________________
૨૮૮
પર્વ પજુસણ કરે ઉલ્લાસ, અઠ્ઠાઈધરને કરો ઉપવાસ,
પોષહ લીજે ગુરૂ પાસ, વડા કપને છઠ્ઠ કરી છે, તેહ તને વખાણ સુણજે,
ચૌદ સુપન વાંચી જે પડવેને દિને જન્મ વંચાય, ઓચ્છવ મહેચ્છવ મંગલ ગાય,
વીર જિણેસર રાય. ૧ બીજ-દિને દક્ષિા–અધિકાર, સાંજ-સમય નિરવાણુ વિચાર,
વીરતણે પરિવાર, ત્રીજે-દિને શ્રી પાર્શ્વ વિખ્યાત, વળી નેમીસરનો અવાત,
વળી નવ ભવની વાત, વીશે જિન અંતર તેવીશ, આદિ જિનેશ્વર શ્રી જગદીશ,
તાસ વખાણ સુણીશ ધવળ મંગલ ગીત ગહુલી કરીએ, વલી પ્રભાવના નિત અનુસરીએ,
અઠ્ઠમ તપ જપ વરીએ. ૨ આઠ દિવસ ઉગે અમર પળા,તેહ તણે પડદે વજડા,
ધ્યાન ધરમ મન લાવે; સંવત્સરી દિન સાર કહેવાયે, સંઘ ચતુર્વિધ ભેળે થાય,
બારશું સુત્ર સુણાય; થિરાવલી ને સમાચારી, પટ્ટાવળી પ્રમાદ નિવારી,
સાંભળજે નર નારી, આગમ સુત્રને પ્રણમીશ, કલ્પસૂત્ર શું પ્રેમ ધરીશ,
શા સર્વે સુણીશ. ૩ સત્તરભેદી જિન પૂજા રચા, નાટક કેરા ખેલ મચાવે,
વિાધશું નાત્ર ભણાવે,