે. •
- વાક્યમાં જે “શા' એવું પદ છે, તેનો અર્થ - સાંગ (લિંગાનુશાસન વગેરે પાંચ અંગ સહિત *) શબ્દાનુશાસન વગેરે શાસ્ત્રોમાં - એવો થાય છે. હવે નો સિદ્ધાગ્ર એ અવયવનો ભાવાર્થ કહે છે. લોક એટલે વ્યાકરણશાસ્ત્રના જાણકાર અને પ્રામાણિક (નૈયાયિક) વગેરે લોક સમજવો. તેવા લોકમાં પ્રસિદ્ધ ન્યાયો અહિ પ્રસ્તુત છે.
હવે ચાર શબ્દનો અર્થ જણાવે છે. ચાય શબ્દ દષ્ટાંત અર્થમાં પણ રૂઢ છે. જેમ કે (૧) સૂવિટાચા (દષ્ટાંત), (૨) વિક્ષોનન્યાય, (૩) કુમળા , (૪)
દાતાનાચાય વગેરે. હવે ન્યાય શબ્દની વ્યુત્પત્તિ જોઈએ. પ્રસ્તુત શાસ્ત્રમાં તો નીયતે ન્દ્રિાધોડર્થો નિયતિ - (જેના વડે સંદિગ્ધ અર્થનો નિર્ણય થાય તે)
•
• શબ્દો વચ્ચે A, B, 8, વગેરે સંકેતો દ્વારા પરામર્શ - વિવેચનનો સંદર્ભ સૂચવેલો છે. આના સંબંધી પરામર્શ માટે જુઓ પૃ. ૧૧૮.
* * ૧. સૂત્ર પાઠ, ૨. ધાતુપારાયણ, ૩. ગણપાઠ, ૪. ઉણાદિગણ અને ૫. લિંગાનુશાસન આ પાંચ વ્યાકરણના અંગો છે. કેટલાંક ધાતુપાઠનો અથવા બ્રહદ્રવૃત્તિનો પણ પંચાંગીમાં સંગ્રહ કરે છે. વસ્તુતઃ પંચાંગી એ ઉપલક્ષણ છે. તેથી વૃત્તિ, બૃહન્યાસ વગેરે પણ વ્યાકરણના અંગ તરીકે જાણવા.
૧૧૫