________________
પ્રસ્તાવના .
૩૩
છે જેને પરિણામે તે બહુ અસરકારક બની રહેતા નથી. આમ નાટકમાં કાયવેગના અભાવની સાથે સાથે પાત્રાલેખનની ઊણપ પણ અતી રહેતી નથી. શરૂઆતમાં કણું ની દાનવીરતા પ્રગટ કરવાનો હેતુ સિદ્ધ થયા છે ખરા પણ ત્યાંય આખા પ્રસંગ જાણે કે કૃતક હોય એવી છાપ પાડ્યા વિના રહેતી નથી. છેવટે ત્યાં પણ શબ્દાળુતાનુ` જ પ્રાધાન્ય છે. જેમકે કહ્યું'ની યાચક મેળવવા માટેની અધીરાઈ એના જ શબ્દોમાં વ્યક્ત કરતાં કવિ કહે છે.
चतुर्युगायमाना मे चतस्रो नालिंका गताः । सम्भावयत्यपूर्वोsर्थी नाद्याऽप्यद्य कुतोऽपि माम् ॥
રૂપકમાં સવાદકલાનો વિચાર કરીએ તો સપ્રથમ એ નોંધવુ જોઈએ કે કવિની ભાષા એકદરે સરળ અને પ્રાસાદિક છે. કાવ્યામાં સંવાદ ગોઠવવાના કે સવાદાત્મક શ્લોકો રચવાના કવિતા શાખ તુરત જ ધ્યાન ખેંચે છે. કની દાનવીરતાના પ્રસંગમાં કણું અને પ્રતિહાર, પુરાહિત અને ભીમ તેમજ કણુ અને બ્રાહ્મણવેશધારી ભીમ વચ્ચેના સંવાદ-શ્લોકો આનું ઉદાહરણ છે, આ બાબતમાં કવિ મહાકવિ ભાસથી પ્રભાવિત થયા જણાય છે. કારણ કે ભાસે પણ પ્રતિમા વગેરે નાટકોમાં આવા સંવાદાત્મક શ્લોકોનુ નિરૂપણ કરેલુ છે. સંવાદોમાં કવિ મોટેભાગે સરળ ભાષામાં અને સીધી અભિધામાં જે કઈ કહેવુ હોય તે કહી દે છે, વ્યંજના કે લક્ષણાના આશ્રય લેવાતા કવિને કોઈ માઠું નથી. સંવાદોનું લાધવ ખીજા અકમાં વધારે સારી રીતે સધાયુ છે કે જ્યાં દ્રૌપદીને એની સખીઓ સાથેના સવાદ નિરૂપાયા છે. કવિના સંવાદમાં ચોટદાર કશુ નથી આમ છતાં તે સામાન્યતામાં સરી પડે તેવા પણ નથી તે આપણે નાંધવુ' જોઈ એ કારણ કે ભાષામાં અપેક્ષિત એવુ' શબ્દગૌરવ એ સંવાદોમાં છે. જેમકે સખી ક તરફ દ્રૌપદીનુ ધ્યાન ખેંચે છે ત્યારે દ્રૌપદી કહે છે—
वैदर्भी : सखि । चिन्तितवस्तुदानचिन्तामणि प्रलोकय चम्पानगरीनाथम् । दोपदी : सखि । जनपरपरापिशुमितकानीनता विडम्बितजनेना लमनेनाऽपि कर्णेन । કવિ વિજયપાલ શબ્દાડખરના છેક જ શોખીન નથી એવું નથી પણ એમનામાં પ્રમાણુભાવના અભાવ પણ નથી.
રૂપક નાટ્યતત્ત્વની દૃષ્ટિએ નોંધપાત્ર ઊણપો ધરાવતું હોવા છતાં કહેવું જોઈએ કે કવિમાં કાવ્યશક્તિની ઊણપ નથી. નાટ્યતત્ત્વની ઊણપોને કારણે ઉપે ક્ષિત રહેલા આ રૂપકમાં કવિની કાવ્યશક્તિ તા દેખાય છે પણ એ તરફ વિવેચકાનું ધ્યાન ગયું. જણાતું નથી, પરિણામે એનું પણ યાગ્ય મૂલ્યાંકન થઈ