________________
તો કેટલીક વાર નાકની નીચે આવેલ ત્રિકોણને પણ અનાયાસે જોતો રહે છે. ત્યાં તેને ઘણીવાર સ્પંદન થતાં પણ લાગશે. તો તેણે સ્પંદનને જોયા કરવાનાં છે. શ્વાસ નિરીક્ષણ દરમિયાન જે કંઈ સંવેદન થાય તેને તટસ્થ ભાવે જોવાનું છે. સાધકે સંવેદન લાવવા વિચાર કરવાનો નથી કે સંવેદન લાવવા પ્રયાસ કરવાનો નથી. શ્વાસને જોતાં કંઈ પણ અનુભવ ન થાય તો તે સ્થિતિને પણ તટસ્થતાપૂર્વક જોઈ લેવાની છે. જે થાય તેને તટસ્થતાથી જોઈ રહો, તેના પ્રતિ રાગ ન કરો કે દ્વેષ ન કરો, કેવળ જોયા કરો – એ જ સાધના છે.'
ઘણા સાધકોને થાય છે કે શ્વાસને જોતાં જોતાં કોઈ મંત્રનો જાપ કરતા રહીએ કે ભગવાનનું નામ દેતા રહીએ તો સાધનાનો લાભ બેવડાશે. વાસ્તવિકતામાં આમ કરવા જતાં સાધનામાં વિક્ષેપ પડશે કારણ કે પછી આલંબન બદલાઈ જશે. શ્વાસને બદલે મંત્ર આલંબન થઈ જશે. એ જે રીતે ઘણીવાર સાધક શ્વાસનું નિરીક્ષણ કરતાં કરતાં પોતાના આરાધ્ય કોઈ દેવનું ધ્યાન ધરવા પ્રયાસ કરે છે. તેમ કરવા જતાં સાધનાનો આખો માર્ગ ફંટાઈ જાય છે અને આપણે જ્યાં પહોંચવા માટે સાધના કરી હશે તેને બદલે બીજે કયાંક પહોંચી જઈશું.
આ સાધનામાં શ્વાસ એ પ્રમુખ આલંબન છે જે વસ્તુ ખૂબ મહત્ત્વની છે. શ્વાસ એક એવી વસ્તુ છે કે જે આપણી અંદર જાય છે અને બહાર આવે છે. વળી શ્વાસ એવું સહજ આલંબન છે કે જેના ઉપર રાગ કે દ્વેષ થવાનો સંભવ નથી. વળી શ્વાસ વિના આપણે એક પળ પણ રહી શકતા નથી. તેનું સાતત્ય હમેશાં જળવાઈ રહે છે. વાસ્તવિકતામાં આપણે જીવનમાં ભાગ્યે જ રાગ-દ્વેષ વગર કોઈ વસ્તુ કે વિષયને જોઈએ છીએ – તેને કારણે જ આપણે પળે પળે અશાન્ત અને અસ્વસ્થ બની જઈએ છીએ. જ્યારે આપણે શ્વાસ જોવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણને ખાસ કંઈ અનુભવ થતો હોય તેમ લાગતો નથી. પરંતુ સાધના જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ શ્વાસના સ્પર્શની, ઠંડી-ગરમીની વગેરે અનુભૂતિ થવા લાગે છે જેની આપણને ત્યારે જ ખબર પડે છે. - તમને જાણીને નવાઈ લાગે કે શ્વાસને અને વાસનાને ગાઢ સંબંધ છે. માગસમાં જેવી વાસના જાગે છે, કોઈ આવેગ ઊઠે છે કે તેના શ્વાસનો લય બદલાઈ જાય છે, શ્વાસની લંબાઈ બદલાઈ જાય છે, કયારેક શ્વાસ ક્ષણભર
ધ્યાનવિચાર
૫૪