________________
સાધના માટે સુખાસન અનુકૂળ રહે છે અને મૌન આવશ્યક છે. શિબિરમાં તો સાધના આખા દિવસની અને સાત દિવસ સુધીની રહે છે પરંતુ અહીં આપણે બે ઘડી અર્થાત્ અડતાલીસ મિનિટની સાધનાનું લક્ષ્ય રાખીને સાધનાનું નિરૂપણ કર્યું છે.
સાધનાની શરૂઆત ઇષ્ટદેવનું સ્મરણ કરી તેમને ત્રણ વાર ભાવવંદન કરીને કરવી. વિપશ્યના માટે ચિત્તની સૂક્ષ્મતા આવશ્યક હોવાને કારણે શરૂઆત આના પાનસતી શ્વાસના નિરીક્ષણથી કરવી. શરૂઆતની પાંચ-સાત મિનિટ કેવળ શ્વાસ જોયા કરવામાં આપવી અને પછીથી વિપશ્યના શરૂ કરવી. શ્વાસને તટસ્થ રહીને જોવાથી ચિત્ત શાન્ત થશે અને સંવેદનોને પકડવાની તેની ક્ષમતા વધી જશે જે વિપશ્યના માટે અત્યંત આવશ્યક છે.
વિપશ્યનામાં શરૂઆત શરીરને જોવાથી કરવામાં આવે છે. તેમાં માથાથી પગ સુધીના દરેક અંગ-ઉપાંગને અંદર-બહાર કેવળ જોયા કરવાનું છે. દરેક અંગ ઉપર સ્થિર થઈને મનચક્ષુ દ્વારા તેને જોવાનું છે, તે અંગ ઉપર જો કોઈ સંવેદન થતું લાગે તો તેને જોવાનું છે. પણ તેની કોઈ પ્રતિક્રિયા કરવાની નથી. શરૂઆતમાં સાધકને કદાચ કોઈ અનુભવ ન થાય, કંઈ થતું ન લાગે તો તેથી ચિંતિત થવાનું નથી. છતાંય સાધકે ખંતથી પોતાની સાધના કરતા રહેવાની છે. માથાથી પગ સુધીની યાત્રા કરતાં સામાન્ય રીતે અડધો કલાક થાય કે થવો જોઈએ તો જ સાચા અર્થમાં વિપશ્યના થશે અને સંવેદન પકડાશે. જો કે સંવેદન લાવવા માટે આપણે કોઈ પ્રયાસ કરવાનો નથી. - વિપશ્યનાની સાધનામાં કોઈ પણ પ્રકારનો આયાસ-પ્રયત્ન વર્જિત છે.
જે થાય કે થતું હોય તેને કેવળ જોયા કરવું એ જ આ સાધનાનો સિદ્ધાંત છે અને તે જ સાધનાનું લક્ષ્ય છે. શરીરને ઉપર ઉપરથી જોતાં જોતાં સાધક ધીમે ધીમે શરીરના અંદરના સ્તરે પણ શું ઘટિત થઈ રહ્યું છે તેને પણ જોયા કરે છે. સાધક તેની અનુભૂતિ કરે છે પણ તે પોતાના તરફથી સ્વયં કંઈ જોડતો નથી કે તેની પ્રતિક્રિયા કરતો નથી. સાધકે બધું સાક્ષીભાવથી જોયા કરવાનું છે.
સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે સાધક શું જુએ? સાધક ઋતુને કારણે, પરિસ્થિતિને કારણે, રોગને કારણે શરીર ઉપર શું ઘટિત થાય છે તે જોયા કરે. શરીર ગરમ લાગે છે, ઠંડી લાગે છે, તેના ઉપર પરસેવો થાય છે, કયાંક કોઈ જગાએ જડતા કે ઘનતા લાગે છે. ભારેપણું લાગે છે, કયાંક હલકાપણાનો ધ્યાનવિચાર
૫૭