________________
ધન્ય ધન્ય ક્ષત્રીકુંડ ગામ મનેહરૂ
જિહાં વીરકુમારનો જનમ ગવાય રાજા સિદ્ધારથના કુલમાંહે દિનમણી,
ધન્ય ધન્ય ત્રિશલારાણી જેહની માય. માતા. ૧૭ એમ સિયર ટેળે મળી ગાવે હાલરું,
થાશે મનના મનોરથ તેહને ઘેર અનુક્રમે મહદય પદવી રૂપવિજય પદ પામશે, ગાયે અમિયવિજય કહે થાશે લીલા લહેર. માતા૧૮
છાને મેરા છબલા, છાને મારા વીર, પછી તમારી દોરી તાણું,
મહાવીર કુંવર ઝૂલે પારણીએ ઝૂલે. ટેક હીરના છે દેર, ઉમે છે મેર, કોયલડી સુરનારી. મહાવીર. ૧ ઈંદ્રાણી આવે હાલણ હલણ લાવે, વીરને હેતે કરી હલરાવે
મહાવીર૦ ૨ સુંદર બેહેની આવે, આભુષણ લાવે, ખાજાં રૂડાં લાવે,
મેતીચુર ભાવે, વીરને હેતે કરી જમાડે. મહાવી૨૦ છે. વીર મેટા થાશે, નિશાળે ભણવા જાશે,
એમ ત્રિશલા માતા હરખાશે. મહાવીર જ નંદિવર્ધન આવે, રાણી રૂડી લાવે,
વીરને હેતે કરી પરણાવે મહાવી૨૦ ૫ વીર મોટા થાશે, જગતમાં ગવાશે;
એમ કાંતિવિજય ગુણ ગાશે, મહાવીર. ૬