________________
દેય વરસ ભાઈને આગ્રહ, પ્રભુ ઘરવાસે વસીયા ધર્મપંથ દેખાડે ઈમ કહે, લેકાંતિક ઉલસીયારે. હમચડી ૭ એક કોડ આઠ લાખ સોનઈઆ, દીન દીન પ્રભુજી આપે ઈમ સંવછરી દાન દઈને, જગનાં દારિદ્રય કાપે છે. હમચડી ૮ છાંડયા રાજ અતિઉર પ્રભુજી, ભાઈએ અનુમતિ દીધી; મૃગશીર વદ દશમી ઉત્તરાય, વીરે દીક્ષા લીધી રે. હમચડી ૯ ચનાણી તિણ દીનથી પ્રભુજી, વરસ દિવસ ઝાઝે રે, ચિવર અ બ્રાહ્મણને દીધું, ખંડ ખંડ બે ફેરી રે. હમચડી૧૦ ઘર પરિસહ સાઢા બારે, વરસ જે જે સહીયા; ઘેર અભિગ્રહ જે જે ધરિયા, તે નવિ જાયે કહીયા રે. હમચડી. ૧૧ સૂલપાણીને સંગમદેવે, ચંકેસી ગસાલે; દીધું અને પાયસ રાંધી, પગ ઉપર વાલે રે. હમચડી. ૧૨ કાને ગેપે ખીલા માર્યો, કાઢતાં મુકી રાઢી જે સાંભળતાં ત્રિભુવન કંપ્યાં, પર્વત શિલા ફાટી રે. હમચડી. ૧૩ તે તે દુષ્ટ સહું ઉઘરીયા, પ્રભુજી પર ઉપગારી; અડદ તણા બાફલા લઈને, ચંદનબાલા તારી રે. હમચડી. ૧૪ દેય છ માસી નવ ચઉમાસી, અઢી માસી ત્રણ માસી, દેઢ માસી બે બે કીધાં, છ કીધાં બે માસીરે. હમચડી ૧૫ બારમાસને પખ હેતેર, છઠ બસે ઓગણત્રીસ વખાણું બાર અહમ ભદ્રાદિ પ્રતિમા, ધન દઈ ચાર દશ જાણું રે.હમચડી૧૬ ઈમ તપ કીધાં બારે વરસે, વણ પાણી ઉલાસે, તેમાં પારણું પ્રભુજીએ કીધાં,ત્રણસેં ઓગણપચાસ રે. હમચડી. ૧૭ કર્મ ખપાવી વૈશાખ માસે, સુદ દશમી સુભ જાણ ઉત્તરાગ શાલીવૃક્ષ તળે,પામ્યા કેવલ નાણું રે. હમચડી. ૧૮