SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ તારાઓથી રિવરેલો આ ચંદ્ર હણાયેલા અધિકારવાળો થયેલો છતો, મોતીઓના સમૂહોથી યુક્ત, તેજસ્વી છત્રના બહાનાથી ત્રણ પ્રકારે ધારણ કરાયેલા શરીરવાળો (બનીને) નક્કી અહીં આવ્યો છે. સમાસ : (૧) તારઽમિ: અન્વિત: કૃતિ તારાન્વિત: (૨) વિતઃ अधिकारः यस्य स विहताधिकारः (३) मुक्तानां कलापः इति मुक्ताकलाप:, तेन कलितानि इति मुक्ताकलापकलितानि । मुक्ताकलापकलितानि च तानि उल्लसितातपत्राणि च इति मुक्ताकलापकलितोल्लसितातपत्राणि तेषां व्याजः, तस्मात् । उल्लसितानि च तानि आतपत्राणि च इति उल्लसितातपत्राणि । आतपात् त्रायन्ते इति આતપત્રાણિ | (૪) ધૃતા તનુ: યેન સ ધૃતતનુઃ । , ભાવાર્થ : રાત્રે લોકમાં પ્રકાશ કરવાનો અધિકાર-કામગીરી તારાથી યુક્ત ચન્દ્રની હતી. પણ પ્રભુ આવ્યા બાદ પ્રભુ જ રાત્રે પણ સર્વત્ર (ભાવ) પ્રકાશ ફેલાવવા લાગ્યા. એટલે ચંદ્રનો લોકને પ્રકાશિત કરવાનો અધિકાર હણાઈ ગયો. એટલે ચંદ્ર વિચારે છે કે ‘મારું હવે આ આકાશમાં કંઈ કામ નથી વળી હવે હું કામ કરતો ન હોવાથી લોકો મારી સામે પણ જોતાં નથી તો મારે મારું અસ્તિત્વ ટકાવવા માટે પ્રભુ પાસે જ જવું પડશે.’ એમ વિચારી ચંદ્ર પ્રભુ પાસે આવ્યો છે. ન કોઈ કવિને પૂછે કે જો ચંદ્ર પ્રભુ પાસે આવ્યો છે તો દેખાડો તો ખરા? ક્યાં છે ? એટલે કવિ કહે છે કે ચંદ્ર પોતાના શરીરને ત્રણ છત્ર રૂપે ધારણ કર્યું છે. અર્થાત્ આ પ્રભુની ઉપર દેખાતા છત્રો એ છત્ર નથી પણ ચંદ્રનું જ ત્રણ ભાગમાં વહેંચાયેલું શરીર છે. વળી કોઈ પૂછે કે ચંદ્રના પરિવારભૂત પેલા તારાઓ ક્યાં છે ? એટલે ઉત્તર આપે છે કે આ જે છત્રમાં મોતીઓના ઝુમખાઓ લટકતા દેખાય છે એ જ તારલાઓ છે. આ રીતે આ શ્લોકનું રહસ્ય સમજવું. ++++++++++++||||||||| કલ્યાણમંદિર સ્તોત્ર EllllllllEllllElllllll*****1111111111111********************** ૨૯
SR No.005709
Book TitleKalyan Mandir
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages60
LanguageGujarat, Sanskrit
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy