________________
નિર્મળ થતું જાય છે. આવેગો શાના થઈ જાય છે. સાધક એક પ્રકારની હળવાશનો અનુભવ કરે છે. આધ્યાત્મિક લાભની વાત બાજુએ રાખીએ તો પણ જીવનના ભૌતિક સ્તરે આ લાભ ઓછા નથી. એક વાર આપણે વિપશ્યનામાં આગળ ન વધીએ અને કેવળ આનાપાનસતી - શ્વાસ નિરીક્ષણની સાધના કરતા રહીએ તોપણ આપણું જીવન સ્વસ્થ શાન્ત અને તાણરહિત થઈ જાય છે. બાકી આનાપાસતી - શ્વાસનું નિરીક્ષણ એ તો બૌદ્ધ સાધનાનું પ્રથમ ચરણ છે જેનું લક્ષ્ય કુશળ કર્મમાં પ્રવૃત્તિ, પાપમાંથી નિવૃત્તિ અને ચિત્તની શુદ્ધિ છે." આ સાધનાથી સત્યના સાક્ષાત્કારની ભૂમિકા રચાતી જાય છે. વાસ્તવિકતામાં સમસ્ત વિપશ્યના ધીમે ધીમે સાધકને બુદ્ધના અષ્ટાંગ માર્ગ ઉપર લઈ જાય છે. જેનું અંતિમ લક્ષ્ય દુઃખ નિવારણ-નિર્વાણ છે.
વિપશ્યના વિપશ્યનાની શિબિરોમાં પ્રથમ ત્રણ દિવસ આનાપાસતી – શ્વાસ નિરીક્ષણની સાધના કરાવ્યા પછી વિપશ્યનાની વાસ્તવિક શરૂઆત કરવામાં આવે છે. વિપશ્યના એટલે વિશેષ રીતે જોવું. એનો એમ પણ અર્થ કરી શકાય કે વિશુદ્ધ રહીને જોવું. આમ તો આપણે જિંદગીભર કંઈ ને કંઈ જોયા જ કરીએ છીએ પણ જોવાની સાથે આપણે હંમેશાં આપણા રાગ-દ્વેષને જોડીએ છીએ તેથી આપણું દર્શન વિશુદ્ધ નથી હોતું. વિપશ્યના તટસ્થ રહીને આપણા તરફથી કંઈ પણ જોડ્યા વિના કેવળ જોવાની સાધના છે.
સાધના માટે યોગ્ય સ્થળ અને કાળ પસંદ કરવામાં આવ્યો હશે તો સાધનાનું પરિણામ થોડાક સમયમાં વર્તાવા લાગશે. સામાન્ય રીતે ઘોંઘાટ વિનાનું સ્થળ અને સવારનો સમય સાધના માટે વધારે અનુકૂળ હોય છે. રાત્રિના આરામ પછી મોટા ભાગે ચિત્ત શાન્ત અને સ્વસ્થ હોય છે જેથી સાધનામાં સત્વરે પ્રવેશ થઈ શકે છે. સાધના કરવા માટે બેસતાં પહેલાં એવું કંઈ કરવું નહિ કે જેથી ચિત્ત વિક્ષુબ્ધ થઈ જાય. ચિત્ત વિશુદ્ધ હશે તો સાધનામાં વિચારો આવ્યા કરશે જેનાથી સાધના ચૂંથાઈ જશે. તેથી સાધકે સાધના લેતાં પહેલાં રેડિયો, ટી.વી., સમાચાર પત્ર વગેરેથી દૂર રહેવું. ૫૬
ધ્યાનવિચાર