________________
ચિત્તને સ્થિર કરવાનું સરળ બની જાય છે.
એ રીતે જો આપણે કેવળ ભગવાનની મૂર્તિ સામે જોયા જ કરીશું તો ઝાઝો સમય તે કરવું મુશ્કેલ બની જશે કારણ કે મૂર્તિ સ્થિર રહે છે પણ જો આપણે દર્શન વખતે મૂર્તિ સામે સ્થિર થયેલા ચિત્તને ભગવાનના જીવનના પ્રસંગો સાથે જોડીને તેના ઉપર ચિંતન કર્યા કરીશું તો આપણું ચિત્ત ભગવાનના સ્વરૂપ સાથે સરળતાથી વધારે વાર તન્મય થઈને સ્થિર રહી શકશે. ભલે આપણી દૃષ્ટિ ભગવાનની મૂર્તિ ઉપર સ્થિર થયેલી રહે પણ તે વખતે જો આપણે ભગવાનના જીવન અને કવન ઉપર વિચાર કરવા માંડીશું તો ધ્યાન લાંબો સમય સાધી શકીશું. જો એટલે દૂરની યાત્રા ન કરીએ તો ચિત્તને છેવટે ભગવાનની પ્રતિમા ઉપરનાં આભૂષણો – મુગટ રત્નો ઇત્યાદિ ઉપર ફેરવતા રહીશું તો પણ ધ્યાન ટકી રહેશે. આ રીતે ભગવાન સાથેનો આપણો સંગ વધારે સમય રહેશે અને તેટલો સમય ચિત્ત પ્રસન્ન રહેશે. ભગવાનના સ્વરૂપનું ચિંતન એ પણ ઊંચા પ્રકારનું ધ્યાન છે અને તે દર્શન કરતાં કરતાં સહેજમાં સાધી શકાય તેવું છે.
સ્વરૂપ ધ્યાનની આગળની કક્ષા ભગવાનના ગુણોના, તેમના ઐશ્વર્યના ચિંતનની છે. આ ધ્યાન જરા સૂક્ષ્મ છે. જે ભગવાનને આપણે સમર્પિત થઈને પૂજીએ છીએ સેવીએ છીએ તેમના ગુણોથી આપણા ચિત્તને ભાવિત કરવું. ગુણોનું ચિંતન કરવાથી જાણતાં-અજાણતાં આપણામાં એ ગુણોનું સંક્રમણ થવા લાગે છે. જેને કારણે આપણી પરમાત્મા પ્રતિ ગતિ થવા લાગે છે. તેમ કરતાં જીવાત્મા જ્યારે તેનાથીય આગળની ભૂમિકા સાથે છે ત્યારે તે ભગવાન સાથે તદ્રુપતા અનુભવે છે તે સમયે તેનામાં ભગવત્તા પૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય છે. ધ્યાનનું આ અંતિમ શિખર છે. દર્શન આ રીતે ધ્યાનમાં પરિવર્તિત થઈને આગળ વધતું જાય તો છેવટે પરમાત્મા સુધી પહોંચાડી શકે.
પણ જે
-
આમ ભગવાનનાં દર્શન જેવી સામાન્ય લાગતી ક્રિયા એક ઉચ્ચ પ્રકારના ધ્યાનમાં પરિણમી શકે છે અને આપણને લાભાન્વિત કરી શકે છે. પણ આપણે તો ભગવાનનાં દર્શને જઈને, આમતેમ ઊંચા-નીચા થઈને કે દીવો-અગરબત્તી કરીને ગયા હોઈએ તેવા કોરા ને કોરા પાછા ફરીએ છીએ એ ઓછી કરૂણાની વાત છે? તેનો અર્થ એ થયો કે આપણને દર્શન કરતાં ધ્યાનવિચાર
૧૦૫