________________
૧ર૩
ઢાળ બારમી પુષ્કર પશ્ચિમ ઐરાવતે હવે, અતીત વીશી વખાણું અર્વાદ ચોથા જિન નમી, છઠ્ઠા કુટિલક જાણેજી, સાતમાં શ્રી વર્ધમાન જિનેશ્વર, ચોવીશી વર્તમાનજી, એકવીશમાં શ્રી નંદીકેશ જિન, તે સમરું શુભ સ્થાને છે. ઓગણીશમા શ્રીધર્મચંદ્ર જિન, અઢારમાં શ્રી વિવેકેજી, હવે અનાગત વીશીમાં, સંભારૂં શુભ ટેકેજી; શ્રી કળાપક થા જિન છ, શ્રી વિસામ પ્રણમીજે. સાતમા શ્રી આરણ્ય જિન ધ્યાતા, જન્મને લાહે લીજે. ૨. શ્રી વિજયપ્રભસૂરીશ્વર રાજે, દિનવિન અધિક જગશેજી; ખંભનયરમાં રહીયે ચોમાસું, સંવત સત્તર છત્રીશેજી; દેસે કલ્યાણકનું ગુણણું, તે મેં પૂરણ કીધું, દુખ ચૂરણ દીવાળી દીવસે, મનવંછિત ફળ લીધું છે. ૩ શ્રી કલ્યાણવિજય વર વાચક, વાડી મતંગજ સિહજી. તાસ શિષ્ય શ્રી લવિજય બુધ, પંડીતમાંહી લિ. તાસ શિષ્ય શ્રી જિતવિજય બુધ, શ્રી નવિજય સભાગી; વાચક વિજયે તસ શિષ્ય, ગુણીયા જિન વડભાગીજી. ૪ - એ ગુણણું જે કંઠ કરશે, તે શિવરમણ વરશેજી; તરશે ભવ હરશે સવિ પાતક, નિજ આતમ ઉદ્ધરશેજી; બાર ઢાલ જે નિત્યે સમરશે. ઉચિત કાજ આદરશેજી; સુત સહદય સુજસ મહોદય, લીલા તે આદરશે.
કળશ એ બાર ઢાળ રસાળ બારહ, ભાવના તરૂ મંજરી; વર બાર અંગ વિવેક પલ્લવ, બાર વ્રત શોભા કરી,