________________
જીવ અમારી પલાવિયે, કીજીયે વ્રત પચ્ચખાણ રે. ભાવ ધરિ ગુરૂ વંદિયે, સૂણિયે સત્ર વખાણું છે. પર્વ ૨ આઠ દિવસ એમ પાલિયે, આરંભને પરિહારે રે, નાવણ ધાવણ ખંડણ, લેષણ પણે વારે રે. ૫૦ ૩ શક્તિ હોય તે પચચખીચે, અઠાયે અતિ સાર રે, પરમભક્તિ પ્રતિ લાવિયે, સાધુને ચાર આહારે છે. પર્વ : : ગાય સેહા ગણું સવિ મલી, ધવલ મંગલ ગીત રે, પકવાને કરિ પિષિ, પારણે સાહમિ મન પ્રીત છે. પર્વ. ૫. સત્તરદિ પૂજા રચી, પૂજિયે શ્રી જિનરાય રે આગલ ભાવના ભાવિયે, પાતક મલ ધેવાય છે. પર્વ. ૬ લેચ કરાવે રે સાધુજી, બેસે બેસણા માંડી ; શીર વિલેપન કીજીયે, આલસ અંગથી છેડી રે. પર્વ૭ ગજગતિ ચાલે ચાલતી, સોહાગણ નારી તે આવે રે, કુકમ ચંદન ગર્હઅલી, મેતિયે ચોક પુરાવે છે. પ૦ ૮ રૂપા મોહરે પ્રભાવના, કરિયે તવ સુખકારી રે, શ્રી ક્ષાવિજય વિરાયને, લઘુ માકવિજય જયકારી રે.
૫૦ ૯ હળબીજી પહેલે દિન બહુ આદર આણ, કલ્પસૂત્ર ઘર શાહે કુસુમ વસ્ત્ર કેસરશું પૂછ, કાતિ જગે લિયે લાહે રે પ્રાણી કલ્પસૂત્ર આરાધે, આરાધી શિવસુખ સાધો રે;
ભવિજન કલ્પસૂત્ર આરાધો. એ આંકણી ( પ્રહ ઉઠીને ઉપાશ્રયે આવી, પૂછ ગુરૂ નવ અંગે; વાજિંત્ર વાજતાં મંગલ ગાવતાં, દિયે ગહ્લી મન રંગે રે પ્રાક. ૨