________________
ન્યાયસંગ્રહ - ભૂમિકા - સ્વો. ન્યા છે. (૩) ત્રીજા પાદમાં ન્યાયશબ્દ તાર્કિકો (નૈયાયિકો) ને માન્ય અનુમાનાદિ પ્રમાણનો વાચક છે અને (૪) ચોથા- પાદમાં ન્યાયશબ્દ વ્યાકરણમાં આવતાં ન્યાયવાચી છે અથવા સર્વ પ્રકારના ન્યાયોને જણાવે છે. બીજું કે છેલ્લી પંક્તિનો અર્થ જો પ્રસ્તુત વ્યાકરણ સંબધી ન્યાય પક્ષે કરીએ તો આ રીતે થાય છે પંડિતવર્યા ! ન્યાયમંજૂષા નામની શુભ = નિદૉષ સાધુ = શિષ્ટસંમતપદની પ્રાણિરૂપ ફળને આપનારી ન્યાયવૃત્તિ (ટીકા) નો તમે આદર કરો.
૪. શુભપવન એટલે શુભ - નિરવદ્ય - નિદોષ જે પદો = પ્રયોગો, તે રૂપ ફળને આપનારી... ન્યાયવૃત્તિનો તમે આદર કરો. આ વિધાનથી - ન્યાયવૃત્તિનું અધ્યયન કરીને ન્યાયોનો યથાર્થ / યોગ્ય પ્રયોગ કરનાર વ્યક્તિ શુભપદોની સિદ્ધિ કરવાને સમર્થ બને છે - એ પ્રમાણે શાસ્ત્રનું ૩. પ્રયોજન / હેતુ દશાવ્યો છે. વળી બીજી પણ ન્યાયવૃત્તિ (ન્યાયયુક્ત આચરણ - ન્યાયસંપન્ન જીવન) નો આદર / સ્વીકાર કરવાથી તે પ્રતિષ્ઠારૂપી જે શુભ પદ / અવસ્થા - તે રૂપી ફળને આપનારી થાય છે, એ પ્રમાણે પણ કહેવાનો થોડો આશય છે.
૨. અહીં રૂદ તાવત્ વગેરે પદોથી પ્રસ્તુત શાસ્ત્રનો ૪. સંબંધ કહે છે.
દ નિત્યતામુપેસ્ય ૦ અહીં કહેવાનો આશય એ છે કે, તમામ ન્યાયો fસદ્ધિ: દ્ધિવિત્ (૧-૧-૨) એમ કહેવાથી શિષ્ટ પ્રયોગાનુસારે ક્યાંક પ્રવર્તે છે - લાગે છે, તો ક્યાંક પ્રવર્તતાં - લાગતાં નથી. આમ વાયો પ્રાય: અનિત્ય જ છે. અને તે અનિત્યતા પ્રાચીન વૃત્તિકારે ક્યાંય પણ પ્રગટ કરી નથી. (પણ પ્રસ્તુત ન્યાયવૃત્તિમાં તે પ્રાપ્તિ અનુસાર પ્રગટ કરાશે.)
. ૭. ચાવાર્થમઝૂષાનાની આ નામની બ્રહવૃત્તિ રચીએ છીએ, એમ કહ્યું. એનો અર્થ આ પ્રમાણે છે. ગાયોના જે અથો = અભિધેય વસ્તુ, તે જ તે રૂપી) અર્થ = ધન, તે ન્યાયાથ કહેવાય. તેની મસૂપા = પેટી જેવી પેટી. ન્યાયોના અર્થ રૂપ ધનની પેટી જેવી પેટી, તે ન્યાયાર્થમંજૂષાનો સમુદિત અર્થ છે. આ નામમાં "વિક્વન્માનસીંસ' વગેરે પ્રયોગોની જેમ "પરંપરિત - રૂપક" નામનો કાવ્યાલંકાર છે, એ પ્રમાણે કાવ્ય પ્રકાશ - ગ્રંથનો મત છે. ૮. સમ્મદ્રષ્ટિ વડે પરિગૃહીત હોવાથી આ શ્રુતજ્ઞાન છે, એમ કહ્યું. કહેલું છે કે,
व्याकरणच्छन्दोऽलङ्कृति - नाटककाव्यतर्कगणितादि ।
सम्यग्दृष्टिपरिग्रहपूतं जयति श्रुतज्ञानम् ॥ १ ॥ સમ્યગદષ્ટિના પરિગ્રહ = સ્વીકાર વડે પરિશદ્ધ કરેલું હોવાથી વ્યાકરણ, છન્દ, અલંકાર, નાટક, કાવ્ય, તર્ક ગણિતશાસ્ત્ર વગેરે શ્રુતજ્ઞાન જય પામે છે. પ્રસ્તુત વ્યાકરણ પણ સમ્યગદષ્ટિ - આચાર્ય ભ. શ્રી હેમચન્દ્રસૂરિજીવડે પરિગૃહીત = સ્વીકૃત હોયને પરિશુદ્ધ કરેલું છે. આથી શ્રુતજ્ઞાન જ છે.)
૯. “ન્યાય' શબ્દ ‘દાંત' અર્થમાં પણ છે. તે આ રીતે – (૧) સૂચીકટાહ ન્યાય - (સોઈ - કડાઈનું દષ્ટાંત) :- જેમ લોહકારે લુહારે) પહેલાં આવેલાં માણસ માટે કડાઈ બનાવવાની શરૂઆત કરી હોય ત્યાં પાછળથી કોઈ માણસ આવીને સોંઈ (સૂચી) ઘડી આપવા માટે કહે તો પણ તે લુહાર કડાઈની અપેક્ષાએ ખૂબ નાનું કામ હોવાથી પહેલાં સોઈ બનાવી આપે છે અને પછી કડાઈ બનાવી આપે છે. કેમ કે તે ઘણું મોટું કામ છે. તેવી જ રીતે વ્યાકરણદિશાસ્ત્રમાં જે ઠેકાણે થોડું કહેવાનું હોવાથી પાછળ કહેવાના વિષયની પ્રથમ જ પ્રરૂપણા કરવામાં આવે અને પૂર્વે બતાવેલ વિષયનું નિરૂપણ
= ૧૧૭
=