________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ.
હે પંડિતવર્યો ! મોક્ષરૂપી શુભપદ (સ્થાન) રૂપ ફળને આપનારી ન્યાયવૃત્તિનો (ન્યાયયુક્ત આચરણનો) તમે આદર કરો. (૨)
જગતમાં સુગૃહીતનામધેય અર્થાત્ પ્રસિદ્ધ નામવાળા (કલિકાલસર્વજ્ઞ) આચાર્ય ભગવંત શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજીએ સ્વયં રચેલા (સ્વોપજ્ઞ) સિદ્ધહેમશબ્દાનુશાસન (સંસ્કૃતવ્યાકરણ) ની બૃહવૃત્તિના પ્રાન્તે (સમર્થ: વિધિ: (૭-૪-૧૨૨) સૂત્રની બૃ.વૃ.ના છેડે) સત્તાવન (૫૭) ન્યાયોનો સંગ્રહ કરેલો છે. તે ન્યાયો ક્યાં ક્યાં અનિત્ય બને છે અર્થાત ્ લાગતા નથી એ વાતની ઉપેક્ષા કરીને કોઇ પ્રાચીન શાસ્ત્રકારે તે ન્યાયોની વ્યાખ્યા, ઉદાહરણ અને જ્ઞાપકોને જ જણાવનારી નાનકડી ટીકા બનાવી છે.
જ્યારે હમણાં અમે પૂર્વે આ. ભ. શ્રીહેમચન્દ્રસૂરિજીવડે સંગ્રહ કરેલાં સત્તાવન (૫૭) ન્યાયોસૂત્રોની અને સ્વયં સંગ્રહીત બીજા ચોરાશી (૮૪) ન્યાયસૂત્રોની - સૂત્રના નક્કી કરેલાં ક્રમ (ઉદ્દેશ) પ્રમાણે (૧) વ્યાખ્યા = ન્યાયસૂત્રાર્થ, (૨) પ્રયોજન, (૩) ઉદાહરણ અને (૪) જ્ઞાપકોને અને યોગ્યતા પ્રમાણે તેની (૫) અનિત્યતા અને (૬) અનિત્યતાના જ્ઞાપકોને જણાવવા માટે, આ ‘ન્યાયસંગ્રહ' નામના ન્યાયસૂત્રગ્રંથની ‘ન્યાયાર્થમંજૂષા’ નામની બૃહવૃત્તિની રચના કરીએ છીએ.
મૂળમાં કરવા માટે આ
ન્યાયસંગ્રહગ્રંથમાં કર્તા શ્રીહેમહંસગણિજી ન્યાયસૂત્રોની શરૂઆતમાં મંગલ પ્રમાણે નમસ્કાર કરે છે.
=
ન્યા. સં. ॐ रूपाय नमः श्रीमद्हैमव्याकरणाय च 1
श्रीसोमसुन्दरगुरूत्तंसाय च नमोनमः ॥ શ્ ॥
ૐ એવા રૂપને (આકૃતિને) અને શ્રીમહૈમવ્યાકરણને નમસ્કાર થાઓ તથા ગુરુઓમાં મુગટ સમાન (શ્રેષ્ઠ) એવા શ્રીસોમસુંદરસૂરિ ગુરુને પણ વારંવાર નમસ્કાર થાઓ.
(૧)
आ ૩ -
ન્યા. મં. બુ. રૃ. :- અહીં ઓમ્ એવું જે રૂપ છે તે શ્રી અર્હદ્ (અરિહંત), અશરીર (સિદ્ધ) આચાર્ય, ઉપાધ્યાય, અને મુનિ એ પાંચ શબ્દોના આદ્ય / પ્રથમ વર્ણ (અ अ મૈં ) થી નિષ્પન્ન થયેલું છે. તે ઓમ્ રૂપને નમસ્કાર કરવો ઈષ્ટ છે. અને આ ઓમ્ રૂપને નમસ્કાર કરવાથી પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર સિદ્ધ થાય છે. (કારણ કે તે ઓમ્ રૂપ પંચપરમેષ્ઠી વાચક શબ્દોના આદ્ય વર્ણથી બનેલું છે.)
આ શ્લોકની આદિમાં (રૂપા - એમ) સર્વ ગુરુઅક્ષરવાળો મ ગણ છે. અને તે પૃથ્વી - તત્ત્વ છે. લક્ષ્મીના હેતુથી એટલેકે અભ્યુદયને માટે આ મગણ રૂપ પૃથ્વી - તત્ત્વ મૂકેલું છે. પૂર્વપુરુષોએ કહ્યું છે કે, મગણ એ પૃથ્વી તત્ત્વ છે અને લક્ષ્મીનો વિસ્તાર કરે છે. બોમ્ શબ્દને નમઃ એ પ્રમાણે પદ સાથે જોડવાથી ૐ નમઃ । એવો પઠિતસિદ્ધ મંત્ર બને છે. (કેટલાક મંત્રો કોઈપણ જાતની વિધિ વગર તેના જાપથી જ સિદ્ધ થઇ જાય છે. માટે તે પઠિત - સિદ્ધ મંત્ર કહેવાય છે.) આ મંત્ર સર્વ રીતે અભ્યુદયને માટે મૂકેલો છે. શ્રીમદ્મવ્યાકરણ એ
૧૧૪